Sunday, April 28, 2024
More
    હોમપેજક્રાઈમ'વિપક્ષ નેતા મેં સે તેરા નામ હટા લે, વરના ચેહરે પે એસિડ...

    ‘વિપક્ષ નેતા મેં સે તેરા નામ હટા લે, વરના ચેહરે પે એસિડ ડાલ દેંગે’: ચાંદખેડાના મહિલા કોંગ્રેસ કોર્પોરેટરને દાણીલીમડાના ઈમ્તિયાઝ અને જમશેદે આપી ધમકી, એટ્રીસિટી બાદ ધરપકડ

    ઉલ્લેખનીય છે કે જે કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીને દાણીલીમડાના ઈમ્તિયાઝ અને જમશેદ શેખે હત્યાની ધમકી આપી તેમણે હજુ 2 મહિના પહેલા જ કબ્રસ્તાન માટે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. આ વિશે માહિતી આપતા તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, "કદાચ તેવું પણ બની શકે કે કબ્રસ્તાન માટે મેં જે ગ્રાન્ટ ફાળવી છે તે તેમને પસંદ ન આવ્યું હોય."

    - Advertisement -

    ચાંદખેડા કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીને AMCમાં વિપક્ષના નેતાની પસંદગી મામલે દાણીલીમડાના ઈમ્તિયાઝ અને જમશેદ શેખે હત્યાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. હત્યાની ધમકી આપનાર બંને આરોપીઓએ કેસરીને જાતિ સૂચક શબ્દો કહી ચહેરા પર એસીડ નાંખવાણી ધમકી પણ આપી હતી. જેને લઈને રાજશ્રીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. બંને આરોપીઓ વિરુદ્ધ ધમકીઓ તેમજ એટ્રોસિટીની કલમો અંતર્ગત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    મળતી માહિતી અનુસાર AMCમાં વિપક્ષના નેતાની પસંદગી મામલે છેલ્લા કેટલાક સમયથી ચાંદખેડાના કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીને ફોન અને સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકીઓ મળી રહી હતી. બંને આરોપીઓ દ્વારા આ મહિલા કોર્પોરેટરને અલગ અલગ નંબર પરથી કૉલ કરવામાં આવી રહ્યા હતા. સાથે જ તેમના અન્ય એક સાથી કોર્પોરેટર દ્વારા પણ તેમને આ વિશે માહિતી આપવામાં આવી હતી. ધમકી આપનારા બંને આરોપીઓ દાણીલીમડાના રહેવાસી છે.

    નોંધનીય છે કે દાણીલીમડાના ઈમ્તિયાઝ શેખ અને જમશેદ શેખ નામના આ બંને આરોપીઓએ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરને AMCમાં વિપક્ષના નેતાની પસંદગી માટે પોતાનું નામ પરત ખેંચી લેવા આ પ્રકારની ધમકીઓ આપી રહ્યા હતા. એ સંયોગ જ હોઈ શકે કે હાલ દાણીલીમડાના કોંગ્રેસ નેતા શહેઝાદ પઠાણ હાલ વિપક્ષના નેતાના હોદ્દા પર છે.

    - Advertisement -

    ‘તારી અંતિમ યાત્રાની તૈયારી કરી લે’ તેવી ધમકીઓ આપી: રાજશ્રી કેસરી

    ઘટના વિશે ઑપઇન્ડિયા સાથે વાત કરતા રાજશ્રી કેસરીએ જણાવ્યું હતું કે, “બંને આરોપીઓ મને છેલ્લા 10-15 દિવસથી ફોન પર ધમકી આપતા હતા. તેઓ કહેતા કે તમે ઘરની બહાર નીકશો તો જાનથી મારી નાંખીશું, મોઢા પર એસીડ નાંખી દઈશું. તારી અંતિમ યાત્રાની તૈયારી કરી લે… આવી બધી ધમકીઓ આપી રહ્યા હતા. શરૂઆતમાં મેં કશું ગણકાર્યું નહીં, પણ પછી પરમદિવસે મને લાગ્યું કે આ થોધુ વધુ ગંભીર થઇ રહ્યુ છે. મને પહેલા તો ખબર જ નહોતી કે આ વ્યક્તિઓ કોણ છે, પછી તેઓ સોશિયલ મીડિયા પર મારી છબી ખરડાય તે પ્રકારની સામગ્રી મુકવા લાગ્યા, એટલે મને મારા સાથી કોર્પોરેટર કમળા બહેને આ વિશે જાણ કરી કે સોશિયલ મીડિયામાં આ પ્રકારે ચાલી રહ્યું છે. એટલે બાદમાં હું ચાંદખેડા પોલીસ સ્ટેશન જઈ અને ત્યાં હત્યાની ધમકી, એટ્રોસિટી સહિતની ફરિયાદ આપી છે.”

    આ વ્યક્તિઓ કોણ છે અને ધમકી આપવા પાછળનું કારણ શું તેવા સવાલ પર રાજશ્રીએ જણાવ્યું હતું કે, “મને હજુ સુધી કશું જ જાણવા નથી મળ્યું. પરમ દિવસે પોલીસ જયારે આરોપીઓને પકડીને લાવી ત્યાર જ મને જાણ થઇ કે આ બંને વ્યક્તિઓ દાણીલીમડા ખાતે રહે છે અને તેમના નામ ઈમ્તિયાઝ શેખ અને જમશેદ શેખ છે.” નોંધનીય છે કે કેટલાક લોકો તેમ પણ કહી રહ્યા છે આરોપીઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ જ છે અને ઑપઇન્ડિયાએ જયારે કેસરીને આ વિષે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમને આ વિશે વધુ જાણકરી નથી.

    કબ્રસ્તાન માટે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી કદાચ તે ન ગમ્યું: રાજશ્રી કેસરી

    ઉલ્લેખનીય છે કે જે કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીને દાણીલીમડાના ઈમ્તિયાઝ અને જમશેદ શેખે હત્યાની ધમકી આપી તેમણે હજુ 2 મહિના પહેલા જ કબ્રસ્તાન માટે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી. આ વિશે માહિતી આપતા તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “કદાચ તેવું પણ બની શકે કે કબ્રસ્તાન માટે મેં જે ગ્રાન્ટ ફાળવી છે તે તેમને પસંદ ન આવ્યું હોય. કારણકે હું એક જ તેવી વ્યક્તિ છે જેણે ત્યાં 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. મારા સિવાયના મારા સાથીઓમાં પણ કોઈએ 2 લાખ તો કોઈએ 3 લાખ ફાળવ્યા છે. પણ 5 લાખ ફાળવનાર ખાલી હું એક જ છું. એટલે કદાચ બીજા લોકોને તેમ થઇ રહ્યું હશે કે આ કેમ કામ કરી રહ્યા છે.”

    કેસરીએ ઑપઇન્ડિયાને આગળ જણાવ્યું હતું કે પોલીસની કામગીરીથી તેમને પુરતો સંતોષ છે. તેમના ફરિયાદ દાખલ કરવાના 2 કે 3 કલાકની અંદર જ પોલીસે બંને ધમકી આપનારાઓને ઝડપી લીધા હતા. સાથે જ બંને આરોપીઓ ગઈ કાલ સુધી લોકપમાં હતા. સાથે જ પોલીસે જે પ્રમાણે આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી તેનાથી તેમને પુરતો સંતોષ છે તેમ ચાંદખેડાના કોંગ્રેસી કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં