Tuesday, November 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅજિત પવાર 2 જુલાઈએ ડેપ્યુટી સીએમ બન્યા, પરંતુ 30 જૂને જ શરદ...

    અજિત પવાર 2 જુલાઈએ ડેપ્યુટી સીએમ બન્યા, પરંતુ 30 જૂને જ શરદ પવારને NCPના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા: બેઠક પહેલા દિલ્હીમાં લાગેલા પોસ્ટર હટાવાયા

    પાર્ટી પર નિયંત્રણ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહેલ શરદ પવાર જૂથ 6 જુલાઈએ દિલ્હીમાં બેઠક યોજવાનું છે. તે પહેલા સમાચાર એજન્સી ANIએ એક વીડિયો જાહેર કર્યો છે. આમાં NDMCના કર્મચારીઓ દિલ્હીમાં શરદ પવાર જૂથના હોર્ડિંગ્સ ઉતારતા જોવા મળ્યા હતા.

    - Advertisement -

    રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં વિભાજનના સમાચાર 2 જુલાઈ 2023 ના રોજ સામે આવ્યા, જ્યારે અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. પરંતુ હવે એ વાત સામે આવી છે કે તેના બે દિવસ પહેલા એટલે કે 30 જૂને તેમણે ચૂંટણી પંચ સમક્ષ NCP પાર્ટી અને ચૂંટણી ચિન્હ પર દાવો કર્યો હતો. પંચને કહેવામાં આવ્યું હતું કે તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમના કાકા શરદ પવાર નહીં.

    ચૂંટણી પંચને જણાવવામાં આવ્યું હતું કે પાર્ટી વિધાયક દળ અને સંગઠનના સભ્યોએ અજિત પવારને પ્રચંડ બહુમતી સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટ્યા છે. અજિત પવારના જૂથે 43 ધારાસભ્યો, MLC અને સાંસદોના સમર્થન સાથે 5 જુલાઈએ પંચને આપેલા એફિડેવિટમાં 30 જૂનની તારીખનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. આ દર્શાવે છે કે દુનિયાને સમાચાર મળે તે પહેલા જ અજિત પવારે એનસીપી પર કબજો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં, શરદ પવાર કે તેમના જૂથના કોઈ નેતાને પણ આ વાતની ગંધ આવવા દેવામાં આવી ન હતી.

    Aaj Tak એ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે NCPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 30 જૂને યોજાઈ હતી. આ બેઠક પાર્ટીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે બોલાવી હતી. ગુપ્ત રીતે યોજાયેલી આ બેઠકમાં સર્વસંમતિથી શરદ પવારને હટાવીને અજિત પવારને પક્ષના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં ઠરાવ પસાર થતાંની સાથે જ અજિત પવારના જૂથે તે જ દિવસે ચૂંટણી પંચને પત્ર લખીને NCP પાર્ટી અને પક્ષના ચિન્હ પર પોતાનો દાવો માંડ્યો હતો.

    - Advertisement -

    બુધવારે થયેલા શક્તિ પ્રદર્શનમાં અજિત પડ્યા શરદ પર ભારે

    પ્રફુલ પટેલને તેમની પુત્રી સુપ્રિયા સુલે સાથે જૂનમાં જ શરદ પવાર દ્વારા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તે પહેલા દિવસથી અજિત પવાર સાથે જોવા મળે છે. નોંધપાત્ર વાત એ છે કે 5 જુલાઈના રોજ કાકા-ભત્રીજા બંનેએ પણ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન શરદ પવાર પણ નબળા દેખાતા હતા. તેમની બેઠકમાં માત્ર 13 ધારાસભ્યો અને 4 સાંસદો હાજર હતા. મહારાષ્ટ્રમાં એનસીપીના ધારાસભ્યોની સંખ્યા 53 છે.

    દિલ્હીમાં શરદ પવારના બેનર હટાવાયા

    બીજી તરફ, પાર્ટી પર નિયંત્રણ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહેલ શરદ પવાર જૂથ 6 જુલાઈએ દિલ્હીમાં બેઠક યોજવાનું છે. તે પહેલા સમાચાર એજન્સી ANIએ એક વીડિયો જાહેર કર્યો છે. આમાં NDMCના કર્મચારીઓ દિલ્હીમાં શરદ પવાર જૂથના હોર્ડિંગ્સ ઉતારતા જોવા મળ્યા હતા.

    હવે જોવાનું એ રહે છે કે શરદ પવાર આને દિલ્હી ખાતે બોલાવાયેલી NCP રાષ્ટ્રીય કાર્યકરણીની બેઠકમાં શું કહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં