Monday, April 29, 2024
More
    હોમપેજમંતવ્યરાજસ્થાનની અર્થવ્યવસ્થા બરબાદ કરતા ગયા અશોક ગેહલોત: ન GDP વધી, ન આર્થિક...

    રાજસ્થાનની અર્થવ્યવસ્થા બરબાદ કરતા ગયા અશોક ગેહલોત: ન GDP વધી, ન આર્થિક સ્થિતિ સુધરી; રાજ્ય પર ₹5.37 લાખ કરોડનું દેવું

    રાજસ્થાનમાં છેલ્લા ત્રણ દાયકાથી એવો ટ્રેન્ડ રહ્યો છે કે દર પાંચ વર્ષે સરકાર બદલાય છે. જોકે, જ્યારે-જ્યારે રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવી છે ત્યારે રાજસ્થાનની અર્થવ્યવસ્થા સતત ઘટતી ગઈ છે. આ વખતે પણ આંકડા તે જ કહી રહ્યા છે. જ્યાં એક તરફ રાજસ્થાન પર ભારે દેવું છે અને તે દેશમાં તેની GDPની તુલનામાં સૌથી વધુ દેવું લેનારા રાજ્યોમાં સામેલ છે.

    - Advertisement -

    રાજસ્થાનમાં સત્તા પરિવર્તન થઈ ગયું છે. નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ 15 ડિસેમ્બર 2023ના રોજ રાજસ્થાનના 16મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમણે કેટલાક મોટા નિર્ણયો પણ લીધા છે. જોકે, હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે, ખાસ કરીને ત્યારે કે જ્યારે અશોક ગેહલોતની આગેવાની હેઠળની અગાઉની કોંગ્રેસ સરકાર રાજસ્થાનની અર્થવ્યવસ્થાને બરબાદ કરીને ગઈ છે. અશોક ગેહલોત સકારથી લઈને હમણાં સુધીમાં રાજસ્થાનની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ હાલતે પહોંચી છે.

    રાજસ્થાનમાં છેલ્લા ત્રણ દાયકાથી એવો ટ્રેન્ડ રહ્યો છે કે દર પાંચ વર્ષે સરકાર બદલાય છે. જોકે, જ્યારે-જ્યારે રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવી છે ત્યારે રાજસ્થાનની અર્થવ્યવસ્થા સતત ઘટતી ગઈ છે. આ વખતે પણ આંકડા તે જ કહી રહ્યા છે. જ્યાં એક તરફ રાજસ્થાન પર ભારે દેવું છે અને તે દેશમાં તેની GDPની તુલનામાં સૌથી વધુ દેવું લેનારા રાજ્યોમાં સામેલ છે, તો બીજી તરફ છેલ્લા 5 વર્ષમાં તેની GDP કોઈ ખાસ વૃદ્ધિ થઈ નથી. આ સિવાય અશોક ગેહલોત સરકારની ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’ જેવી નીતિને કારણે રાજ્ય ભારે આર્થિક સંકટમાં ફસાયું છે.

    અશોક ગેહલોતના રાજમા દેવામાં ડૂબ્યું રાજસ્થાન

    રાજસ્થાન હાલની સ્થિતીએ ભારે દેવાના બોજથી દબાયેલું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો એક અહેવાલ દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2022-23ના અંત સુધીમાં રાજસ્થાન પર ₹5.37 લાખ કરોડનું દેવું છે. વર્ષ 2018મા જ્યારે અશોક ગેહલોત સત્તામાં આવ્યા ત્યારે આ દેવું માત્ર ₹2.81 લાખ કરોડ હતું. અશોક ગેહલોતે છેલ્લા પાંચ વર્ષમાં રાજસ્થાન પર ₹2.55 લાખ કરોડનું નવું દેવું ચડાવ્યું છે.

    - Advertisement -

    કોંગ્રેસ સરકારે રેવડી યોજનાઓ લાવવા અને મત મેળવવા માટે સરકારી તિજોરીને સતત લૂંટી છે. નોંધનીય છે કે વર્ષ 2018માં જ્યારે અશોક ગેહલોત સત્તામાં આવ્યા ત્યારે તેઓ અગાઉની વસુંધરા રાજે સરકારના લગભગ ₹1.63 લાખ કરોડના દેવાને ઘણું વધારે ગણાવતા હતા. હવે તેમણે પોતે જ રાજ્યને દેવાના દલદલમાં ધકેલી દીધું છે.

    રાજસ્થાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ રાજ્ય પર તેની GDPના 40% જેટલું દેવું છે. દેશમાં રાજ્ય અને કેન્દ્ર માટે ઉધાર મર્યાદા નક્કી કરતાં FRBM કાયદા હેઠળ, તે કોઈપણ રાજ્યમાં 20%થી વધુ ન હોવું જોઈએ. પરંતુ કોંગ્રેસ સરકારના વ્યર્થ ખર્ચને કારણે તે બમણું થઈ ગયું છે.

    GDP વધી નહીં, દેવું સતત વધતું રહ્યું

    એવું પણ નથી કે અશોક ગેહલોતે દેવું લઈને રાજ્યના વિકાસને કોઈ નવી ગતિ આપી. પરંતુ તેનાથી વિપરિત, તેમના શાસનમાં રાજસ્થાનની અર્થવ્યવસ્થા ખૂબ જ સામાન્ય ગતિએ વિકાસ પામી છે. વર્ષ 2013મા, જ્યારે કોંગ્રેસ સરકારે રાજ્ય છોડ્યું ત્યારે રાજસ્થાનની GDP ₹4.93 લાખ કરોડ હતી.

    ભાજપ સરકારમાં વર્ષ 2018 સુધીમાં તે વધીને ₹6.28 લાખ કરોડ થઈ ગઈ. આ પછી, 2018 અને 2023 વચ્ચે રાજ્યની GDP ₹7.99 લાખ કરોડ હતી. બંને સમયગાળામાં રાજ્યની GDP 27.2% વધી હતી. પરંતુ એટલી જ વૃદ્ધિ માટે કોંગ્રેસ સરકારે ઘણી વધુ લોન લીધી.

    ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’

    છેલ્લાં પાંચ વર્ષમાં કોંગ્રેસ સરકારે ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’ની નીતિ અપનાવી છે. રાજ્યની રાજકોષીય ખાધ (સરકારની કમાણી અને ખર્ચ વચ્ચેનો તફાવત) છેલ્લા પાંચ વર્ષમાં ઝડપથી વધી છે. વર્ષ 2018માં જ્યારે ભાજપ સરકાર સત્તામાંથી બહાર આવ ત્યારે તે ₹25,342 કરોડ હતી, જે વર્ષ 2023 સુધીમાં અશોક ગેહલોતના વિદાય પછી બમણાથી વધુ વધીને ₹58,212 કરોડ થઈ ગઈ છે. આ ખાધ રાજસ્થાનની GDPની 4.3% જેટલી છે. નિયમ કહે છે કે તે 3%થી વધુ ન હોવી જોઈએ.

    પાંચ વર્ષ સુધી રાજ્યની આર્થિક સ્થિતિ બગાડ્યા બાદ અશોક ગેહલોત હવે સત્તામાંથી બહાર થયા છે. આવી સ્થિતિમાં નવા મુખ્યમંત્રી ભજનલાલે ખૂબ જ સાવધાનીથી કામ કરવું પડશે. એક તરફ તેઓએ દેવું ઘટાડવું પડશે તો બીજી તરફ સ્થગિત અર્થવ્યવસ્થાને પણ પુનર્જીવિત કરવી પડશે. આ સિવાય આર્થિક વિકાસ માટે કાયદો અને વ્યવસ્થાને ઠીક કરવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં