Friday, May 3, 2024
More
    હોમપેજગુજરાતભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો સંદેશ: ભૂતકાળની ઉપલબ્ધિઓનો શ્રેય ભાજપના કાર્યકર્તાઓને આપ્યો,...

    ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો સંદેશ: ભૂતકાળની ઉપલબ્ધિઓનો શ્રેય ભાજપના કાર્યકર્તાઓને આપ્યો, આ વખતે 5 લાખની લીડથી જીતવાનો જતાવ્યો વિશ્વાસ

    તમામ ઉપલબ્ધિઓ કાર્યકર્તાઓની હોવાનું કહીને તેમણે આગામી લોકસભામાં પણ પ્રચંડ જીત મેળવવાના લક્ષ્ય માટે આગળ લખ્યું છે કે, "મારી પાસે અધ્યક્ષ પદે કોઇ જાદુઇ લાકડી નથી. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓની આ તાકાત હતી અને એના આધારે મેં આવા નિવેદનો કર્યા હતા. એ નિવેદનો તમે સાચા પાડ્યા, ભવ્ય જીત મેળવી.

    - Advertisement -

    અગામી લોકસભા ચૂંટણીઓને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે, તેવામાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કાર્યકર્તા જોગ સંદેશ પાઠવ્યો છે. તેમણે પોતાના આધિકારિક X હેન્ડલ પર પોસ્ટ કરીને આ સંદેશ પાઠવ્યો છે. આ સંદેશમાં પાટીલે ભૂતકાળની ઉપલબ્ધીઓ ગણાવી હતી, આ સાથે જ તેમણે તે તમામ ઉપલબ્ધીઓનો શ્રેય ભાજપા કાર્યકર્તાઓને આપ્યો હતો.

    તેમણે પોતાના આધિકારિક X હેન્ડલ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “પ્રિય કાર્યકર્તાશ્રીઓ, હું પ્રમુખ બનીને આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે 8માંથી 8 સીટ જીતીશું. આ આઠે-આઠ સીટ તમે લોકોએ જ જીતીને બતાવી. તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકાનું ઇલેક્શન આવ્યું ત્યારે પણ મેં તો દાવો કર્યો હતો કે 90 ટકાથી વધુ સીટ જીતીશું-આપણે 90.5 ટકા સીટ જીત્યા. જીલ્લા પંચાયતની 31માંથી 31 સીટ આપણે જીતી લીધી”

    આ તમામ ઉપલબ્ધિઓ કાર્યકર્તાઓની હોવાનું કહીને તેમણે આગામી લોકસભામાં પણ પ્રચંડ જીત મેળવવાના લક્ષ્ય માટે આગળ લખ્યું છે કે, “મારી પાસે અધ્યક્ષ પદે કોઇ જાદુઇ લાકડી નથી. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓની આ તાકાત હતી અને એના આધારે મેં આવા નિવેદનો કર્યા હતા. એ નિવેદનો તમે સાચા પાડ્યા, ભવ્ય જીત મેળવી. એ જીતનાં અધિકારી પણ તમે જ છો. મને વિશ્વાસ છે કે લોકસભાની આ ચૂંટણીમાં પાંચ લાખથી વધુની લીડ સાથે છવ્વીસે છવ્વીસ સીટ જીતવાનાં મારા નિવેદનને પણ તમે સાચું જ પાડવાનાં છો.”

    - Advertisement -

    આ વખતે ઈતિહાસ રચવાની તક- સીઆર પાટીલ

    આ પહેલા સુરત ખાતે એક કાર્યક્રમમાં સંબોધન આપતા પણ સીઆર પાટીલે અગામી લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવવાની તૈયારીઓ કરવા કહ્યું હતું. તેમણે પેજકમિટીના સભ્યોને સંબોધતા કહ્યું હતું કે, વિધાનસભા વખતે કેટલીક સીટો એવી હતી જે આપણે ખૂબ ઓછા માર્જીનથી હાર્યા હતા.

    તેમણે કહ્યું કે, “કોંગ્રેસનો કોઈ નેતા ભાજપ સામે સીધી બાથ ભીડવવા તૈયાર નથી. કોંગ્રેસને તેમને લડાવવા માટે જબરદસ્તી કરવી પડશે. આપણને આ વખતે ઈતિહાસ સર્જવાની તક મળી છે. એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહેવો જોઈએ, તેમને મતદાન મથકમાં ઘૂસાડી જ દેજો.” સીઆર પાટીલે કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચવા કમર કસવા કહ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં