Monday, September 9, 2024
More
    હોમપેજદેશઅરુણાચલ પ્રદેશ વિધાનસભામાં ભાજપે બહુમતીનો આંકડો કર્યો પાર, પ્રચંડ બહુમત સાથે સત્તાવાપસી,...

    અરુણાચલ પ્રદેશ વિધાનસભામાં ભાજપે બહુમતીનો આંકડો કર્યો પાર, પ્રચંડ બહુમત સાથે સત્તાવાપસી, 1 પર સંકેલાઈ કોંગ્રેસની માયા: સિક્કિમમાં SKMની ક્લીન સ્વીપ

    સમગ્ર પરિણામની વાત કરવામાં આવે તો ઇલેક્શન કમિશન અનુસાર, અરુણાચલમાં ભાજપને 46 બેઠકો, NPEPને 5 બેઠકો, PPAને 2 બેઠકો, NCPને 3 બેઠકો અને કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી શકે છે. જ્યારે સિક્કિમમાં SKM પાર્ટી 32 બેઠકોમાંથી 31 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી સાથે આગળ વધી રહી છે, બાકી રહેલી એક બેઠક SDFને જઈ શકે છે.

    - Advertisement -

    અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં મતગણતરી ચાલી રહી છે. અરુણાચલ પ્રદેશમાં ભાજપને જંગી બહુમતી મળી રહી છે. ભાજપના 10 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. તે જ સમયે, સિક્કિમમાં, શાસક પક્ષ SKM ક્લીન સ્વીપ કરતી જોવા મળી રહી છે. બંને રાજ્યોમાં રવિવારે (02 જૂન 2024) સવારે 6 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બંને રાજ્યોમાં ભાજપ અને NDAને ભારે બહુમતી મળી રહી છે.

    અરુણાચલ પ્રદેશ વિધાનસભામાં કુલ 60 સભ્યો છે. અહીં ભાજપની જ સરકાર છે. આ વખતે તેમને 60માંથી 10 બેઠકો પર કોઈ પડકારનો સામનો કરવો પડ્યો નથી. મુખ્યમંત્રી સહિત 10 ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા. કોંગ્રેસને આ બેઠકો પર ઉમેદવારો પણ મળ્યા નહોતા. અન્ય પક્ષોની પણ આવી જ હાલત હતી. ભાજપ અને તેના સાથી પક્ષો અરુણાચલ પ્રદેશમાં ક્લીન સ્વીપ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

    અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસની હાલત એટલી ખરાબ છે કે તે માત્ર 1 સીટ જીતી છે અને 1 પર આગળ છે, જીત તો હજુ દૂરનું સપનું છે. તે જ સમયે, NCP પણ અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસ કરતાં લીડમાં ઘણી આગળ છે. અજિત પવારની NCP 3 સીટો પર આગળ છે. 27 બેઠકો જીતવા ઉપરાંત ભાજપ 19 બેઠકો પર આગળ છે. એટલે કુલ 46 બેઠકોનું અનુમાન છે. NPEP 2 બેઠકો જીતીને 3 બેઠકો પર આગળ છે. જ્યારે પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ 1 સીટ પર જીતીને 1 પર આગળ છે.

    - Advertisement -

    સમગ્ર પરિણામની વાત કરવામાં આવે તો ઇલેક્શન કમિશન અનુસાર, અરુણાચલમાં ભાજપને 46 બેઠકો, NPEPને 5 બેઠકો, PPAને 2 બેઠકો, NCPને 3 બેઠકો અને કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી શકે છે. 10 સીટો પર બિનહરીફ જીત બાદ કુલ 50 સીટોની મતગણતરી ચાલી રહી છે. 2019ની ચૂંટણીમાં અરુણાચલ પ્રદેશમાં ભાજપે 41 બેઠકો સાથે સરકાર બનાવી હતી. જ્યારે હવે તેમાં 5 બેઠકોનો વધારો થતો જોવા મળ્યો છે. અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલ 2024ના રોજ મતદાન થયું હતું. હવે પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે.

    સિક્કિમમાં સત્તાધારી SKMની ક્લીન સ્વીપ, કોંગ્રેસ નોટાથી પણ પાછળ

    સત્તાધારી સિક્કિમ ક્રાંતિકારી મોરચા પાર્ટી સિક્કિમમાં ક્લીન સ્વીપ કરતી જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે, SKM પાર્ટી NDA સાથે જોડાયેલી છે. કુલ 32 વિધાનસભા બેઠકોમાંથી 16 બેઠકો પર SKMએ જીત નોંધાવી દીધી છે, જ્યારે 15 બેઠકો પર તે આગળ છે. તે જ સમયે, વિપક્ષી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટે એક બેઠક જીતી છે. સિક્કિમ ક્રાંતિકારી મોરચાની સરકાર અહીં સત્તામાં હતી. છેલ્લી ચૂંટણીઓમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા કોંગ્રેસને સત્તા પરથી હટાવીને સત્તા પર આવી હતી. જ્યારે હવે તો સિક્કિમમાં કોંગ્રેસની હાલત દયનીય થઈ ગઈ છે. સિક્કિમમાં તેને નોટા કરતાં પણ ઓછા મત મળ્યા છે, તેથી તે નોટા કરતાં પણ પાછળ ચાલી રહી છે.

    સિક્કિમના સમગ્ર પરિણામની વાત કરવામાં આવે તો SKM પાર્ટી 32 બેઠકોમાંથી 31 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી સાથે આગળ વધી રહી છે, જ્યારે બાકી રહેલી એક બેઠક SDFને જઈ શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં