Tuesday, November 12, 2024
More
    હોમપેજરાજકારણ‘CBIને રોકવા માટે હેનરીને ઘરમાં કેદ કરી રાખ્યો છે, તેની સુરક્ષાની ચિંતા’:...

    ‘CBIને રોકવા માટે હેનરીને ઘરમાં કેદ કરી રાખ્યો છે, તેની સુરક્ષાની ચિંતા’: મહુઆ મોઈત્રા પર શ્વાનચોરીનો આરોપ લગાવનાર વકીલ, કહ્યું- કેસ પરત ખેંચવા માટે થઈ રહ્યું છે દબાણ

    જય અનંત દેહદ્રાઈ એક સમયના મહુઆ મોઈત્રાના નજીકના મિત્ર છે. તેમણે જ CBIને પત્ર લખીને TMC સાંસદ પર પૈસા બદલે સંસદમાં સવાલ પૂછવાના આરોપ લગાવ્યા હતા. ત્યારપછી તેમણે દિલ્હી પોલીસ કમિશ્નરને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે મહુઆએ તેમનો પાલતુ શ્વાન ચોરી લીધો છે.

    - Advertisement -

    TMC સાંસદ મહુઆ મોઈત્રા હાલ ચર્ચામાં છે ત્યારે થોડા દિવસ પહેલાં વકીલ જય અનંત દેહદ્રાઈએ તેમની ઉપર પાલતુ શ્વાન ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. હેનરી નામનો આ શ્વાન હાલ મહુઆ મોઈત્રા પાસે છે અને જયનો આરોપ છે કે તેનો ઉપયોગ તેમની સાથે સમજૂતી કરવા માટે કરવામાં આવી રહ્યો છે. હવે તેમણે કહ્યું કે, હેનરીને ઘરમાં કેદ કરી લેવામાં આવ્યો છે અને CBIને ઘરમાં આવવાથી રોકવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. 

    જય અનંત દેહદ્રાઈ એક સમયના મહુઆ મોઈત્રાના નજીકના મિત્ર છે. તેમણે જ CBIને પત્ર લખીને TMC સાંસદ પર પૈસા બદલે સંસદમાં સવાલ પૂછવાના આરોપ લગાવ્યા હતા. ત્યારપછી તેમણે દિલ્હી પોલીસ કમિશ્નરને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે મહુઆએ તેમનો પાલતુ શ્વાન ચોરી લીધો છે. તેમણે તેને કોઇ પણ રીતે પરત મેળવવામાં મદદ કરવાની આજીજી કરી હતી. 

    શનિવારે (21 ઓક્ટોબર, 2023) જય દેહદ્રાઈએ X પર એક પોસ્ટ કરીને કહ્યું કે, “મને એક શુભચિંતકે જણાવ્યું કે હેનરીને (તેમનો પાલતુ શ્વાન) ટેલિગ્રાફ લેનના નિવાસસ્થાને જાણીજોઈને કેદ કરવામાં આવ્યો છે, જેથી CBIને અંદર આવતી રોકી શકાય.” આગળ તેમણે લખ્યું, “હેનરી મોટા કદનો રોટવિલર (શ્વાનની પ્રજાતિ) છે અને આમ તો ડાહ્યો છે પણ રક્ષા પણ કરી જાણે છે. હું તેની સુરક્ષાને લઈને ભયભીત છું.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જય અનંત દેહદ્રાઈએ દિલ્હી પોલીસને પત્ર લખીને પોતાનો શ્વાન ચોરી થયો હોવાની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “મારો હેનરી (શ્વાન) સાથેનો સંબંધ પિતા અને સંતાન જેવો છે. તે જ્યારે 40 દિવસનો હતો ત્યારથી હું તેની સંભાળ રાખું છું અને તેની દરેક બાબતની કાળજી લઉં છું. મોઈત્રાએ જાણીજોઈને હેનરીને કિડનેપ કરી લીધો છે અને 10 ઓક્ટોબર, 2023થી મારાથી દૂર કરી દીધો છે. તેમણે કહ્યું કે, 14 ઑક્ટોબરના રોજ તેમણે દાખલ કરેલી એક ફરિયાદ બાદ તેમને હેરાન કરવા અને બ્લેકમેલ કરવા માટે આમ કરવામાં આવી રહ્યું છે. 

    આ સિવાય તેમણે દિલ્હી પોલીસને અન્ય પણ એક પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું કે CBIને ફરિયાદ કર્યા બાદ તેમના જીવને જોખમ છે અને તેમની ઉપર ફરિયાદ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને ધમકીઓ આપવામાં આવી રહી છે. એમ પણ કહ્યું કે, ફરિયાદ પરત લેવા પર હેનરી પરત આપવાના વાયદા પણ કરવામાં આવી રહ્યા છે. 

    વકીલે સ્થાનિક પોલીસ મથકના એક અધિકારી પર મહુઆ મોઈત્રાના ઈશારે કામ કરવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું કે, મહુઆ મોઈત્રાએ તેમની વિરૂદ્ધ કરેલી ફરિયાદોને આધાર બનાવીને તેમની વિરૂદ્ધ કાર્યવાહીની ધમકી પણ આપવામાં આવી રહી છે અને મામલો દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં