Sunday, May 19, 2024
More
    હોમપેજગુજરાત'લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર 5 લાખથી વધુની લીડથી જીતીશું': રાજકોટમાં...

    ‘લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર 5 લાખથી વધુની લીડથી જીતીશું’: રાજકોટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, કહ્યું- મહિલાઓ અને યુવાનોને પણ તક મળશે

    ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે રાજકોટ ખાતે સંબોધન કરતાં કહ્યું હતું કે અગામી 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતની તમામ 26 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવશે.

    - Advertisement -

    રાજકોટમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજરી આપવા પહોંચ્યા હતા. વેલનાથપરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાટીલે અગામી 2024ની ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું. સી. આર પાટીલે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે અગામી ચૂંટણીઓમાં ભાજપ તમામ બેઠકો પર જીતનો ઝંડો ફરકાવશે. સાથે જ તેમણે મહિલાઓ અને યુવા ઉમેદવારો વિશે પણ વાત કરી હતી.

    ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે રાજકોટ ખાતે સંબોધન કરતાં કહ્યું હતું કે અગામી 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતની તમામ 26 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવશે. આટલું જ નહીં, ભાજપ પ્રદેશ પ્રમુખે પોતાના સંબોધનમાં તેમ પણ કહ્યું હતું કે આ વખતે ભાજપ દરેક બેઠક પર 5 લાખથી પણ વધુની લીડ સાથે જીત નોંધાવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં મહિલાઓ અને યુવાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે રાજકોટ પહોંચતાં પહેલાં પાટીલ મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે યોજાયેલી રામ કથામાં પહોંચ્યા હતા. નાની વાવડી ખાતે ચાલી રહેલી કથાકાર મોરારી બાપુની કથામાં પાટીલે વ્યાસપીઠના દર્શન કર્યા અને કથા પણ સાંભળી. આ સમયે ટૂંકું સંબોધન કરતાં પાટીલે આયોજકોનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે સંત મોરારીબાપુને ધર્મનો ઉદ્દેશ અને કુરિવાજો દૂર કરવાના તેમના યજ્ઞને યથાવત રાખે તેમ પ્રાર્થના કરી હતી.

    - Advertisement -

    ‘હું અધ્યક્ષ રહું કે ન રહું, વિધાનસભાની 182, લોકસભાની ફરી 26 સીટ જીતવાની છે’ : પાટીલ

    સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણી લડી અને 156 બેઠકો સાથે ભવ્ય જીત મેળવી. આ પહેલાં પણ તેમણે સુરત ખાતે એક કાર્યક્રમમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર કમળ ખીલવવાની વાત કરી હતી. થોડા સમય અગાઉ સુરત ખાતે સમસ્ત ઉત્તર ભારતીય સમાજ દ્વારા મનપાના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. તે કાર્યક્રમ સંબોધતી વખતે પણ પાટીલે ગુજરાતમાં પ્રચંડ જીત મેળવવાની વાત કરી હતી.

    આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે કહ્યું હતું કે, “ભાજપ જે કહે છે એ કરે છે, મોદી છે તો મુમકિન છે. તમે લોકોએ વિધાનસભામાં 156 સીટો જીતાડી હતી. હવે હું અધ્યક્ષ રહું કે ન રહું, આપણે 182 સીટ જીતાવવાની છે. 2024માં લોકસભાની ચૂંટણી છે. ગુજરાતમાં 26 સીટ પર સહુથી વધુ લીડથી જીતાડવાની છે.” સાથે જ પાટીલે પોતાના વક્તવ્યના અંતમાં ‘ફિર એક બાર, મોદી સરકાર’ અને ‘અબકી બાર 400 પાર’ જેવાં નવાં સૂત્રો આપીને કાર્યકર્તાઓમાં જોશ ભર્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં