Friday, July 19, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદી ભાષી મહાસંકલ્પ સભામાં ગર્જ્યા દેવેન્દ્ર ફડણવીસ, કહ્યું- આખા હિંદુસ્તાન પર ભગવો...

  હિંદી ભાષી મહાસંકલ્પ સભામાં ગર્જ્યા દેવેન્દ્ર ફડણવીસ, કહ્યું- આખા હિંદુસ્તાન પર ભગવો લહેરાશે, હવે લંકા દહન પણ થશે; ઓવૈસી પર પણ નિશાન સાધ્યું  

  ઉત્તર ભારતીયોને મુંબઈમાં સંબોધન કરતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અસદુદ્દીન ઓવૈસી પર હુમલો બોલાવ્યો હતો અને ઉદ્ધવ સરકારની આકરી ઝાટકણી કરી હતી.

  - Advertisement -

  મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભામાં વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના પાટનગર મુંબઈના ગોરેગાંવ સ્થિત નેસ્કો મેદાનમાં આયોજિત ‘હિંદી ભાષી મહાસંકલ્પ સભા’માં સંબોધન કર્યું હતું અને આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ રાજ્યની ઉદ્ધવ સરકાર તેમજ AIMIM નેતા ઓવૈસી પર પણ ખૂબ ગર્જ્યા હતા. હનુમાન ચાલીસા સાથે રેલીની શરૂઆત કરીને ભાજપ નેતાએ કહ્યું હતું કે, “અસદુદ્દીન ઓવૈસી ઓરંગઝેબની કબર પર જાય છે અને માથું ટેકવે છે, અને તમે (રાજ્ય સરકાર) બેસીને જોયા કરો છો. અરે ડૂબી મરો, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો.”

  દેવેન્દ્ર ફડણવીસે આગળ કહ્યું, “અરે ઓવૈસી સાંભળી લે, ઓરંગઝેબની ઓળખ પર તો કૂતરો પણ પેશાબ નહીં કરે. હવે તો આખા હિંદુસ્તાન પર ભગવો લહેરાશે.” તેમણે એલાન કર્યું કે, ‘હનુમાન ચાલીસા’ની તો શરૂઆત થઇ જ ચૂકી છે, હવે લંકા દહન પણ થશે. તેમણે શિવસેના સુપ્રીમો અને રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તાજેતરની રેલી અંગે કહ્યું કે, આ રેલી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સમર્પિત હતી. દેવેન્દ્ર ફડણવીસ આગળ કહે છે કે ઉદ્ધવ ઠાકરે પણ એ જ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે જે ભાષા કોંગ્રેસે RSS માટે વાપરી હતી.

  આગામી BMC ચૂંટણીઓને લઈને પણ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ત્યાં પણ ભાજપનો ભગવો જ લહેરાશે. તેમણે પોતાના ભાષણની શરૂઆત ભોજપુરીમાં કરતા લોકોને ‘હમાર ભાઈ-બહિન’ કહીને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, “શિવસેનાની માસ્ટર સભા નહીં પરંતુ લાફ્ટર સભા હતી. કાલે કૌરવોની સભા હતી, આજે પાંડવોની સભા છે. ‘લાઠી-ગોળી ખાઈશું, મંદિર ત્યાં જ બનાવીશું’ કહેતા ગયા હતા, ‘પિકનિક ચલો’ કહેતા નહીં.”

  - Advertisement -

  તેમણે કહ્યું કે, કારસેવકોની મજાક ઉડાવનારાઓને જવાબ છે કે હજુ પણ જ્યારે જરૂર પડશે ત્યારે જઈશું. સાથે તેમણે ચેતવણી પણ આપી કે, “વજનદાર લોકો સંભાળીને રહે, કારણ કે હવે તમારી સત્તાનો ઢાંચો પણ તોડી પાડીશું.” દરમ્યાન, તેમણે સંભાજીનું ઉદાહરણ પણ આપ્યું જેમાં તેમણે કહ્યું હતું કે, ‘જીવ ગુમાવવો પડે તોપણ ક્યારેય ધર્મ સાથે સમાધાન કરીશ નહીં.’ તેમણે શિવસેના સરકારમાં ચાલતા ભ્રષ્ટાચારનો પણ વિરોધ કર્યો હતો. તેમણે એ પણ યાદ કરાવ્યું કે રામમંદિર આંદોલન દરમિયાન તેઓ બદાયુંની જેલમાં હતા અને કાશ્મીરમાં પણ મનોબળ વધારવા માટે ગયા હતા. 

  મહારાષ્ટ્રના પૂર્વ સીએમએ કહ્યું, “બાળાસાહેબ સિંહપુરુષ હતા. પરંતુ અત્યારે એક સિંહપુરુષ છે- નરેન્દ્ર મોદી. આતંકીઓએ ઘરમાં ઘૂસીને મારવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. તમે અમને લાત મારી, લાત કોણ મારે છે? જવાન તો ઠોકર મારે છે. અહીં શરજીલ આવીને ભાષણ આપી ગયો, પણ તમે કંઈ ન કર્યું. શરજીલએ પકડીને ન લાવી શક્યા. મોદીએ રાહુલ ભટના હત્યારાઓને 24 કલાકની અંદર મોતને ઘાટ ઉતારી દીધા. હું કોરોના સમયે ગ્રાઉન્ડ પર હતો, ઉદ્ધવ ફેસબુક પર લાઈવ હતા.”

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં