Sunday, May 19, 2024
More
    હોમપેજગુજરાતકોંગ્રેસમાં મોટું ગાબડું: અરવલ્લીના 30 સીનીયર નેતાઓ સહિત 350 કાર્યકર્તાઓએ ધારણ કર્યો...

    કોંગ્રેસમાં મોટું ગાબડું: અરવલ્લીના 30 સીનીયર નેતાઓ સહિત 350 કાર્યકર્તાઓએ ધારણ કર્યો ભગવો, CR પાટીલ રહ્યા હાજર

    જીલ્લાનું સહકારી માળખું આખું ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસની હાલત કફોડી બની છે. અહેવાલો મુજબ મોડાસા, ધનસુરા, બાયડ તાલુકાના કાર્યકર્તાઓ સહીત કોંગ્રેસના જિલ્લા પૂર્વ પ્રમુખો, મહામંત્રીઓ, યુવા મોરચાના પ્રમુખે પણ કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ખેસ પહેરી લીધો છે.

    - Advertisement -

    2024ની લોકસભા ચૂંટણી માથા પર છે, તેવામાં અરવલ્લી કોંગ્રેસના 30 સીનીયર નેતાઓ સહિત 350 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પાર્ટીને મજબુત કરવા આમ આદમી પાર્ટીમાં ગયેલા નેતાઓને પાર્ટીમાં લાવવા પ્રયત્નો કરી રહ્યા છે. તેવામાં અરવલ્લી ખાતે કોંગ્રેસમાં મોટું ભંગાણ થતા શક્તિસિંહની મહેનત પર પાણી ફરી વળ્યું છે. 30 સીનીયર નેતાઓ સહિત 350 કાર્યકર્તાઓ પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. આ સાથે જ અપક્ષ ઉમેદવારીથી લડેલા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ફરી ભાજપ સાથે જોડાયા છે.

    મળતી માહિતી અનુસાર ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં અરવલ્લી કોંગ્રેસના 30 સીનીયર નેતાઓ સહિત 350 કાર્યકર્તાઓ ભગવો ખેસ પહેરી ભાજપમાં જોડાઈ ગયા છે. જીલ્લાનું સહકારી માળખું આખું ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસની હાલત કફોડી બની છે. અહેવાલો મુજબ મોડાસા, ધનસુરા, બાયડ તાલુકાના કાર્યકર્તાઓ સહિત કોંગ્રેસના જિલ્લા પૂર્વ પ્રમુખો, મહામંત્રીઓ, યુવા મોરચાના પ્રમુખે પણ કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ખેસ પહેરી લીધો છે.

    કોણે કોણે ભગવો કર્યો

    મહત્વના લોકોના નામની યાદી વિશે વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનાર લોકોમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અને સાબરડેરી ડિરેક્ટર સચિન પટેલ, ધનસુરા યાર્ડના વા. ચેરમેન જિજ્ઞેશ પટેલ, બાયડ તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અદેસિંહ ચૌહાણ, બાયડના કોંગ્રેસ નેતા દોલતસિંહ ચૌહાણ સહિત કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ ગાણાતા અગ્રણીઓએ ભાજપની વાટ પકડી છે. આ સાથે જ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તાલુકા સભ્ય મેહુલ સોલંકીએ પણ સાવરણો છોડીને કમળ ઝાલ્યું છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કુલ 30 જેટલા સીનીયર નેતાઓ સહિત 350 કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા. આ સમયે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. આ કાર્યક્રમ દરમિયાન પાટીલે પાર્ટીથી અલગ થઇ અપક્ષ ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા ધવલસિંહ ઝાલા પર માર્મિક કટાક્ષ પણ કર્યો હતો. પાટીલે હળવા મજાકમાં ઝાલાને ટાંકીને કહ્યું હતું કે, “હવે પરત પાર્ટીમાં આવ્યા છો તો ગુંદર ચોંટાડીને રહેજો, કાર્યકર્તાઓ તમારાથી નારાજ છે. પાર્ટી સાથે જોડાયેલા રહો, અને બાયડના લોકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખજો.”

    આ સાથે જ નવા જોડાયેલા લોકોને સંબોધતા પાટીલે જણાવ્યું હતું કે, “ટિકિટ આપવાનુ એ મારા હાથમાં નથી પણ તે બધું ઉપરથી નક્કી થશે. સ્થાનિક સાંસદ દીપસિંહ રાઠોડ અહીં હાજર છે, તેઓ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. પાર્ટી એમને જ ટિકિટ આપશે કે કેમ તે બાબતે હું કશું જ નથી કહેતો, કારણ કે એ ઉપરથી નક્કી થશે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં