Thursday, May 2, 2024
More
    હોમપેજરાજકારણઅગ્નિવીરના મૃત્યુ પર AAP-કોંગ્રેસ-અકાલી દળે રાજકારણ રમવાનું શરૂ કર્યું, સેનાની વાત પણ...

    અગ્નિવીરના મૃત્યુ પર AAP-કોંગ્રેસ-અકાલી દળે રાજકારણ રમવાનું શરૂ કર્યું, સેનાની વાત પણ સાંભળવા રાજી નહીં: જાણો શું છે મામલો

    અમૃતપાલ સિંઘ જમ્મુ અને કાશ્મીરના પૂંછ વિસ્તારમાં તેમની યુનિટ 10- જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સ સાથે તૈનાત હતા. 10 ઓકટોબર 2023ના રોજ માથામાં ગોળી વાગતા તેમનું મૃત્યુ થયું હતું.

    - Advertisement -

    કોંગ્રેસ પાર્ટીએ સેના અને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. આ મામલો એક અગ્નિવીરના મૃત્યુ બાદ ગાર્ડ ઓફ ઑનર સાથે જોડાયેલો છે. અગ્નિવીર જવાન અમૃતપાલ સિંઘ પંજાબના માનસાના રહેવાસી હતા, જ્યાં તેમના પાર્થિવ દેહને ખાનગી એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો હતો. તે ઉપરાંત આર્મીના બદલે પંજાબ પોલીસે અમૃતપાલ સિંઘને ગાર્ડ ઓફ ઑનર આપ્યું હતું. તેને લઈને કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળે રાજનીતિ શરૂ કરી દીધી. તેમણે ન તો પરિસ્થિતિ તરફ ધ્યાન આપ્યું કે ન તો પોલિસી તરફ.

    આ મામલો 13 ઓકટોબરનો છે, જ્યારે અગ્નિવીર અમૃતપાલ સિંઘને અંતિમ વિદાય આપવામાં આવી હતી. અગ્નિવીર અમૃતપાલ સિંઘનું પૈતૃક ઘર પંજાબના માનસા જિલ્લાના કોટલી કલાં ગામમાં છે. અગ્નિવીરના મૃત્યુ બાદ અંતિમ વિદાય સમયે ગાર્ડ ઓફ ઓનર ન આપવામાં આવતા કોંગ્રેસ પાર્ટીએ ટીકા કરી છે. જોકે, રાજનીતિ કરી રહેલી કોંગ્રેસે સેનાએ જે કહ્યું, તે નથી વાંચ્યું. સેનાએ જણાવ્યું છે કે, “મૃત્યુનું કારણ પોતાને જ પહોંચાડેલી ઈજા છે. હાલની નીતિ અનુસાર કોઈ ગાર્ડ ઓફ ઑનર અથવા સૈન્ય અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા નથી.”

    નોંધનીય છે કે અમૃતપાલ સિંઘ જમ્મુ અને કાશ્મીરના પૂંછ વિસ્તારમાં તેમની યુનિટ 10- જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સ સાથે તૈનાત હતા. 10 ઓકટોબર 2023ના રોજ માથામાં ગોળી વાગતા તેમનું મૃત્યુ થયું હતું.

    - Advertisement -

    કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

    આ મામલે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંઘ રાજા વારિંગે X પર લખ્યું કે, “આ આપણા દેશ માટે એક દુખદ દિવસ છે કારણ કે જેમને અગ્નિવીર યોજના હેઠળ ભરતી કરવામાં આવ્યા હતા, તેમને પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં ઘરે પરત મોકલવામાં આવ્યા અને સેના દ્વારા કોઈ ગાર્ડ ઓફ ઓનર ન આપવામાં આવ્યું. શું અગ્નિવીર હોવાનો મતલબ એ છે કે તેમનું જીવન એટલું મહત્વનું નથી?”

    પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું પણ આ મામલે નિવેદન સામે આવ્યું છે. તેમણે X પર લખ્યું કે રાજ્ય સરકાર અમૃતપાલ સિંઘને શહીદ માનશે અને તેમના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય આપશે.

    સેનાએ કહી આ વાત

    ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા એક સમાચારમાં સેનાને ટાંકીને લખવામાં આવ્યું છે કે, “અગ્નિવીર અમૃતપાલ સિંઘનું રાજૌરી સેક્ટરમાં સેન્ટ્રી ડયુટી દરમિયાન પોતાની જ બંદૂકની ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. આ મામલે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી ચાલી રહી છે. મૃતકના પાર્થિવ શરીરને એક જુનિયર કમિશન્ડ અધિકારી અને ચાર અન્ય રેન્કના લોકો સાથે, અગ્નિવીરની યુનિટ દ્વારા ભાડે કરાયેલી એક સિવિલ એમ્બ્યુલન્સમાં લઈ જવાયું છે. અંતિમ સંસ્કારમાં તેમની સાથે સેનાના જવાનોએ પણ ભાગ લીધો હતો. અમૃતપાલ સિંઘના મૃત્યુનું કારણ પોતાના દ્વારા પહોંચાડેલી ઈજા (સંભવિત આત્મહત્યા) છે. વર્તમાન નીતિઓ અનુસાર, આમાં ગાર્ડ ઓફ ઑનર અથવા સૈનિક સન્માનનો સમાવેશ થતો નથી.”

    પોતાની ગોળી લાગવાથી થયું મૃત્યુ

    અગ્નિવીર સ્કીમ શરૂ થયા બાદથી અમૃતપાલ સિંઘ પહેલા અગ્નિવીર છે, જેમનું મૃત્યુ થયું છે. જોકે, તેઓ યુદ્ધની પરિસ્થિતિમાં, આપદામાં અથવા કોઈ અન્ય ડયુટી સંબંધિત પરિસ્થિતિઓની જગ્યાએ સંદિગ્ધરૂપે પોતાની જ ગોળી વાગવાથી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. તેમનું પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાં હતું. તેમના મૃત્યુના તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ગોળી આકસ્મિત રીતે ચાલી કે આત્મહત્યાના ઈરાદાથી ચલાવવામાં આવી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.

    નોંધવા જેવું છે કે, કોંગ્રેસ એ જ રાજકીય પાર્ટી છે જે પુલવામાં હુમલા બાદ પણ ભારતીય સેના પર પ્રશ્નો ઉઠાવી રહી હતી

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં