Saturday, April 20, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસ પર 1 કરોડમાં ટિકિટ વેચવાનો આરોપ લગાવનાર દહેગામના પૂર્વ ધારાસભ્ય કરશે...

    કોંગ્રેસ પર 1 કરોડમાં ટિકિટ વેચવાનો આરોપ લગાવનાર દહેગામના પૂર્વ ધારાસભ્ય કરશે કેસરિયો: કામિની બા કોંગ્રેસમાંથી આપી ચુક્યા છે રાજીનામુ

    દહેગામના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય કામિની બાએ પહેલા કોંગ્રેસ પર એક કરોડ રૂપિયામાં ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં અપક્ષ દાવેદારી નોંધાવી હતી, જે પાછળથી પરત ખેંચી લીધી હતી. હવે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ શકે છે.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે પરંતુ હજુ પણ પક્ષપલટો કરવાના ઘટનાક્રમ થોભવાનું નામ નથી લઇ રહ્યા. આ લિસ્ટમાં એકદમ તાજું નામ છે દહેગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડનું. સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ આજે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશે તેવી સંભાવના છે.

    અહેવાલો મુજબ પોતાને ટિકિટ ન મળી હોવાથી કોંગ્રેસથી નારાજ થયેલા દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બા આજે ભાજપમાં જોડાઈ શકે છે.

    કોંગ્રેસ પર લગાવ્યો હતો 1 કરોડમાં ટિકિટ વેચવાનો આરોપ

    થોડા સમય પહેલા મીડિયા અને સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા એક વિડીયોમાં બે લોકો અને એક મહિલા વાત કરતાં સંભળાય છે. સમગ્ર વાતચીત દરમિયાન ‘50’ અને ‘70’ની વાતો થતી પણ સાંભળવા મળી હતી.

    - Advertisement -

    આ વિડીયો સાચો હોવાની સ્વયં કામિની બા રાઠોડે પુષ્ટિ કરી હતી. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “પાર્ટીએ મારી પાસે 1 કરોડની માંગણી કરી, પછી 70 લાખ કહ્યા અને છેલ્લે 50 લાખમાં ફાઇનલ કરવા કહ્યું. એમ પણ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી હું પૈસા જમા નહીં કરાવું ત્યાં સુધી મારી ટિકિટ ફાઇનલ નહીં થાય. પૈસા આપશો તો જ તમારું નામ અને ટિકિટ ફાઇનલ થશે તેમ જણાવવામાં આવ્યું.”

    કામિની બાએ કોંગ્રેસ પર રોષ ઠાલવતાં કહ્યું કે, “પૈસા આપી શકી ન હોવાના કારણે મને ટિકિટ ન આપવામાં આવી હોય તેમ લાગે છે. હું પક્ષની વફાદાર રહી છું, પરંતુ એ જ પાર્ટીએ આજે ટિકિટ આપવા માટે પૈસાની માંગણી કરી તે જાણીને ખૂબ દુઃખ થાય છે.” તેમણે કોંગ્રેસ પર ટિકિટ વેચવાનો આરોપ લગાવીને કહ્યું કે, “મારી પાસે પૈસાની માંગણી ન સંતોષાતા અને બીજી જગ્યાએથી માંગણી પૂરી થતાં આ ટિકિટ પાર્ટીએ વેચી છે.”

    હવે જયારે કામિની બા રાઠોડે કોંગ્રેસમાંથી સત્તાવાર રીતે રાજીનામુ આપી દીધું છે અને ભાજપમાં જોડાવવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે દહેગામ બેઠક પર ચૂંટણીનો જંગ રસપ્રદ થઇ શકે તેવી પુરી સંભાવનાઓ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં