Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘AAPને ₹25 કરોડ આપો, નહીંતર…’: કે કવિતાએ શરત રેડ્ડીને ધમકી આપી હોવાનો...

    ‘AAPને ₹25 કરોડ આપો, નહીંતર…’: કે કવિતાએ શરત રેડ્ડીને ધમકી આપી હોવાનો CBIનો કોર્ટમાં ઘટસ્ફોટ, BRS નેતા 15 એપ્રિલ સુધી એજન્સીની કસ્ટડીમાં

    CBIએ સ્પેશ્યલ જજ કાવેરી બાવેજાને જણાવ્યું હતું કે, શરત રેડ્ડી કવિતાના દબાણ અને ધમકી બાદ જ દિલ્હીમાં દારૂનો ધંધો કરવા માટે તૈયાર થયા હતા. કવિતાએ શરત રેડ્ડીને કહ્યું હતું કે, તેમની લિન્ક દિલ્હીની AAP સરકાર સાથે છે. દિલ્હીમાં બનેલી નવી લિકર પોલિસી હેઠળ બિઝનેસમાં મદદ પણ કરવામાં આવશે.

    - Advertisement -

    ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) નેતા કે કવિતાને લઈને CBIએ દિલ્હીની રોઝ એવન્યુ કોર્ટમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે. એજન્સીએ શુક્રવારે (12 એપ્રિલ, 2024) કોર્ટને જણાવ્યું છે કે, કે કવિતાએ અરબિંદો ફાર્માના પ્રમોટર શરત ચંદ્ર રેડ્ડી પર આમ આદમી પાર્ટીને (AAPને) ₹25 કરોડ આપવાનું દબાણ કર્યું હતું અને ધમકી આપી હતી. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના જણાવ્યા અનુસાર, કવિતાએ શરત રેડ્ડીને ધમકી આપી હતી કે, જો તેઓ દિલ્હીની નવી લિકર પોલિસી હેઠળ 5 રિટેલ ઝોન મેળવવા માંગતા હોય તો તેમણે AAPને ₹25 કરોડ ચૂકવવા પડશે અને આવું ન કરવા પર તેઓ તેલંગાણા અને દિલ્હીમાં તેમના બિઝનેસને નુકસાન પહોંચાડી શકે છે.

    CBIએ આ દલીલો કવિતાની કસ્ટડીની માંગણી સાથે કરી હતી. કોર્ટે પણ કવિતાને 15 એપ્રિલ સુધી CBIની કસ્ટડીમાં મોકલી દીધાં છે. શરત રેડ્ડી દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરોપી હતા, જેની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કરી રહી છે. જે બાદ તેઓ સરકારી ગવાહ બની ગયા હતા. આ મામલે CBIએ રેડ્ડી વિરુદ્ધ હજુ સુધી ચાર્જશીટ દાખલ કરી નથી.

    ‘દારૂના ધંધા માટે શરત પર કવિતાએ કર્યું હતું દબાણ’- CBI

    તપાસ એજન્સી CBIએ સ્પેશ્યલ જજ કાવેરી બાવેજાને જણાવ્યું હતું કે, શરત રેડ્ડી કે કવિતાના દબાણ અને ધમકી બાદ જ દિલ્હીમાં દારૂનો ધંધો કરવા માટે તૈયાર થયા હતા. કવિતાએ શરત રેડ્ડીને કહ્યું હતું કે, તેમની લિન્ક દિલ્હીની AAP સરકાર સાથે છે. દિલ્હીમાં બનેલી નવી લિકર પોલિસી હેઠળ બિઝનેસમાં મદદ પણ કરવામાં આવશે.

    - Advertisement -

    CBIએ આરોપ લગાવ્યો કે, “કવિતાએ શરત ચંદ્ર રેડ્ડીને કહ્યું હતું કે, દારૂનો ધંધો કરવા માટે આમ આદમી પાર્ટીને દરેક રિટેલ ઝોન માટે પાંચ-પાંચ કરોડની ચૂકવણી કરવી પડશે. આટલી જ ચૂકવણી તેમના સહયોગી અરુણ આર પિલ્લાઈ અને અભિષેકને પણ કરવાની છે. જે બદલામાં વિજય નાયર સાથે કોઓર્ડિનેટ કરશે. વિજય નાયર અરવિંદ કેજરીવાલના પ્રતિનિધિ હતા.”

    નોંધનીય છે કે, EDએ 15 માર્ચે હૈદરાબાદ સ્થિત કવિતાના ઘરેથી જ તેમની ધરપકડ કરી લીધી હતી. CBIએ પૂછપરછ બાદ ગુરુવારે (11 એપ્રિલ) તેમની કસ્ટડી મેળવી હતી. એજન્સીએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન BRS નેતાએ પુરાવા દેખાવડા પર પણ કોઈ સવાલોના જવાબ આપ્યા નથી. જે બાદ શુક્રવારે (12 એપ્રિલ) તેમને દિલ્હીની રોઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં અને વધુ પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે એજન્સીનો પક્ષ સાંભળ્યા બાદ કવિતાને 15 એપ્રિલ સુધી CBI કસ્ટડીમાં મોકલી દીધાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં