Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆઝમગઢ અને આઝમનો ગઢ - બંને બેઠકો પર ભગવો લહેરાયોઃ નિરહુઆએ અખિલેશ...

    આઝમગઢ અને આઝમનો ગઢ – બંને બેઠકો પર ભગવો લહેરાયોઃ નિરહુઆએ અખિલેશ યાદવના ભાઈને હરાવ્યા, અને મજબૂત બન્યા ‘બ્રાન્ડ યોગી’

    ચૂંટણીનાં પરિણામોમાં આઝમ ખાનના ગઢ ગણાતા રામપુરના લોકોએ ત્યાં ભગવો લહેરાવ્યો છે.

    - Advertisement -

    આજે જાહેર થયેલ પેટા ચૂંટણીનાં પરિણામોમાં આઝમ ખાનના ગઢ ગણાતા રામપુરના લોકોએ ત્યાં ભગવો લહેરાવ્યો છે. બીજી તરફ સપાના સ્થાપક પરિવારના ગઢ આઝમગઢમાંથી દિનેશ લાલ યાદવ નિરહુઆ વિજેતા બન્યા છે.

    દિનેશ લાલ યાદવ નિરહુઆ 2019ની લોકસભા ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સામે હારી ચૂક્યા હતા, પરંતુ આ વખતે તેણે અખિલેશના ભાઈ ધર્મેન્દ્રને હરાવીને પોતાનો બદલો પૂરો કર્યો છે. રામપુરથી ભાજપના ઘનશ્યામ સિંહ જીત્યા છે. આનાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની છબી વધુ મજબૂત થઈ છે.

    સીએ યોગીએ પેટાચૂંટણી દરમિયાન બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. જ્યાં સુધી ધર્મેન્દ્ર યાદવનો સવાલ છે, આ પહેલા તેઓ સતત ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. 2004માં, જ્યાં તેઓ મૈનપુરીથી જીત્યા હતા, ત્યાં 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં તેમને સપા દ્વારા બુદૌનથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને જીત્યા હતા. આ બે ચૂંટણી પરિણામોના કારણે માત્ર સમાજવાદી પાર્ટી જ નહીં પરંતુ મુલાયમ સિંહ યાદવના પરિવારને મોટો આંચકો લાગ્યો છે.

    - Advertisement -

    આ પેટાચૂંટણીનું પરિણામ એટલા માટે પણ મહત્વનું છે કારણ કે અખિલેશ યાદવ અને આઝમ ખાને પોતપોતાની સીટો ખાલી કરી દીધી હતી. અખિલેશ યાદવ કરહાલથી અને આઝમ ખાને રામપુરથી જ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ધારાસભ્ય તરીકે રહીને રાજ્યની રાજનીતિમાં સમય આપવાનું નક્કી કર્યું હતું. સપાને બંને બેઠકો જીતવાનો વિશ્વાસ હતો. આઝમગઢ મુલાયમ પરિવારનો જૂનો ગઢ રહ્યો છે અને રામપુરમાં આઝમ ખાનના પરિવારની દાદાગીરી ચાલુ છે.

    બીજી તરફ માયાવતીએ આઝમગઢથી ગુડ્ડુ જમાલીને બસપા તરફથી મેદાનમાં ઉતાર્યા હતા, જે ત્રીજા ક્રમે આવ્યા હતા. હવે વાત એવી પણ ચાલી રહી છે કે અખિલેશ યાદવે દબાણમાં મુલાયમ સિંહ યાદવ જૂથના ધર્મેન્દ્ર યાદવને ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો હતો અને તેથી જ તેમણે પેટાચૂંટણીમાં રસ દાખવ્યો ન હતો. આઝમ ખાન સાથે તેમનો મુકાબલો પણ ચાલુ રહ્યો. મતદાનની ટકાવારી ભલે ઓછી રહી હોય, પરંતુ પેટાચૂંટણીમાં વિજય પણ પોતાનું આગવું મહત્વ ધરાવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં