Saturday, October 12, 2024
More
    હોમપેજરાજકારણકેરળમાં ભાજપે ખોલ્યું ખાતું, જીતી પહેલી લોકસભા બેઠક: જાણો કોણ છે CPI...

    કેરળમાં ભાજપે ખોલ્યું ખાતું, જીતી પહેલી લોકસભા બેઠક: જાણો કોણ છે CPI સામે બાથ ભીડીને ઇતિહાસ રચનાર નેતા સુરેશ ગોપી

    ત્રિશૂર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સુરેશ ગોપી 4 લાખ 12 હજાર 338 મત સાથે વિજેતા થયા છે. તો તેમની સામે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI)ના ઉમેદવાર 3 લાખ 37 હજાર 652 મત સાથે લોકસભા ચૂંટણી હારી ગયા.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીની મત ગણતરી પૂર્ણ થવાના આરે છે. જનતાએ ફરી એક વાર NDAને જનાદેશ આપ્યો છે અને નરેન્દ્ર મોદી ફરી પાંચ વર્ષ માટે વડાપ્રધાન બનશે તે નક્કી છે. આ બધા વચ્ચે કેરળથી ભાજપ માટે સારા સમાચાર આવી રહ્યા છે. કેરળની ત્રિશૂર લોકસભા બેઠક પર ભાજપે મોટી જીત મેળવી છે. આવું પ્રથમ વાર થઇ રહ્યું છે કે ભાજપે કેરળમાં કોઈ સીટ જીતી હોય. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુરેશ ગોપીએ CPI ઉમેદવાર સુનીલ કુમારને 74686 મતથી હરાવીને એ કામ કરી બતાવ્યું, જે આજ સુધી થયું ન હતું. કેરળમાં ભાજપની આ પહેલી જીત છે.

    ચૂંટણી પંચની આધિકારિક વેબસાઈટ અનુસાર ત્રિશૂર લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સુરેશ ગોપી 4 લાખ 12 હજાર 338 મત સાથે વિજેતા થયા છે. તો તેમની સામે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI)ના ઉમેદવાર 3 લાખ 37 હજાર 652 મત સાથે લોકસભા ચૂંટણી હારી ગયા. સાથે જ જો કોંગ્રેસની વાત કરીએ તો આ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર મુરલીધરનને 3 લાખ 28 હજાર 124 મત મળ્યા.

    કેરળમાં ભાજપના સ્ટાર પ્રચારક હતા સુરેશ ગોપી

    ભાજપના ઇતિહાસમાં આ પહેલીવાર છે કે તેણે કેરળમાં કોઈ લોકસભા બેઠક જીતી હોય. ત્રિશૂર બેઠક પર ભાજપે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તેનું પરિણામ પણ આજે તેને મળી ગયું છે. વર્ષ 2019માં પણ સુરેશ ગોપી ભાજપની ટિકિટ પર લોકસભા લડ્યા હતા પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2021માં વિધાનસભા ચૂંટણી વખતે પણ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2016થી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે. રાજ્યમાં તેઓ ભારતીય જનતા પાર્ટીનો એક મોટો ચહેરો છે.

    - Advertisement -

    ભૂતકાળનાં પરિણામો વખતે પણ રહી ચૂક્યા છે અસરકારક

    વર્ષ 2019માં કોંગ્રેસના નેતૃત્વમાં UDF અને LDF બાદ ત્રીજા સ્થાને રહેવા છતાં સુરેશ ગોપી પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા હતા. ત્રિશુર કેરળની તેવી બેઠકો પૈકીની એક છે જ્યાં ભાજપ ત્રિકોણીય જંગની ખેલ્યું હતું. ત્રિકોણીય જંગ એટલા માટે કહી શકાય, કારણકે વર્ષ 2019માં સુરેશ ગોપીને 17.04 ટકા મત મળ્યા હતા. જે વર્ષ 2014માં ભાજપ ઉમેદવાર શ્રીસન કરતા વધારે હતા. વર્ષ 2021માં પણ સુરેશ ગોપીએ બરાબર ટક્કર આપી હતી. તે સમયે તેમને 31.03 ટકા મત મળ્યા હતા. આ લોકસભા ચૂંટણીમાં તેમણે જંગી મતોથી જીત મેળવીને ભાજપે તેમના પર મૂકેલો વિશ્વાસ સાચો સાબિત કર્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં