Tuesday, May 7, 2024
More
    હોમપેજરાજકારણAAPની જગ્યાએ ભાજપને વોટ કરવાની હાકલ કરનાર ધોરાજી બેઠકના કોંગ્રેસી ઉમેદવાર લલિત...

    AAPની જગ્યાએ ભાજપને વોટ કરવાની હાકલ કરનાર ધોરાજી બેઠકના કોંગ્રેસી ઉમેદવાર લલિત વસોયાએ પરિણામો પહેલા જ હાર સ્વીકારી

    લલિત વસોયાએ પત્રકારોને કહ્યું હતું કે, "મારી બેઠક પર આમ આદમી પાર્ટી કૉંગ્રેસને નુકસાન કરી રહી છે. હું સ્પષ્ટ પણે કહું તો આમ આદમી પાર્ટીને કારણે હું ધોરાજી-ઉપલેટાની બેઠક હારી રહ્યો છું. આમ આદમી પાર્ટી કૉંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહી છે. કૉંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનનો કોઈ સવાલ જ નથી. આમ આદમી પાર્ટી ભાજપના ઈશારે કૉંગ્રેસને નુકસાન પહોંચાડવા માટે ચૂંટણી લડવા આવી છે."

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીની મત ગણતરી શરુ થઇ ચુકી છે, ત્રીપાંખીયા જંગ વચ્ચે અત્યાર સુધીના બહાર આવેલા આંકડાઓ અનુસાર ગુજરાતમાં ફરી એક વાર ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી સાથે પોતાની સરકાર બનાવવા જઈ રહી છે. તમામ પાર્ટીઓ પોતાની બેઠકો વધે તેની રાહમાં જીવ ઉંચો કરીને બેઠી છે તેવામાં અંતિમ પરિણામો પહેલા જ કોંગ્રેસનો ગઢ ગણાતી ધોરાજી બેઠકના કોંગ્રેસી ઉમેદવાર લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી છે.

    મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ ગણાતી ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી છે. તો આ ચૂંટણીમાં 32 વર્ષ બાદ કોંગ્રેસની સૌથી કારમી હારના સંકેત જોવા મળ્યા છે. ત્યારે શરૂઆતના સંકેતો અને વલણો બાદ ધોરાજી બેઠક ઉપરથી કોંગ્રેસના આ ઉમેદવારે પોતે જ હાર સ્વીકારી લીધી છે.

    લલિત વસોયાએ પત્રકારોને કહ્યું હતું કે, “મારી બેઠક પર આમ આદમી પાર્ટી કૉંગ્રેસને નુકસાન કરી રહી છે. હું સ્પષ્ટ પણે કહું તો આમ આદમી પાર્ટીને કારણે હું ધોરાજી-ઉપલેટાની બેઠક હારી રહ્યો છું. આમ આદમી પાર્ટી કૉંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહી છે. કૉંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનનો કોઈ સવાલ જ નથી. આમ આદમી પાર્ટી ભાજપના ઈશારે કૉંગ્રેસને નુકસાન પહોંચાડવા માટે ચૂંટણી લડવા આવી છે.”

    - Advertisement -

    ‘આપને મત આપવા કરતાં ભાજપને આપજો’ – વસોયા

    નોંધનીય છે કે થોડા સમય પહેલા કોંગ્રેસનેતા લલિત વસોયાનો એક વિડીયો વાઇરલ થયો હતો, જેમાં તેઓ ભાજપને મત આપવા માટે સૌને કહી રહ્યા હતા.

    લલિત વસોયા ધોરાજીમાં આ સભા સંબોધી રહ્યા હતા. આ દરમિયાન વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ મંચ પર હાજર હતા. લલિત વસોયાએ આમ આદમી પાર્ટી અને ભાજપની વાત કરીને ‘આપ’ને ભાજપની બી ટીમ ગણાવીને કહ્યું કે, આમ આદમી પાર્ટીને મત આપવા કરતાં ભાજપને મત આપજો.

    વાઇરલ વીડિયોમાં તેઓ કહેતા સંભળાય છે કે, “કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું આ મંચ પરથી કહું છું, આમ આદમી પાર્ટીને મત આપવા કરતાં ભારતીય જનતા પાર્ટીને મત આપજો.” લલિત વસોયાની આ વિડીયો ક્લિપ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી.

    આ સિવાય જેતપુરના કોંગ્રેસ ઉમેદવાર દીપક વેકરીયા એ પણ પરિણામો પહેલા પોનાતી હર સ્વીકારી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. પ્રજાનો વિશ્વાસ ન જીતી શકનાર કોંગ્રેસના નેતાઓ પોતાની કારમી હારનું ઠીકરું આમ આદમી પાર્ટી ઉપર ફોડી રહ્યા છે, જયારે આ વખતને વિધાન સભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ તો ઠીક, હાઈ કમાન્ડે પણ નીરસતા દાખવી હતી.

    આજે EVMમાં બંધ ગુજરાતના રાજકારણનું ભાવી આવનારા 5 વર્ષ માટે નક્કી થશે, ત્યારે અંદાજે 5 વાગ્યા પહેલા તમામ મતગણતરી પૂરી થઇને અંતિમ પરિણામો જાહેર થાય તેવી શક્યતાઓ છે, જોકે હાલ તો ભારતીય જનતા પાર્ટી જ એક માત્ર ગુજરાતમાં ફરી સરકાર રચતી જોવા મળી રહિક છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં