Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાતસુરત લોકસભા બેઠક પર ભાજપ બિનહરીફ જીતે તેવી સંભાવના: કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ...

    સુરત લોકસભા બેઠક પર ભાજપ બિનહરીફ જીતે તેવી સંભાવના: કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ, અન્ય 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાના અહેવાલ, સાંજ પહેલા ચિત્ર થશે સ્પષ્ટ

    કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભણીનું ફોર્મ રદ થઈ ગયા બાદ ભાજપ સિવાયના 7 ઉમેદવારોએ દાવેદારી પર પીછેહઠ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે જો વધુ 2 ઉમેદવાર પોતાનું ફોર્મ પાછુ ખેંચીલે, તો આવી સ્થિતિમાં ભાજપ સુરત લોકસભા બેઠક પર બિનહરીફ વિજેતા ઘોષિત થઇ જશે.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી માથે ગાજી રહી છે, તેવામાં સુરત લોકસભા બેઠક પર નવાજૂની થવાની સંભાવનાઓ તોળાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સુરત લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. એક તરફ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું છે, તો બીજી તરફ 7 ઉમેદવારો ફોર્મ પરત ખેંચી રહ્યા હોવાના દાવા અહેવાલોમાં કરવામાં આવી રહ્યા છે. ઉમેદવારી નોંધાવેલા મુકેશ દલાલ સહિત 9 ઉમેદવારોના ફોર્મ માન્ય થયા છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયા બાદ ભાજપ સિવાયના 7 ઉમેદવારોએ દાવેદારી પર પીછેહઠ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે જો વધુ 1 ઉમેદવાર પોતાનું ફોર્મ પાછુ ખેંચીલે, તો આવી સ્થિતિમાં ભાજપ સુરત લોકસભા બેઠક પર બિનહરીફ વિજેતા ઘોષિત થઇ જશે. ઉલ્લેખનીય છે કે આજે (22 ફેબ્રુઆરી 2024) ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે જો BSP ઉમેદવાર ફોર્મ પરત લે તો ભાજપ અહીં બિનહરીફ વિજેતા જાહેર થઇ જશે.

    જેના ઉમેદવારના ફોર્મ રદ થાય છે, તે શું સરકાર બનાવશે- મુકેશ દલાલ

    એક તરફ સુરત લોકસભા બેઠક પર ભાજપ બિનહરીફ જીતે તેવી સંભાવના વર્તાઈ રહી છે, તો બીજી તરફ ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ પોતાના પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા નજરે પડ્યા હતા. ઓલપાડ ખાતે યોજાયેલી એક જનસભાને સંબોધતા તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “જે પાર્ટી દેશમાં સરકાર સ્થાપીને શાસન કરવાના સપના જોઈ રહી છે, તેના જ ઉમેદવારના ફોર્મ રદ થઈ રહ્યા છે, તે શું શાસન કરવાની? આખા દેશમાં કોગ્રેસ ખત્મ થઈ રહી છે.”

    - Advertisement -

    બસમાં સમાય એટલી જ સીટો કોંગ્રેસને મળશે- મુકેશ દલાલ

    વધુમાં તેમણે કહ્યું હતું કે, “આખા દેશમાં કોંગ્રેસ ખતમ થવા જઈ રહી છે અને તેની શરૂઆત સુરત લોકસભા બેઠક પરથી થઇ રહી છે. કોંગ્રેસ પાસે 52 સાંસદ સભ્યો છે. પણ મારી વાત લખી રાખજો, 4 જૂને કોંગ્રેસ પાસે એટલા જ માથા બચ્યા હશે કે એક નાની સીટી બસમાં સમાય જાય. કોંગ્રેસને આખા દેશમાં ખાલી 40 સીટો જ મળશે.” આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમના શાહજહાંને ક્યાંથી લડવું તે પણ નથી ખબર અને ફાંફાં મારી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં