Saturday, November 2, 2024
More
    હોમપેજદેશઆજે થશે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ, AAP નેતાઓ કરી રહ્યા છે...

    આજે થશે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ, AAP નેતાઓ કરી રહ્યા છે દાવો: ત્રણ નોટિસ મોકલી છતાં ED સમક્ષ નહોતા થયા હાજર

    આમ આદમી પાર્ટીએ EDની નોટિસને ગેરકાયદેસર ગણાવતા કહ્યું હતું, કે અરવિંદ કેજરીવાલ EDની તપાસમાં સહયોગ આપવા તૈયાર છે. પરંતુ એજન્સી દ્વારા મોકલવામાં આવેલ નોટિસ ગેરકાયદેસર છે. આ તેમની ધરપકડ કરવા માટેનું ષડ્યંત્ર છે.

    - Advertisement -

    દિલ્હી લિકર પોલિસી કૌભાંડ અંગે પુછપરછ માટે EDએ અરવિંદ કેજરીવાલને ત્રીજી વાર નોટિસ મોકલી હતી. જેમાં CM અરવિંદ કેજરીવાલે પત્ર લખ્યો હતો અને AAP પાર્ટીએ ED દ્વારા પાઠવેલા સમનને ‘ગેરકાયદેસર’ ગણાવ્યું હતું. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે આજે ED અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે.

    આ અંગે આમ આદમી પાર્ટીના નેતાઓ જ ધરપકડ થવાનો દાવો કરી રહ્યા છે. AAP નેતા અને દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ બુધવારે (3 જાન્યુઆરી 2024) મોડી રાત્રે X પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે દાવો કરતા કહ્યું હતું કે, “ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) કાલે વહેલી સવારે (4જાન્યુઆરી) અરવિંદ કેજરીવાલના ઘર પર રેડ કરી તેમની ધરપકડ કરી શકે છે.”

    આ પહેલાં પણ AAP નેતા આતિશીએ EDની કાર્યવાહી પર સવાલ કરતા તેને ‘બદલાની રાજનીતિ’ ગણાવી હતી. તેમણે કહ્યું, કે અરવિંદ કેજરીવાલે કેટલીવાર લેખિતમાં પૂછ્યું છે કે ED શા માટે CM કેજરીવાલને પુછપરછ માટે બોલાવી રહી છે. જેનો EDએ કોઈ જવાબ આપ્યો નથી.

    - Advertisement -

    આ ઉપરાંત વધુ એક AAP નેતા સૌરભ ભારદ્વાજે પણ X પર ટ્વીટ કરતા લખ્યું હતું કે સાંભળવામાં આવી રહ્યું છે કે કાલે સવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે ED તેમની ધરપકડ કરવાની છે. સૌરભ ભારદ્વાજે સરકાર પર આરોપ લગાવતા કહ્યું, કે આબકારી નીતિનો સમગ્ર મામલો રાજકીય છે અને કેન્દ્ર સરકાર અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાવવા માંગે છે. આ મામલે મનીષ સિસોદિયા પણ નિર્દોષ જાહેર થશે.

    આ ઉપરાંત AAP નેતા ડો. સંદીપ પાઠકે પણ અરવિંદ કેજરીવાલની ધરપકડનો દાવો કરતા જણાવ્યું હતું, કે ગુરુવારની વહેલી સવારે ED અરવિંદ કેજરીવાલના ઘરે છાપેમારી કરી તેમણી ધરપકડ કરી શકે છે.

    નોંધનીય છે કે ગઈકાલે (3 જાન્યુઆરી 2024) EDએ આમ આદમી પાર્ટીના સંયોજન અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડ અંગેની પુછપરછ માટે ત્રીજી વાર કાનૂની નોટિસ પાઠવી હતી. આ પહેલા બે વારની નોટિસમાં તેઓ હાજર રહ્યા ન હતા. ત્યારે હવે ત્રીજી વારની નોટિસના જવાબમાં પણ આપનેતાએ ED સમક્ષ હાજર થવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

    અરવિંદ કેજરીવાલે EDને જવાબ આપતો એક પત્ર લખ્યો હતો અને આમ આદમી પાર્ટીએ EDની નોટિસને ગેરકાયદેસર ગણાવતા કહ્યું હતું, કે અરવિંદ કેજરીવાલ EDની તપાસમાં સહયોગ આપવા તૈયાર છે. પરંતુ એજન્સી દ્વારા મોકલવામાં આવેલ નોટિસ ગેરકાયદેસર છે. આ તેમની ધરપકડ કરવા માટેનું ષડ્યંત્ર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં