રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (19 નવેમ્બર) વિશ્વ કપની ફાઈનલ મેચ રમાઈ. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી આ ઐતિહાસિક મેચમાં ભારત જીત ચૂકી ગયું, જેનો કરોડો ક્રિકેટપ્રેમીઓ અને ભારતવાસીઓને રંજ છે. પરંતુ આવી ક્ષણોમાં કોંગ્રેસને વધુ રસ રાજકારણ રમવામાં છે. કોંગ્રેસ આ હારની આડમાં પીએમ મોદીને ટાર્ગેટ કરવાનું ન ચૂકી અને ખોટા દાવા કર્યા.
પત્રકારમાંથી નેતા બનેલાં કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે રવિવારે રાત્રે X પર ફાઈનલ મેચ દરમિયાનનો એક વીડિયો પોસ્ટ કરીને પીએમ મોદીને ટાર્ગેટ કર્યા હતા. તેમણે 7 સેકન્ડનો એક વીડિયો પોસ્ટ કર્યો, જે મેચ વખતેનો હતો. આ વીડિયોમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ અન્ય નેતાઓ સ્ટેડિયમમાં બેસીને મેચ જોતા નજરે પડે છે.
Our team is in tears, the nation is heart broken — what is he smiling so widely about? pic.twitter.com/hp88TQlWbI
— Supriya Shrinate (@SupriyaShrinate) November 19, 2023
વીડિયોમાં બાજુમાં બેઠેલા ગૃહમંત્રી શાહ પીએમ મોદીને કશુંક કહેતા દેખાય છે, જેની ઉપર વડાપ્રધાન હસી પડે છે. આ વીડિયો પોસ્ટ કરીને કોંગ્રેસ નેતાએ લખ્યું- ‘આપણી (ક્રિકેટ) ટીમ દુઃખી છે. આખા દેશનું હ્રદય તૂટ્યું છે. તેઓ (મોદી) કઈ વાત પર આટલું હસી રહ્યા છે?’
સુપ્રિયાએ આ વીડિયો રાત્રે 9:49 કલાકે પોસ્ટ કર્યો હતો. ત્યાં સુધીમાં મેચ પૂર્ણ થઈ ચૂકી હતી. એટલે કે વીડિયો મારફતે એવો દાવો કરવાના પ્રયાસ કરવામાં આવ્યા કે ટીમ ઈન્ડિયા હારી ગઈ હોવા છતાં પીએમ મોદી સાથી નેતાઓ સાથે હસી રહ્યા છે.
પરંતુ સત્ય કંઈક જુદું છે અને આ ફેક્ટચેક કરવા માટે ક્યાંય બીજે જવાની જરૂર પણ નથી. કોંગ્રેસ નેતાએ પોસ્ટ કરેલા વીડિયોમાં જ તેનો જવાબ છે. વાસ્તવમાં સુપ્રિયા શ્રીનેત અને અન્યોએ જે વીડિયો પોસ્ટ કર્યો છે તે મેચ પૂર્ણ થયાના કલાક પહેલાંનો છે, મેચ પૂર્ણ થયા બાદનો નહીં.
Pappu Party proving how big pappus they are
— Prakash (@Gujju_Er) November 19, 2023
The footage you are using is from at least 1 hour before the result. pic.twitter.com/0wmQWAp3fC
ક્લિપમાં નીચે ઑસ્ટ્રેલિયાનો સ્કોર 172-3 જોવા મળે છે. બાજુમાં 32 ઓવર પણ લખેલું જોવા મળે છે. એટલે કે ત્યારપછી બીજી 11 ઓવર ફેંકાઇ હતી અને 70 રન થયા હતા. જે સમયે આ ઘટનાક્રમ કેમેરામાં કેદ થયો ત્યારે કોઈને ખબર ન હતી કે મેચનું પરિણામ શું આવશે, કારણ કે હજુ ખેલાડીઓ મેદાનમાં રમી રહ્યા હતા. જેથી પીએમ મોદી મેચના પરિણામ બાદ હસી રહ્યા હતા તેવો દાવો કરવો ખોટો અને પાયાવિહોણો છે.
પછીથી આ જ વાત ઘણા લોકોએ કૉમેન્ટ સેક્શનમાં જઈને કોંગ્રેસ નેતાને સમજાવી હતી.
Aunty… pic.twitter.com/ZxO2zXzy4A
— Crime Master Gogo (PARODY) 🇮🇳 (@vipul2777) November 19, 2023
How cheap and petty politics 🤦🏻🤦🏻🤦🏻
— Esha Srivastav🇮🇳🚩 (@EshaSanju15) November 19, 2023
This was when Aus still had to chase 70+ runs.
મેચની વાત કરવામાં આવે તો વર્લ્ડ કપની આ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં ભારતને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું, જે નિર્ણય પછીથી યોગ્ય સાબિત થયો. કારણ કે ટીમ ઇન્ડિયાએ શરૂઆત સારી કર્યા બાદ સ્કોરબોર્ડ ધીમું પડતું ગયું અને વિકેટ પણ પડતી ગઈ, જેના કારણે વધુ રન ન થઈ શક્યા. પછીથી પીછો કરવા ઉતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમની પણ શરૂઆત સામાન્ય રહી, પણ મિડલ ઓર્ડર બેટરોએ બાજી સંભાળી લીધી અને સરળ જીત મેળવી લીધી હતી.