Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણરાજસ્થાનમાં એક્શનમાં ED: CM અશોક ગેહલોતના પુત્રને હાજર થવા સમન્સ, પેપરલીક મામલે...

    રાજસ્થાનમાં એક્શનમાં ED: CM અશોક ગેહલોતના પુત્રને હાજર થવા સમન્સ, પેપરલીક મામલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડોટાસરાના ઘરે દરોડા

    પેપર લીક મામલે ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે જ EDએ રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને સમન્સ પાઠવ્યું છે. વૈભવ ગેહલોતને ફોરેન એક્સ્ચેન્જ વાયોલેશન (FEMA) તપાસમાં સમન્સ જારી કરાયું છે.

    - Advertisement -

    રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જ્યારે CM અશોક ગેહલોતની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. કારણ કે EDએ તેમના પુત્ર વૈભવ ગેહલોતને ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટમાં કથિત અનિયમિતતાના મામલે સમન્સ પાઠવ્યું છે. આ ઉપરાંત પેપર લીક મામલે પણ EDએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDએ આ મામલે અનેક સ્થળોએ દરોડા પાડયા છે. રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ ગોવિંદ સિંઘ ડોટાસરાના ઘરે પણ EDએ દરોડા પાડયા છે. ગુરુવારે (26 ઓક્ટોબરે) વહેલી સવારે EDની ટીમ ડોટાસરાના જયપુર અને સીકર ખાતેના નિવાસ સ્થાને પહોંચી ગઈ હતી.

    રાજસ્થાનમાં ગુરુવારે (26 ઓક્ટોબરે) વહેલી સવારે EDએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. અનેક જગ્યાએ તપાસ કરીને દરોડા પાડવામાં આવ્યા હતા. EDએ રાજસ્થાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંઘ ડોટાસરાના આવાસ પર દરોડા પાડયા હતા. જાણવા મળી રહ્યું છે કે આ કાર્યવાહી પેપર લીક મામલે થઈ રહી છે. બીજી તરફ EDએ અપક્ષ ધારાસભ્ય ઓમપ્રકાશ હુડલાના ઘરે પણ રેડ પાડી છે. EDએ ડોટાસરાના જયપુર અને સીકર સ્થિત આવાસો પર રેડ પાડી હતી. એ સિવાય અન્ય 12 સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. એ ઉપરાંત EDએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષના સંબંધીઓની પૂછપરછ પણ કરી રહી છે. જ્યારે અપક્ષ ધારાસભ્ય હુડલાના 7 ઠેકાણા પર EDની કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે બીજી તરફ EDએ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને સમન્સ પાઠવ્યું છે.

    અશોક ગેહલોતના પુત્રને EDનું સમન્સ

    પેપર લીક મામલે ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે જ EDએ રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને સમન્સ પાઠવ્યું છે. વૈભવ ગેહલોતને ફોરેન એક્સ્ચેન્જ વાયોલેશન (FEMA) તપાસમાં સમન્સ જારી કરાયું છે. EDએ સમન્સ દ્વારા અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને 27 ઓકટોબરના રોજ હાજર થવા જાણ કરી છે. 27 ઓક્ટોબરે FEMA કેસ હેઠળ વૈભવ ગેહલોતની પૂછપરછ કરવામાં આવશે. આ મામલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આરોપ લગાવ્યો કે, રાજસ્થાનમાં વિકાસના કામ ન થઈ શકે એ માટે ED દરરોજ સમન્સ મોકલી રહી છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં EDએ મુંબઈમાં એક હોટેલ ફર્મ સામે મની લોન્ડરિંગની તપાસમાં દરોડાની કાર્યવાહી કરી હતી. તે દરમિયાન જ FEMA હેઠળ જયપુર, ઉદયપુર, મુંબઈ અને દિલ્હીમાં વિવિધ સ્થળોએ 29થી 31 ઓગસ્ટ સુધી તપાસ અભિયાન ચલાવાયું હતું. આ કંપનીના નિર્દેશ રતન કાંત શર્મા છે જે રાજસ્થાનના CM ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતના પાર્ટનર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં