Sunday, May 5, 2024
More
    હોમપેજરાજકારણ‘મને અફસોસ છે, શબ્દો પરત લઉં છું’: ‘ગૌમૂત્ર રાજ્યો’વાળી ટિપ્પણી કરીને સર્જ્યો...

    ‘મને અફસોસ છે, શબ્દો પરત લઉં છું’: ‘ગૌમૂત્ર રાજ્યો’વાળી ટિપ્પણી કરીને સર્જ્યો વિવાદ, હવે DMK સાંસદે માંગવી પડી માફી

    સાંસદે લોકસભામાં બોલતી વખતે કહ્યું કે, “ગઈકાલે મારાથી અજાણતાં એક નિવેદન અપાઈ ગયું હતું, જો તેનાથી સભ્યો (સાંસદો) અને કોઇ વર્ગના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું તેને પરત લઇ લઉં છું.

    - Advertisement -

    ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ લોકસભામાં બોલતી વખતે DMK સાંસદ DNV સેંથિલકુમારે બફાટ કર્યો હતો અને વિવાદાસ્પદ નિવેદન આપી દીધું હતું. તેમણે કહ્યું હતું કે, ભાજપ માત્ર ‘ગૌમૂત્ર રાજ્યો’માં જ જીતે છે. આ નિવેદન પર ભારે વિવાદ સર્જાયા બાદ હવે તેમણે માફી માંગી લીધી છે. 

    ગૌમૂત્ર રાજ્યોવાળી ટિપ્પણી પર માફી માંગતાં DMK સાંસદ સેંથિલ કુમારે બુધવારે (6 ડિસેમ્બર, 2023) લોકસભામાં બોલતી વખતે કહ્યું કે, “ગઈકાલે મારાથી અજાણતાં એક નિવેદન અપાઈ ગયું હતું, જો તેનાથી સભ્યો (સાંસદો) અને કોઇ વર્ગના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું તેને પરત લઇ લઉં છું. હું શબ્દોને (લોકસભાના રેકોર્ડ પરથી) હટાવવાની વિનંતી કરું છું. મને ખેદ છે.”

    શું કહ્યું હતું DMK સાંસદે? 

    સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન વિધેયક 2023 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સંશોધન વિધેયક 2023 પર ચર્ચા ચાલતી હતી. ત્યારે DMK સાંસદે બિલ પર બોલતી વખતે ભાજપ પર પ્રહાર કરવામાં હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચે તેવું નિવેદન આપી દીધું હતું. 

    - Advertisement -

    તેમણે કહ્યું હતું કે, “આ દેશના લોકોએ વિચારવું જોઈએ કે ભાજપની ચૂંટણી જીતવાની શક્તિઓ હિન્દીભાષી રાજ્યોમાં જ છે, જેને સામાન્ય રીતે ‘ગૌમૂત્ર રાજ્યો’ કહેવામાં આવે છે. તેઓ દક્ષિણ ભારતમાં આવી શકતા નથી. તમે જુઓ તામિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકની ચૂંટણીઓમાં શું થયું. અમે ત્યાં બહુ મજબૂત છીએ. એટલે કદાચ તમે આ તમામ રાજ્યોને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તબદીલ કરી નાખવાનો વિકલ્પ પણ વિચારતા હોવ તો અમને આશ્ચર્ય નહીં થાય.”

    આ વિવાદાસ્પદ નિવેદનને લઈને પછીથી બહુ વિવાદ થયો અને ભાજપે ફરી એક વખત હિંદુઓ અને સનાતનની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ INDI ગઠબંધનને આડેહાથ લીધું હતું. જોકે, પછીથી તેમણે ડેમેજ કંટ્રોલ કરવાના પણ પ્રયાસ કર્યા અને કહ્યું હતું કે, એવું હશે તો ભવિષ્યમાં આવા શબ્દોનો ઉપયોગ નહીં કરે. જોકે, ત્યારે સ્પષ્ટ રીતે માફી માંગી ન હતી પરંતુ બીજા દિવસે લોકસભામાં તેમ કરવું પડ્યું. 

    નિવેદન આપ્યા બાદ બહાર આવીને સેંથિલકુમારે કહ્યું હતું કે, “મેં સંસદમાં અમુક નિવેદનો આપ્યાં હતાં. તે સમયે ગૃહમંત્રી અને ભાજપ સાંસદો ત્યાં હાજર હતા. મેં અગાઉ પણ સંસદનાં ભાષણોમાં આનો ઉપયોગ કર્યો છે. તે કોઇ વિવાદાસ્પદ નિવેદન ન હતું. પરંતુ જો કોઈને ઠેસ પહોંચે હોય તો ભવિષ્યમાં હું તેનો (તેવા શબ્દોનો) ઉપયોગ નહીં કરું. ભાજપ ક્યાં મજબૂત છે તે સમજાવવા માટે કોઇ બીજા શબ્દોનો ઉપયોગ કરીશ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં