Friday, October 4, 2024
More
    હોમપેજરાજકારણ'હાજર થાઓ, નહીંતર હવે અમે આવીશું...': EDએ હેમંત સોરેનને આઠમું સમન મોકલ્યું:...

    ‘હાજર થાઓ, નહીંતર હવે અમે આવીશું…’: EDએ હેમંત સોરેનને આઠમું સમન મોકલ્યું: ઘણા સમયથી નોટિસ અવગણી રહ્યા છે ઝારખંડ સીએમ

    હેમંત સોરેને તમામ સમનનો પત્ર દ્વારા જવાબ આપ્યો હતો. પરંતુ ED સમક્ષ પ્રત્યક્ષ હાજર થયા ન હતા. ત્યારે આ વખતની નોટિસમાં EDએ સોરેનને સૂચવ્યું છે કે, જમીન કૌભાંડ મામલે CMનું નિવેદન નોંધવું જરૂરી છે

    - Advertisement -

    ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને કેન્દ્રીય એજન્સી EDએ જમીન કૌભાંડ મામલે પૂછપરછ માટે ફરી એકવાર સમન મોકલ્યું છે. આ પહેલાં એજન્સી તેમને 7 વાર સમન મોકલી ચૂકી છે, પરંતુ તેઓ એકેય વખત હાજર થયા નથી. આ વખતે EDએ CM હેમંત સોરેનને 16થી 20 જાન્યુઆરી, 2024 સુધીમાં હાજર રહેવા માટે જણાવ્યું છે. આ સાથે કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું છે કે જો આ વખતે તેઓ હાજર નહીં થાય તો EDના અધિકારીઓ કાર્યવાહી કરવા તેમના ઠેકાણે પહોંચી જશે.

    મળતી માહિતી પ્રમાણે, ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ અને રાજ્યના CM હેમંત સોરેનને રાંચીના બડગાઈ વિસ્તારમાં ખોટા દસ્તાવેજો દ્વારા આદિવાસી સમુદાયની જમીન ખરીદ-વેચ કરવાના ‘જમીન કૌભાંડ’ મામલે પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) બોલાવી રહી છે. આ પહેલાં 7 વાર હેમંત સોરેનને નોટિસ મોકલવામાં આવી હતી જેમાં તેઓ એજન્સી સામે હાજર થયા ન હતા. EDએ તેમને પત્ર લખી તેમના હિસાબે સમય, તારીખ અને વાર નક્કી કરવાની પણ છૂટ આપી હતી. જે પછી તેઓને ક્રમશઃ સમન પાઠવ્યાં હતાં, જેમાં તેઓ હાજર રહ્યા ન હતા. આ મામલે પહેલું સમન 14 ઓગસ્ટ, 2023ના રોજ પાઠવવામાં આવ્યું હતું.

    હેમંત સોરેને તમામ સમનનો પત્ર દ્વારા જવાબ આપ્યો હતો. પરંતુ ED સમક્ષ પ્રત્યક્ષ હાજર થયા ન હતા. ત્યારે આ વખતની નોટિસમાં EDએ સોરેનને સૂચવ્યું છે કે, જમીન કૌભાંડ મામલે CMનું નિવેદન નોંધવું જરૂરી છે. જેથી તેઓ આ વિષયે સહકાર આપે અને જો આ વખતે હાજર નહીં થાય તો EDના અધિકારીઓ જાતે તેમની પાસે પૂછપરછ માટે પહોંચી જશે.

    - Advertisement -

    આ મામલે CM સોરેને EDના પ્રથમ સમન વખતે જ તેને ‘ગેરકાયદેસર’ ગણાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જ્યાં કોર્ટે તેમને હાઈકોર્ટ જવાનું સૂચવ્યું હતું. જે બાદ મુખ્યમંત્રીએ હાઈકોર્ટમાં પણ અપીલ કરી હતી, જ્યાં પણ તેઓને રાહત ન હતી મળી. આ મામલે EDનું કહેવું છે કે, તેમની તપાસ ઝારખંડમાં ભૂ-માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે જમીનની માલિકીમાં બદલાવ કરવા બાબતે છે અને આ મામલે અત્યાર સુધી 14 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં એક IAS અધિકારીની પણ ધરપકડ થઇ છે. EDએ જણાવ્યું કે, જો આ વખતે CM હેમંત સોરેન હાજર નહીં થાય તો મની લોન્ડરિંગને લગતા કાયદાઓ અનુસાર તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં