Monday, September 9, 2024
More
    હોમપેજરાજકારણપોસ્ટરોમાંથી તેજસ્વી યાદવ ગાયબ, માત્ર સીએમ નીતીશ જોવા મળ્યા: બિહારનું રાજકારણ ફરી...

    પોસ્ટરોમાંથી તેજસ્વી યાદવ ગાયબ, માત્ર સીએમ નીતીશ જોવા મળ્યા: બિહારનું રાજકારણ ફરી ચર્ચામાં, કેન્દ્રીય મંત્રીને મળ્યા ચિરાગ પાસવાન

    બિહારમાં એલજેપી (રામ વિલાસ)ની મોટી આંતરિક બેઠક યોજાય તે પહેલાં ચિરાગ પાસવાન સાથે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે મુલાકાત કરી હતી.

    - Advertisement -

    શું બિહારનો રાજકીય માહોલ ફરી એકવાર બદલાશે? ઐતિહાસિક શહેર નાલંદા રાજગીરમાં આયોજિત મલમાસ મેળાના પોસ્ટરોમાંથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ ગાયબ થઈ ગયા હોવાના કારણે આ સવાલો થઈ રહ્યા છે. પોસ્ટરમાં માત્ર મુખ્યમંત્રી નીતીશ કુમાર જ દેખાઈ રહ્યા છે, આવી સ્થિતિમાં ચર્ચા થવી સ્વાભાવિક છે કે શું મહાગઠબંધનની બંને મોટી પાર્ટીઓ આરજેડી અને જેડીયુમાં ફરી એકવાર તકરાર ચાલી રહી છે?

    આ મેળો મંગળવાર (18 જુલાઈ, 2023)થી શરૂ થઈ રહ્યો છે. સીએમ નીતીશ કુમારે શનિવારે (8 જુલાઈ, 2023) પોતે મેળાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. અહીં લાગેલાં બધે માત્ર નીતિશ જ જોવા મળી રહ્યા છે અને પોસ્ટરોમાંથી તેજસ્વી યાદવ ગાયબ થતા નજરે પડે છે. આ પોસ્ટરમાં બિહાર સરકારનો લોગો લગાવવામાં આવ્યો છે, સાથે જ મેળામાં શ્રદ્ધાળુઓને મળતી સુવિધાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરજેડી ક્વોટામાંથી શિક્ષણ મંત્રી બનેલા ચંદ્રશેખર યાદવ અને એસીએસ અધિકારી કે કે પાઠક વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને આ ઝઘડાનું કારણ કહેવામાં આવી રહ્યું છે.

    નિરીક્ષણ દરમિયાન નીતીશ કુમારે એવી કડક સુરક્ષા વ્યવસ્થા રાખવા જણાવ્યું કે કોઈ ઈચ્છે તો પણ કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચાડી શકે. મેળા પરિસરમાં પ્રશિક્ષિત પોલીસ દળોને તૈનાત કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી. સીએમ નીતિશે ટ્રાફિકની સુવિધા માટે રાજગીરના દરેક રસ્તાને ઠીક કરવાની સૂચના પણ આપી હતી. મેળાની વેબસાઈટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે નાલંદા સીએમ નીતિશ કુમારનું વતન પણ છે. ગેસ્ટ હાઉસના મેદાનમાં ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે.

    - Advertisement -

    બીજી તરફ, બિહારમાં એલજેપી (રામ વિલાસ)ની મોટી આંતરિક બેઠક યોજાય તે પહેલાં ચિરાગ પાસવાન સાથે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે મુલાકાત કરી હતી. ચિરાગ પાસવાનને મજબૂત નેતા ગણાવતાં તેમણે કહ્યું કે તેઓ તેમના પિતાના વારસાને આગળ ધપાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ભૂતકાળમાં પણ NDAનો ભાગ રહ્યા છે અને આગળ પણ રહેશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચિરાગ મોદી સરકારમાં મંત્રી બનશે. ચિરાગ પાસવાને તાજેતરની પેટાચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કર્યો હતો. હવે જોવાનું એ રહેશે કે બિહારમાં કઈ પાર્ટી કઈ તરફ પાસું પલટાવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં