Thursday, July 18, 2024
More
  હોમપેજદેશકોણ છે મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ: ઉજ્જૈનના એ ધારાસભ્ય...

  કોણ છે મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ: ઉજ્જૈનના એ ધારાસભ્ય જે સંભાળી ચૂક્યા છે રાજ્યનો ઉચ્ચ શિક્ષણ વિભાગ

  મોહન યાદવે પોતાનું રાજકીય કરિયર વર્ષ 1984માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી કરી હતી. વર્ષ 1986માં તેમને વિભાગ પ્રમુખની જવાબદારી આપવામાં આવી હતી. તેઓ ભાજપની રાજ્ય કાર્યકારિણીના સભ્ય અને સિંહસ્થ મધ્ય પ્રદેશના કેન્દ્રીય સમિતિના સભ્ય તેમજ મધ્ય પ્રદેશ વિકાસ પ્રાધિકરણના પ્રમુખ રહી ચુક્યા છે.

  - Advertisement -

  મધ્ય પ્રદેશમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ ભાજપે સોમવારે (11 ડિસેમ્બર 2023) ધારાસભ્ય પક્ષની બેઠક યોજી હતી. લાંબા વિચાર-વિમર્શ બાદ ડૉ. મોહન યાદવ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. મોહન યાદવ સતત ત્રણ વાર ઉજ્જૈનની દક્ષિણી વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે. તેમણે જુલાઈ 2020માં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંઘ ચૌહાણની કેબીનેટમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

  58 વર્ષીય ડૉ. મોહન યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપશે. આ પહેલા તેમને ભાજપ કેબીનેટમાં રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગની સુકાન આપવામાં આવી હતી. મુખ્યમંત્રી તરીકે તેમના નામની ઘોષણા પહેલા મીડિયામાં નરેન્દ્ર સિંઘ તોમર અને પ્રહલાદ પટેલ જેવા નામો મુખ્યમંત્રી પદ માટે ચર્ચાઈ રહ્યા હતા. પરંતુ ડૉ. મોહન યાદવના નામની ઘોષણા થયા બાદ આ તમામ અટકળોનો હવે અંત આવ્યો છે.

  ઉલ્લેખનીય છે કે છત્તીસગઢની જેમ મધ્ય પ્રદેશમાં પણ ભાજપ 2 ઉપમુખ્યમંત્રીના ફોર્મુલા પર આગળ વધશે. મધ્ય પ્રદેશમાં રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડાને ડેપ્યુટી સીએમની જવાબદારીઓ સોંપવામાં આવી છે. 59 વર્ષીય રાજેન્દ્ર શુક્લા રીવા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે અને તેઓ આ પાંચમી વખત આ પદ સંભાળશે. બીજી તરફ જગદીશ દેવડા મલ્હાર ગઢના ધારાસભ્ય છે, તેઓ 8 વાર વિધાનસભા જીતી ચૂક્યા છે. તેઓ શિવરાજ સિંઘ ચૌહાણના મંત્રી મંડળમાં કોમર્શિયલ ટેક્સીસ, પ્લાનિંગ, ઇકોનોમિકસ એન્ડ સ્ટેટિટિક્સ મંત્રી હતા.

  - Advertisement -

  બીજી તરફ ભારતના પૂર્વ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંઘ તોમરને વિધાનસભા અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે ભાજપની ધારાસભ્ય પક્ષની બેઠક ચાલી રહી હતી ત્યારે મોહન યાદવ પાછળ બેઠા હતા, તેમના નામની ઘોષણા થયા બાદ તેમણે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંઘ ચૌહાણના આશીર્વાદ લીધા હતા. એક તરફ મુખ્યમંત્રી તરીકે OBC સમાજના ચહેરાને આગળ કરવામાં આવ્યો છે તો બીજી તરફ તેમના ડેપ્યુટી સીએમ તરીકે દલિત અને બ્રાહ્મણનું સમીકરણ રાખવામાં આવ્યું છે.

  મોહન યાદવે પોતાનું રાજકીય કરિયર વર્ષ 1984માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી કરી હતી. વર્ષ 1986માં તેમને વિભાગ પ્રમુખની જવાબદારી આપવામાં આવી હતી. તેઓ ભાજપની રાજ્ય કાર્યકારિણીના સભ્ય અને સિંહસ્થ મધ્ય પ્રદેશના કેન્દ્રીય સમિતિના સભ્ય તેમજ મધ્ય પ્રદેશ વિકાસ પ્રાધિકરણના પ્રમુખ રહી ચૂક્યા છે. આટલું જ નહીં, તેઓ પશ્ચિમી રેલ્વે બોર્ડમાં સલાહકાર સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. વર્ષ 2013, 2018 અને હવે વર્ષ 2023માં તેઓ ઉજ્જૈન દક્ષિણી વિધાનસભા સીટ પરથી જીતીને મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં