Friday, June 9, 2023
More
  હોમપેજરાજકારણબિહારમાં ભાજપ-જેડીયુ ગઠબંધન તૂટતાં નીતીશ કુમારે સીએમ પદ પરથી આપ્યું રાજીનામું: તેજસ્વી...

  બિહારમાં ભાજપ-જેડીયુ ગઠબંધન તૂટતાં નીતીશ કુમારે સીએમ પદ પરથી આપ્યું રાજીનામું: તેજસ્વી યાદવના ઘરે પહોંચ્યા પૂર્વ સીએમ

  કોંગ્રેસ, LJP તથા માંઝીએ નીતીશનું સમર્થન કર્યું, જયારે નીતિશ કુમાર પર બીજી વખત જનતાના જનાદેશનું અપમાન કરવાનો આરોપ લગાવતા ચિરાગ પાસવાને બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પણ માંગ કરી.

  - Advertisement -

  નીતીશ કુમારે મંગળવારે (9 ઓગસ્ટ) બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને ભાજપ સાથે ગઠબંધન ફરી તોડી નાખ્યું હતું. અગાઉ, તેમણે ભૂતપૂર્વ JD(U) રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહના રાજીનામા બાદ રાજ્યમાં ચાલી રહેલી રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે તેમના નિવાસસ્થાને પક્ષના સાંસદો અને ધારાસભ્યોની બેઠકની અધ્યક્ષતા કરી હતી.

  અગાઉના દિવસે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મુદ્દા પર બેઠક માટે પટનામાં એકઠા થયેલા JDU ધારાસભ્યો અને સાંસદોની સામે ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. જે બાદ સીએમ નીતિશ કુમારે મંગળવારે સાંજે 4 વાગ્યે રાજ્યપાલ ફાગુ ચૌહાણને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. નીતિશે તરત જ નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો અને તેમણે 160 ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સુપરત કર્યો હતો.

  રાજભવનમાં જ નીતિશે ભાજપ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પાર્ટીના ધારાસભ્યો અને સાંસદોએ એનડીએ સાથે ગઠબંધન તોડવા માટે એક અવાજમાં વાત કરી છે. આ પછી નીતિશ સીધા રાબડી દેવીના ઘરે પહોંચ્યા, જ્યાં તેમણે તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી.

  - Advertisement -

  માંઝીનું નીતિશને બિનશરતી સમર્થન, નીતિશ બનશે મહાગઠબંધનના નેતા

  બિહારની જીતન રામ માંઝીની પાર્ટી HAM એ પણ નીતિશને બિનશરતી સમર્થન જાહેર કર્યું છે. તેમની પાસે 4 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં નીતીશ પાસે હવે 164 ધારાસભ્યોનું સમર્થન છે.

  કોંગ્રેસના ધારાસભ્ય શકીલ અહેમદ ખાને કહ્યું છે કે નીતિશ કુમાર મહાગઠબંધનના મુખ્યમંત્રી હશે. બધું પતાવી દેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ હશે. કોંગ્રેસને સ્પીકરની ખુરશી મળી શકે છે.

  ચિરાગ પાસવાને નવેસરથી ચૂંટણી કરાવવાની માંગ કરી

  જેવું બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે પોતાનું રાજીનામું સુપરત કર્યું, ભાજપ સાથે શાસક ગઠબંધનનો અંત લાવ્યો, ભૂતપૂર્વ લોક જનશક્તિ પાર્ટી (LJP)ના વડા ચિરાગ પાસવાને તેમને મધ્ય-ગાળાની ચૂંટણીમાં રાજ્યના લોકોનો સામનો કરવાનો પડકાર આપ્યો હતો.

  “તેઓ છેલ્લી ચૂંટણીઓમાં માત્ર 43 બેઠકો પર પહોંચી ગયા હતા, આગામી વખતે શૂન્ય જીતશે,” પાસવાને, જેમના પર JD(U)ને નબળું પાડવા માટે ભાજપ સાથે કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જણાવ્યું હતું.

  નીતિશ કુમાર પર બીજી વખત જનતાના જનાદેશનું અપમાન કરવાનો આરોપ લગાવતા ચિરાગ પાસવાને બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પણ માંગ કરી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં