Sunday, May 19, 2024
More
    હોમપેજરાજકારણઆજે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન, 20 બેઠકો પર થશે ચૂંટણી: નક્સલ પ્રભાવિત...

    આજે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન, 20 બેઠકો પર થશે ચૂંટણી: નક્સલ પ્રભાવિત વિસ્તારમાં IED બ્લાસ્ટથી એક CRPF જવાન ઘાયલ; મિઝોરમમાં પણ થઈ રહ્યું છે વોટિંગ

    5 રાજ્યોની ચૂંટણીને 2024ની સેમિફાઈનલ કહેવામાં આવી રહી છે. આજથી એટલે કે 7 નવેમ્બરથી તેની શરૂઆત થઈ ચૂકી છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા પર 20 બેઠકો પર મતદાન થશે. જેમાં 19,93,937 પુરુષ મતદારો, 20,84,675 મહિલા મતદારો અને 69 ટ્રાન્સજેન્ડર મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

    - Advertisement -

    પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રથમ તબક્કાનું મતદાન મંગળવારે (7 નવેમ્બર) શરૂ થયું છે. છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત થઈ છે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે. 90 સભ્યોની સભ્યોની છત્તીસગઢ વિધાનસભા માટે 7 નમવેમ્બર અને 17 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન થશે. જેમાં મંગળવારે (7 નવેમ્બરે) પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 20 બેઠકો પર ચૂંટણીનું આયોજન થયું છે. જ્યારે 17 નવેમ્બરે બીજા તબક્કા દરમિયાન 70 બેઠકો પર મતદાન થશે. આ ઉપરાંત મંગળવારે મિઝોરમમાં પણ વિધાનસભા ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે. મિઝોરમની તમામ 40 વિધાનસભા સીટો પર 7 નવેમ્બરે મતદાન થઈ રહ્યું છે.

    5 રાજ્યોની ચૂંટણીને 2024ની સેમિફાઈનલ કહેવામાં આવી રહી છે. આજથી એટલે કે 7 નવેમ્બરથી તેની શરૂઆત થઈ ચૂકી છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા પર 20 બેઠકો પર મતદાન થશે. જેમાં 19,93,937 પુરુષ મતદારો, 20,84,675 મહિલા મતદારો અને 69 ટ્રાન્સજેન્ડર મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આદિવાસી રાજ્ય છત્તીસગઢમાં સત્તારૂઢ કોંગ્રેસ અને પ્રતિસ્પર્ધી ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. સત્તારૂઢ કોંગ્રેસ રાજ્યમાં સતત બીજા કાર્યકાળની આશા સેવી રહી છે. પરતું તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ વિરુદ્ધ મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ સાથે જોડાયેલા આરોપો લાગ્યા છે, જેની અસર વિધાનસભા ચૂંટણીમાં પડશે તેવી પૂર્ણ સંભાવના દેખાઈ રહી છે.

    જ્યારે મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે તમામ 40 બેઠકો પર મતદાન થશે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 8.57 લાખથી વધુ મતદારો 174 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે.

    - Advertisement -

    વડાપ્રધાન મોદીએ મતદાન કરવા કરી હાકલ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢવાસીઓને વોટ આપવા માટે અપીલ કરી છે. તેમણે પ્રથમવાર મતદાતાઓને શુભકામનાઓ પણ પાઠવી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, “છત્તીસગઢમાં આજે લોકતંત્રના પાવન ઉત્સવનો દિવસ છે. વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના તમામ મતદાતાઓને મારો અનુરોધ છે કે તેઓ તેમનો મત જરૂરથી આપે અને આ ઉત્સવમાં સહભાગી બને” તેમણે વધુમાં કહ્યું કે, “આ અવસર પર પહેલીવાર મતદાન કરનારા રાજ્યના તમામ યુવા સાથિયોને મારા વિશેષ અભિનંદન.”

    ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે શરૂ થશે જેમાં વિધાનસભાની કુલ 70 સીટો પર ચૂંટણીઓ યોજવામાં આવશે. જ્યારે રાજસ્થાન અને તેલંગાણામાં ક્રમશઃ 25 અને 30 નવેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થશે. તમામ રાજ્યોમાં મત ગણતરી 3 ડિસેમ્બરે શરૂ થશે.

    છત્તીસગઢમાં IED બ્લાસ્ટ, એક જવાનને ઈજા

    છત્તીસગઢમાં એક તરફ ચૂંટણી માટે મતદાન શરૂ થયું ત્યાં બીજી તરફ સુકમા જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં IED બ્લાસ્ટ થયો હતો, જેમાં ફરજ પર હાજર એક CRPF જવાનને ઈજા પહોંચી હતી. જોકે, પોલીસે જણાવ્યું છે કે પ્રાથમિક સારવાર બાદ હવે તેઓ જોખમની બહાર છે. 

    જાણવા મળ્યા અનુસાર, CRPFની ટીમ એક ગામમાં પેટ્રોલિંગ માટે જઈ રહ્યા હતા ત્યારે જવાને એક IED પર પગ મૂકી દીધો હતો, જેના કારણે બ્લાસ્ટ થયો હતો. બે દિવસમાં છત્તીસગઢમાં આ બીજો બ્લાસ્ટ છે. સોમવારે કાંકેરમાં પણ બ્લાસ્ટ થયો હતો, જેમાં 1 BSF જવાન અને 2 પોલિંગ મેમ્બરને ઈજા પહોંચી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં