Friday, November 22, 2024
More
    હોમપેજદેશપેપર લીક અટકાવવા બિહાર વિધાનસભામાં રજૂ થશે બિલ: 10 વર્ષની સખત જેલ...

    પેપર લીક અટકાવવા બિહાર વિધાનસભામાં રજૂ થશે બિલ: 10 વર્ષની સખત જેલ અને ₹1 કરોડના દંડની જોગવાઈ, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો છે નિર્ણય

    સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિને અટકાવવા માટે સખત નિયમો ધરવાતું બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે. નવા કાયદા ધરાવતા બિલમાં પેપર લીક મામલામાં દોષિતો અને સંસ્થાઓને 3-10 વર્ષની સખત જેલની જોગવાઈ કરવામાં આવી છે.

    - Advertisement -

    બિહાર વિધાનસભામાં મોન્સૂન સત્રનો બુધવારે (24 જુલાઈ) ત્રીજો દિવસ છે. રાજ્યને ‘સ્પેશ્યલ સ્ટેટ’નો દરજ્જો ના મળવા પર વિપક્ષ હોબાળો કરે તેવી પ્રબળ સંભાવના છે. વિધાનસભા ગૃહની કાર્યવાહી 11 કલાકે શરૂ થવા જઈ રહી છે. આ ઉપરાંત 12 કલાકે વિધાન પરિષદની કાર્યવાહી પણ શરૂ થઈ જશે. વિધાનસભાની કાર્યવાહી દરમિયાન જ નીતીશ સરકાર વિધાનસભામાં ત્રણ બિલ રજૂ કરવાની તૈયારીમાં છે. તે ત્રણ બિલમાં એક બિલ પેપર લીક સાથે જોડાયેલું છે. પેપર લીક અટકાવવા માટે બિહાર સરકાર વિધાનસભામાં બિલ રજૂ કરીને તેને કાયદાનું સ્વરૂપ આપવા માંગે છે.

    બુધવારે (24 જુલાઈ, 2024) પેપર લીક અટકાવવા માટે બિહાર વિધાનસભા બિલ રજૂ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત 2 અન્ય બિલ પણ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. ‘બિહાર લોક પરીક્ષા (પ્રિવેન્શન ઓફ અફેર મીન્સ) બિલ, 2024’, ‘બિહાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારા) બિલ, 2024’, ‘બિહાર લિફ્ટ એન્ડ એસ્કેલેટર વિધેયક, 2024’ નામના ત્રણ બિલ રજૂ કરવામાં આવી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિને અટકાવવા માટે સખત નિયમો ધરવાતું બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે. નવા કાયદા ધરાવતા બિલમાં પેપર લીક મામલામાં દોષિતો અને સંસ્થાઓને 3-10 વર્ષની સખત જેલની જોગવાઈ કરવામાં આવી છે.

    આ ઉપરાંત આ નવા બિલમાં ₹10 લાખથી લઈને ₹1 કરોડ સુધીના દંડની પણ જોગવાઈ છે. રાજ્ય સરકાર તરફથી યોજાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ નિયમ લાગુ પડશે. આ સાથે જ સૌથી મહતપૂર્ણ બાબત એ છે કે, પેપર લીક મામલે હવે તપાસ DSP રેન્કના અધિકારીને આપવામાં આવશે. તેઓ નિષ્પક્ષતાથી તપાસ કરશે અને દોષિતોને આકરામાં આકરી સજા માટેની જોગવાઈ કરશે. નોંધનીય છે કે, વિધાનસભામાં મોન્સૂન સત્રના બીજા દિવસે પણ વિપક્ષે હોબાળો કરીને બિહારને ‘સ્પેશ્યલ સ્ટેટ’નો દરજ્જો આપવાની માંગ કરી હતી.

    - Advertisement -

    નોંધનીય છે કે, NEET પરીક્ષામાં ગેરરીતિ મામલે બિહારના પટનાથી પેપર લીક થયું હોવાના દાવા કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં તે NEET વિવાદને લઈને કેસ પણ ચાલી રહ્યો હતો. વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા યોજવાની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જ્યારે હવે 23 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે તેનો આદેશ સંભળાવી દીધો છે. CJI ચંદ્રચૂડની અધ્યક્ષતામાં બેન્ચે નિર્ણય સંભળાવ્યો છે કે, NEET વિવાદને લઈને ફરીથી પરીક્ષા નહીં યોજી શકાય. કારણ કે, પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના પુરાવા મળી શક્યા નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે બિહાર વિધાનસભામાં પેપર લીક અટકાવવાને લઈને બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં