Monday, September 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'હવેથી સમજી-વિચારીને જ મુસ્લિમ ઉમેદવારોને તક અપાશે': ચૂંટણીમાં ખાતું ન ખૂલતાં મુસ્લિમો...

    ‘હવેથી સમજી-વિચારીને જ મુસ્લિમ ઉમેદવારોને તક અપાશે’: ચૂંટણીમાં ખાતું ન ખૂલતાં મુસ્લિમો પર ભડક્યા બસપા પ્રમુખ માયાવતી, કહ્યું- તેઓ હજુ BSPને ઓળખી નથી શક્યા

    માયાવતીએ કહ્યું, "છેલ્લી ઘણી ચૂંટણીઓ અને હમણાંની લોકસભા ચૂંટણીમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું હોવા છતાં મુસ્લિમ સમાજ બસપાને સારી રીતે સમજી શક્યો નથી. હવે આવી સ્થિતિમાં આગળ જઈને સમજી-વિચારીને જ તેમને તક આપવામાં આવશે."

    - Advertisement -

    લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. હવે સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે કે, દેશમાં ત્રીજી વખત NDAની સરકાર બનવા જઈ રહી છે. ચૂંટણી પરિણામમાં દેશની મોટા ભાગની પાર્ટીઓના ખાતા ખૂલી ગયા છે. પરંતુ બહુજન સમાજ પાર્ટી (બસપા) ખરાબ રીતે ધોવાઈ ગઈ છે, આ ચૂંટણીમાં તેને એકપણ સીટ મળી શકી નથી. જેને લઈને હવે BSP સુપ્રીમો માયાવતી મુસ્લિમો પર ભડકી ઉઠયા છે. તેમણે કહ્યું છે કે, BSP મુસ્લિમોને યોગ્ય પ્રતિનિધિત્વ આપે છે, પરંતુ બદલામાં કઈ મળતું નથી. તેવામાં હવેથી સમજી-વિચારીને મુસ્લિમ ઉમેદવારોને તક આપવામાં આવશે.

    લોકસભા ચૂંટણીમાં ખાતું ન ખૂલતાં બસપા પ્રમુખ માયાવતી મુસ્લિમો પર ભડકી ઉઠયા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પત્ર શેર કરીને મુસ્લિમો પ્રત્યે નારાજગી દર્શાવી છે. તેમણે બે પાનાંના પત્રમાં કહ્યું કે, “છેલ્લી ઘણી ચૂંટણીઓ અને હમણાંની લોકસભા ચૂંટણીમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું હોવા છતાં મુસ્લિમ સમાજ બસપાને સારી રીતે સમજી શક્યો નથી. હવે આવી સ્થિતિમાં આગળ જઈને સમજી-વિચારીને જ તેમને તક આપવામાં આવશે. કારણ કે, તેનાથી પાર્ટીને ભવિષ્યમાં આ રીતે ભયંકર નુકશાન ન થઈ શકે.”

    પત્રમાં તેમણે અન્ય પણ ઘણા મુદ્દાઓ પર પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. માયાવતીએ આટલી ગરમીમાં લોકસભા ચૂંટણી યોજવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું કે, “બસપા શરૂઆતથી ચૂંટણી પંચ પાસેથી માંગ કરી રહી હતી કે, ચૂંટણીને વધુ સમય સુધી ન ખેંચો. આ ચૂંટણી સાત તબક્કામાં લગભગ અઢી મહિના સુધી ચાલી હતી. ચૂંટણી યોજતાં સમયે સામાન્ય લોકોની સાથે લાખો સરકારી કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. વધુમાં વધુ ત્રણ કે ચાર તબક્કામાં ચૂંટણી યોજાવી જોઈએ. જનજીવન અસ્તવ્યસ્ત થવાના કારણે ચૂંટણી ઘણી પ્રભાવિત થઈ છે. જેના કારણે વોટ ટકાવારીને ઘણી અસર થઈ છે.”

    - Advertisement -

    નોંધનીય છે કે, આ પહેલાં 2014ની લોકસભા ચૂંટણીમાં બસપાને યુપીમાં ઝીરો બેઠકો મળી હતી. 10 વર્ષ બાદ ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. બસપાએ સૌથી વધુ 35 ઉમેદવારો પર દાવ લગાવ્યો હતો. તેમ છતાં મુસ્લિમોના તમામ મત સપા અને કોંગ્રેસના ખાતામાં જતાં રહ્યા હતા. બસપાનો મુસ્લિમ-દલિત ફેક્ટર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે. આ જ કારણ છે કે, ચૂંટણી પરિણામો બાદ માયાવતી મુસ્લિમ સમાજ પર ભડકી ઉઠયા છે અને ભવિષ્યમાં પ્રતિનિધિત્વ આપવામાં કાળજી રાખવાનું કહી દીધું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં