Monday, September 9, 2024
More
    હોમપેજદેશ‘2019 કરતાં પણ સારું પ્રદર્શન કરશે BJP, એકલે હાથે જીતી શકે 350...

    ‘2019 કરતાં પણ સારું પ્રદર્શન કરશે BJP, એકલે હાથે જીતી શકે 350 બેઠકો’: અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાએ કર્યું આકલન, કારણ પણ જણાવ્યું

    ભલ્લાએ કહ્યું કે, "જો વિપક્ષે એક એવા નેતાને પસંદ કર્યો હોત કે, જે જનતા વચ્ચે મોટા સ્તરની પકડ રાખી શકતા હોત અથવા તો PM મોદી કરતાં અડધી પણ લોકપ્રિયતા રાખતા હોત તો તે અનુમાન લગાવી શકાયું હોત કે, સ્થિતિ ટક્કરની છે."

    - Advertisement -

    દેશમાં લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે. વિપક્ષી પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવીને મથી રહી છે ને બીજી તરફ છેલ્લી 2 ચૂંટણીથી અજેય ભાજપનો વિજયરથ પણ ‘400 પાર’ના નારા સાથે આગળ વધી રહ્યો છે. આ દરમિયાન રાજકીય વર્તુળોમાં ચૂંટણીને લઈને ચર્ચાઓ થઈ રહી છે. ભારતના શીર્ષ અર્થશાસ્ત્રી અને રાજકીય વિશ્લેષક સુરજીત ભલ્લાએ લોકસભા ચૂંટણીને લઈને આકલન કરતાં કહ્યું છે કે આ ચૂંટણીમાં BJPને પોતાના દમ પર 350 બેઠકો મળી શકે છે.

    NDTV સાથે વાત કરતાં અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાએ ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું કે, 2019ની ચૂંટણી કરતાં ભાજપ 2024માં ખૂબ સારું પ્રદર્શન કરશે. આ સાથે તેમણે કહ્યું કે, BJPને 330થી 350 બેઠકો મળી શકે છે. તેમણે કહ્યું, “આંકડાઓ જોતાં ભાજપને પોતાના દમ પર 330થી 350 સીટો મળે તેવી સંભાવના છે. આ આંકડાઓ માત્ર ભાજપના છે, તેમાં તેના સહયોગી દળો સામેલ નથી.” તેમણે કહ્યું કે, 2019ની તુલનામાં ભાજપ 2024માં 5થી 7% સુધીની વધુ બેઠકો જીતી શકે છે.

    ચાર દશક સુધી ભારતની ચૂંટણીઓમાં નજર રાખનારા રાજકીય વિશ્લેષકે કહ્યું કે, “આ એક લહેરવાળી ચૂંટણી થઈ શકે છે. દરેક ચૂંટણીમાં એક લહેરની સંભાવના હોય છે.” આ સાથે જ તેમણે કોંગ્રેસના પ્રદર્શન પર વાત કરતાં કહ્યું કે, કોંગ્રેસને 44 સીટો મળી શકે છે. અથવા તો 2014ની ચૂંટણીમાં મળેલી બેઠક કરતાં 2% સીટો ઓછી મળી શકે છે.”

    - Advertisement -

    વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, “વિપક્ષી ગઠબંધન સાથે નેતૃત્વની સમસ્યા છે. અર્થવ્યવસ્થા પણ સૌથી વધુ મહત્વ ધરાવે છે. નેતૃત્વ બીજા નંબર પર આવે છે. આજે તે બંને ભાજપના પક્ષમાં છે. જો વિપક્ષે એક એવા નેતાને પસંદ કર્યો હોત કે, જે જનતા વચ્ચે મોટા સ્તરની પકડ રાખી શકતા હોત અથવા તો PM મોદી કરતાં અડધી પણ લોકપ્રિયતા રાખતા હોત તો તે અનુમાન લગાવી શકાયું હોત કે, સ્થિતિ ટક્કરની છે.”

    આ સાથે તેમનું માનવું છે કે, તમિલનાડુમાં ભાજપને ઓછામાં ઓછી 5 બેઠકો મળશે જ, જ્યાં તે હંમેશા નબળી પાર્ટી રહી છે. ભલ્લાએ કહ્યું કે, “જો ભાજપને તમિલનાડુમાં પાંચથી વધુ સીટો મળે અને કેરળમાં કદાચ એક-બે બેઠકો મળે તો મને આશ્ચર્ય થશે નહીં.” તેમણે કહ્યું કે, “દુનિયામાં દરેક જગ્યાએ, વિપક્ષ હંમેશા કહેશે કે, મોંઘવારી વધારે છે, નોકરીઓ ઘણી ઓછી છે. પરંતુ ભારતમાં બેરોજગાર લોકોની ટકાવારી 2019 કરતાં ઘટી છે.”

    તેમણે આ સંભવિત પરિણામોનું આકલન કરતાં કહ્યું કે, “ભારતમાં લોકોના જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું છે તેના આધારે મતદાન થાય છે. પ્રાથમિક આધાર એ જ છે. કોઇ જાતિ, લિંગભેદ કે અન્ય પાસાં એટલાં કામ કરતાં નથી પણ જેમ બિલ ક્લિન્ટને કહ્યું હતું કે, અર્થવ્યવસ્થા જ મોટો ભાગ ભજવે છે. આગળ ઉમેર્યું કે, લોકોના જીવનમાં પરિવર્તન આવવાના કારણે હવે જૂની વ્યાખ્યાના આધારે જોઈએ તો 1 ટકા કે 1.4 કરોડ લોકો ગરીબ કહી શકાય. પણ આપણે વિકાસ કર્યો છે, લોકોનાં જીવન સુધર્યાં છે. અમુક અર્થોમાં કદાચ એક ચતુષ્માંશ ભાગ ગરીબ હશે, પણ ગરીબી હવે સાપેક્ષ છે, નિરપેક્ષ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં