Sunday, May 5, 2024
More
    હોમપેજદેશકેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ, પૂછ્યું- 'કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?': PM મોદીનું...

    કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ, પૂછ્યું- ‘કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?’: PM મોદીનું અપમાન કરીને ફસાયા દિલ્હીના મુખ્યમંત્રી

    આ મામલે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, ભાજપના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અને રાજ્યસભાના સભ્ય અનિલ બલુની અને પાર્ટીના નેતા ઓમ પાઠક સહિત ભાજપના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો અને આમ આદમી પાર્ટી તેમજ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

    - Advertisement -

    ભાજપની ફરિયાદ પર ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નોટિસ જારી કરી છે. ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલને 16 નવેમ્બર સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે, આરોપ મૂક્યો છે કે તેમણે અને તેમની પાર્ટીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પાયા વગરના આક્ષેપો કરતી સામગ્રી પોસ્ટ કરી છે. આ અંગે તેમણે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

    ચૂંટણી પંચે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધતી પોસ્ટ પ્રથમ નજરે આદર્શ આચાર સંહિતા તેમજ કાયદાનું ઉલ્લંઘન છે. આવી સ્થિતિમાં તેમની સામે યોગ્ય કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?

    ANIએ X પર આ વાતની જાણકારી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલને નોટિસ પાઠવી છે. જેમાં ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે AAPએ પીએમ મોદીનું અપમાન કર્યું છે. આ મામલે ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલને જવાબ આપવા માટે 16 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ગત બુધવારે આમ આદમી પાર્ટીએ પોતાના એક્સ હેન્ડલ પર અદાણી અને પીએમ મોદી સાથે સંબંધિત એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન મોદી દેશના લોકો માટે નહીં પરંતુ અદાણી માટે કામ કરે છે. 10 નવેમ્બરે ભાજપે આ મામલે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો અને પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ પછી ચૂંટણી પંચે આ પગલું ભર્યું છે.

    આ મામલે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, ભાજપના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અને રાજ્યસભાના સભ્ય અનિલ બલુની અને પાર્ટીના નેતા ઓમ પાઠક સહિત ભાજપના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો અને આમ આદમી પાર્ટી તેમજ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં