હાલમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પોતાની ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. શરૂઆતથી જ કોંગ્રેસની આ યાત્રા વિવાદોમાં રહી છે અને હવે તેમાં વધુ એક વિવાદ જોડાયો છે. હાલમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસના ‘બેરોજગાર’ નોકરિયાતો ‘અમને નોકરીઓ જોઈએ છે’ તેવા બેનર સાથે ચર્ચામાં છે.
શનિવાર (17 સપ્ટેમ્બર)ના રોજ કોંગ્રેસની આ ભારત જોડો યાત્રા કેરળના કાયમકુલમ ખાતે પહોંચી હતી. જ્યા પહેલાથી હાજર ઘણા યુવાન યુવતીઓ આ યાત્રામાં જોડાયા હતા. તેઓએ પોતાના હાથમાં ‘We Need Jobs’ (અમને નોકરીઓ જોઈએ છે)ના પોસ્ટર લઈને રાહુલ ગાંધી સાથે ફોટા પડાવ્યા હતા અને રાહુલ ગાંધીનો સપોર્ટ કર્યો હતો.
We Need Jobs
— Telangana Youth Congress (@IYCTelangana) September 17, 2022
Not Quarrel
#NationalUnemploymentDay pic.twitter.com/SMAQrikhWz
કોંગ્રેસે આ આખા ઘટનાક્રમનો ખુબ પ્રચાર કર્યો હતો અને આ ફોટા ખુબ વાઇરલ થયા હતા. કોંગ્રેસે આને એ રીતે પ્રદર્શિત કર્યું કે ભારતના યુવાનો રાહુલ ગાંધી સાથે છે અને તે સૌ બેરોજગાર છે.
પરંતુ થોડા જ કલાકોમાં સોશિયલ મીડિયા પર એવો ખુલાસો થયો કે જેને આખા ઘટનાક્રમની પોલ ખોલી મૂકી હતી.
રાહુલ ગાંધીના કોર્પોટેટ બેરોજગારો
જેવા સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના આ ફોટા વાઇરલ થયા તેની થોડી જ વારમાં નેટિઝન્સે જેમ્સ બોન્ડ બનીને આ આખા ઘટના ક્રમની પોલ ખોલી મૂકી હતી.
BHARAT JODO YATRA: Shows the “We Need Jobs” Banner!!
— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) September 17, 2022
1:- Where the lady who posted the picture works with “Oriental Group”
2:- In the second picture Girl Hold the iPhone 13. pic.twitter.com/IsoahcDrHH
નેટિઝન્સે રાહુલ ગાંધી સાથે ‘અમને નોકરીઓ જોઈએ છે’ વાળું બેનર લઈને ઉભી રહેલ એક યુવતી વિષે તાપસ કરી તો માલુમ પડ્યું કે તે કોઈ બેરોજગાર નહિ પરંતુ ઓરિએન્ટલ ગ્રુપ જેવી એક જાણીતી કંપનીની સેન્ટર હેડ નીકળી. જેની ખરાઈ માટે લોકોએ તેની સોશિયલ મીડિયા પ્રોફાઈલના સ્ક્રીનશોટ પણ જોડ્યા હતા.
IPhone वाले बेरोजगार 😄 pic.twitter.com/Z61LuS5S61
— Ajay Sehrawat (@IamAjaySehrawat) September 17, 2022
અન્ય ઘણા નેટિઝન્સે રાહુલ ગાંધી સાથે બેનર લઈને ઉભી રહેલ અન્ય એક યુવતીના હાથમાં દેખાઈ રહેલ મોબાઈલને ટાંકીને લખ્યું હતું કે જેના હાથમાં આઈફોન 13 જેવો મોંઘો મોબાઈલ હોય તે બેરોજગાર કઈ રીતે હોઈ શકે!
આમ આદમી પાર્ટીના ધંધાધારી બેરોજગાર
થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતના રાજકોટમાં આવ્યા હતા ત્યારે પણ આવો જ એક ઘટનાક્રમ બન્યો હતો. રાજકોટમાં પોતાના ચૂંટણી પ્રચારનો શુભારંભ કરતી વખતે કેજરીવાલ એક વ્યક્તિના ઘરે ગયા હતા જેણે પોતાને બેરોજગાર બતાવ્યો હતો. કેજરીવાલે તેને બેરોજગારી ભથ્થા માટેનું ગેરંટી કાર્ડ પણ આપ્યું હતું.
ઑપઇન્ડિયા દ્વારા જયારે આ ઘટનાનું સ્થળ પર જઈને ફેક્ટ-ચેક કરવામાં આવ્યું ત્યારે સાબિત થયું હતું કે તે વ્યક્તિ ભરત વાળા બેરોજગાર નથી અને તેણે પોતાને મીડિયા સામે ખોટી રીતે પ્રદર્શિત કર્યો હતો અને આમ આદમી પાર્ટીના કન્વીનરનો આ પ્રવાસ એકદમ પૂર્વઆયોજિત હતો અને તેમણે સ્ક્રિપ્ટ મુજબ નક્કી કરેલ લોકોને જ મળ્યા હતા.
આમ પોતાના રાજકીય લાભ માટે ખોટી પબ્લિસિટી કરવામાં આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ બંનેમાં સતત સ્પર્ધા ચાલી રહી છે. રોજેરોજ બંને પક્ષોના આવા કેટલાય ગતકડાં સામે આવતા રહે છે. બીજી બાજુ નોકરિયાતો અને ધંધાર્થીઓ પણ પોતાની રાજકીય વિચારધારા માટે બેરોજગાર તરીકે સામે આવતા ખચકાતા નથી.