Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણતુષ્ટીકરણનું રાજકારણ સિદ્ધપુરના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને પડશે ભારે: ભાજપે વાઇરલ વિડીયો...

    તુષ્ટીકરણનું રાજકારણ સિદ્ધપુરના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને પડશે ભારે: ભાજપે વાઇરલ વિડીયો બાબતે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી

    ચંદનજી ઠાકોરે જ્ઞાતિ-ધર્મ આધારીત મત માગ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રીપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટનો ભંગ કર્યાની ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદમાં જણાવ્યું છે. 

    - Advertisement -

    થોડા દિવસ પહેલા જેમનો વિડીયો વાઇરલ થયો હતો એ સિદ્ધપુરના કોંગ્રેસ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સામે ભાજપે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ સિદ્ધપુરના કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. 

    ચંદનજી ઠાકોરે જ્ઞાતિ-ધર્મ આધારીત મત માગ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રીપ્રેઝન્ટેશન ઓફ પિપલ્સ એક્ટનો ભંગ કર્યાની ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદમાં જણાવ્યું છે. 

    ચંદનજી ઠાકોરનો વાઇરલ વિડીયો

    વિવાદાસ્પદ વીડિયોમાં કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોર કહેતા સંભળાય છે કે, “આપણે નવું કરવા માટે તેમને (ભાજપને) મત આપ્યા, પરંતુ તેઓ છેતરી ગયા. આખો દેશ ખાડામાં ધકેલાઈ ગયો. દેશને માત્રને માત્ર બચાવી શકે તો મુસ્લિમ સમાજ બચાવી શકે, કોંગ્રેસ પાર્ટીને જો કોઈ બચાવી શકે તો મુસ્લિમ સમાજ જ બચાવી શકે.”

    - Advertisement -

    તેઓ આગળ કહે છે કે, “એનું એક જ ઉદાહરણ છે. NRCના મુદ્દા પર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રોડ પર આવ્યા. 18 પક્ષો હતા, એક પણ પક્ષે મુસ્લિમ સમાજની તરફદારી ન કરી. આ એક જ પાર્ટી એવી છે, જે તમને અનુસરે છે. તમારી રખેવાળી કરે છે અને આખા દેશમાં તમને રક્ષણ પૂરું પાડે છે.”  તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો હતો.

    આ ઉપરાંત તેમણે ટ્રિપલ તલાક અને હજ સબસીડીના નામે પણ મુસ્લિમો સામે વોટ મેળવવા માટે હાથ ફેલાવ્યા હતા.

    મુખ્યમંત્રીએ નિવેદનને શરમજનક ગણાવ્યું હતું

    ઉલ્લેખનીય છે કે ચંદનજી ઠાકોરના આ નિવેદનને વખોડતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પલટવાર કર્યો હતો. સીએમએ નિવેદનને અતિ શરમજનક ગણાવ્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે  હાર ભાળી ગયેલી કોંગ્રેસ ફરી લઘુમતી તુષ્ટિકરણ તરફ વળી છે. કોંગ્રેસને ખબર હોવી જોઈએ કે તેને હારથી કોઈ બચાવી નહીં શકે.

    અન્ય એક કોંગ્રેસ નેતા પણ તૃષ્ટિકરણનું રાજકારણ રમતા દેખાયા

    આ વિવાદ જયારે ચાલુ છે ત્યારે જ અન્ય એક કૉંગ્રેસ ઉમેદવારનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. ખેડાના મહુધાના વર્તમાન ધારાસભ્ય અને કૉંગ્રેસ ઉમેદવાર ઈન્દ્રજીતસિંહ પરમારનો વીડિયો ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પોતાના ટ્વિટર પર વાયરલ કર્યો હતો.

    વીડિયોમાં ઈન્દ્રજીતસિંહ પરમાર લઘુમતી સમાજના લોકો વચ્ચે ઉભા દેખાઈ રહ્યા છે અને તેમને વચન આપી રહ્યા છે કે “આ દવાખાનું અહીં જ રહેશે. બીજા વિસ્તારમાં નહીં જવા દઉં. સાથે જ એવું પણ કહી રહ્યા છે કે, લઘુમતીઓના લીધે જ હું ધારાસભ્ય બન્યો છું. તમે પેટીઓ પેટીઓ ભરીને વોટ આપ્યા છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં