Friday, May 3, 2024
More
    હોમપેજરાજકારણ24 કલાક પહેલાં તેજસ્વી યાદવ સાથે ક્રિકેટ રમતા હતા RJD MLA, બીજા...

    24 કલાક પહેલાં તેજસ્વી યાદવ સાથે ક્રિકેટ રમતા હતા RJD MLA, બીજા દિવસે વિધાનસભામાં NDA સાથે જોવા મળ્યા: નીતીશ સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ

    ધારાસભ્ય ચેતન આનંદનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તેઓ તેજસ્વી યાદવ સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. ક્રિકેટ રમ્યાના 24 કલાક બાદ તેમણે તેજસ્વી યાદવનો સાથ છોડી દીધો છે.

    - Advertisement -

    બિહારના રાજકારણ માટે 12 ફેબ્રુઆરીનો દિવસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. બિહાર વિધાનસભામાં (12 ફેબ્રુઆરી) નીતીશ કુમારે બહુમતી કરવાની હતી, જેમાં સરકાર પાસ થઈ છે. વિધાનસભાના આ ફ્લોર ટેસ્ટ પહેલાં જ તેજસ્વી યાદવને મોટો ઝાટકો લાગ્યો. બહુમત પરીક્ષણ પહેલાં તેમની પાર્ટી RJD જ તૂટી ગઈ છે. RJDના ત્રણ ધારાસભ્યો ચેતન આનંદ, નીલમ દેવી અને પ્રહલાદ યાદવે છેલ્લા સમયે પાર્ટીનો સાથ છોડી દીધો છે. ત્રણેય ધારાસભ્યો વિધાનસભામાં કાર્યવાહી દરમિયાન NDAના ધારાસભ્યો સાથે જોવા મળ્યાં હતાં.

    12 ફેબ્રુઆરીએ બિહાર વિધાનસભાની કાર્યવાહી ચાલી હતી. નીતીશ સરકારે વિશ્વાસમત મેળવવાનો હતો. તે પહેલાં જ રાષ્ટ્રીય જનતા દળના (RJDના) ત્રણ ધારાસભ્યો નીતીશ કુમારના સમર્થનમાં આવી ગ્યા. આ ત્રણેય ધારાસભ્યો ગૃહની અંદર સત્તાપક્ષના નેતાઓ સાથે બેઠેલા જોવા મળ્યા હતા. આ મુદ્દે RDJ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે વાંધો પણ ઉઠાવ્યો હતો. પરંતુ વિધાનસભા અધ્યક્ષે તેમને ચૂપ કરાવી દીધા હતા અને વારો આવે ત્યારે જ બોલવાનું કહીને તેમને ચૂપ કરાવી દીધા હતા.

    JDUના સમર્થનમાં આવેલા ધારાસભ્ય નીલમ દેવી બાહુબલી અનંત સિંઘના પત્ની છે. જેલમાં બંધ અનંત સિંઘ એક સમયે નીતીશ કુમારના ખૂબ નજીકના માણસો પૈકીના એક ગણવામાં આવતા હતા. જોકે, તે પછી બંનેનો રસ્તો પણ અલગ થઈ ગયો હતો. જ્યારે ચેતન આનંદ બાહુબલી આનંદ મોહન સિંઘના પુત્ર છે. ચેતન આનંદ તો તે RJDના ધારાસભ્યોમાં સામેલ હતા જેમને તેજસ્વી યાદવના ઘરે રાખવામાં આવ્યા હતા. તેમનો એક વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં તેઓ તેજસ્વી યાદવ સાથે ક્રિકેટ રમતા પણ જોવા મળ્યા હતા. ક્રિકેટ રમ્યાના 24 કલાક બાદ તેમણે તેજસ્વી યાદવનો સાથ છોડી દીધો છે. સાથે પ્રહલાદ યાદવ લખીસરાયના સૂર્યગઢાના ધારાસભ્ય છે. આ ત્રણેય નેતાઓએ અંત સમયે RJDનો હાથ છોડીને નીતીશ કુમારનું સમર્થન કર્યું છે.

    - Advertisement -

    બીજી તરફ, નીતીશ સરકારે વિશ્વાસમત મેળવી લીધો છે. એટલે કે તેમની સરકાર પર હવે કોઇ જોખમ નથી અને નીતીશ સીએમ પદે ચાલુ રહેશે. સરકારને કુલ 129 મત મળ્યા, જ્યારે 243 સભ્યોની બિહાર વિધાનસભામાં બહુમતી માટે કોઇ પણ પાર્ટી પાસે ઓછામાં ઓછા 122 ધારાસભ્યો હોવા જરૂરી છે. નીતીશ સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ ગઈ છે.

    વિશ્વાસ મત પહેલાં બિહારની રાજધાનીમાં રાજકીય તાપમાન વધી વધ્યું હતું અને તમામ મોટા પક્ષો તેમના ધારાસભ્યોને એક રાખવા માટે કામે વળગ્યા હતા. બે દિવસીય વર્કશોપમાં ભાગ લેવા માટે બોધગયામાં હાજર રહેલા ભાજપના ધારાસભ્યોને રવિવારે મોડી સાંજે રાજ્યની રાજધાની પરત લાવવામાં આવ્યા હતા. પાર્ટી પાસે 78 ધારાસભ્યો છે. બીજી તરફ તેજસ્વી યાદવના નિવાસસ્થાને RJD ધારાસભ્યોને એકઠા કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં