Thursday, March 28, 2024
More
    હોમપેજરાજકારણગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ: ગોમતીપુર ભાજપ યુવા પ્રમુખ પર AAP કાર્યકર્તાએ છરી...

    ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ: ગોમતીપુર ભાજપ યુવા પ્રમુખ પર AAP કાર્યકર્તાએ છરી વડે કર્યો પ્રાણઘાતક હુમલો, ગંભીર હાલતમાં સારવાર હેઠળ

    ઘટનાની જાણકારી મળતા જ ભાજપના મોટા નેતાઓ તુરંત જ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને આ ઘટનાને વખોડી હતી. ભાજપના શહેર પ્રમુખ અમિતભાઇ શાહ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ, પ્રદેશ મીડિયા સહ કન્વીનર જુબિન આશરા, યુવા મોરચા શહેર પ્રમુખ વિનય દેસાઈ વગેરે હોસ્પિટલ પર હાજર રહ્યા હતા.

    - Advertisement -

    જેમ જેમ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે એમ એમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં એનકેન પ્રકારે વધુને વધુ ઉત્તેજના ફેલાવી રહી છે. એવા જ એક પ્રયાસમાં મંગળવારે (13 સપ્ટેમ્બર) અમદાવાદના ગોમતીપુર વોર્ડના ભાજપના યુવામોરચા પ્રમુખ પવન તોમર પર સ્થાનિક AAP કાર્યકર્તા સાહિલ ઠાકોરે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.

    મળતી માહિતી મુજબ અમદાવાદના ગોમતીપુર વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પવન તોમરના ઘરની આસપાસના લોકોને ઉશ્કેરી રહ્યા હતા, તે દરમિયાન તોમરે તેમને ત્યાંથી જતા રહેવાનું કહેતા ઘર્ષણ થયું હતું. બાદમાં સમાધાન થઇ જતા મામલો શાંત પડી ગયો હતો. પરંતુ પાછળથી આપ કાર્યકર્તા સાહિલ ઠાકોરે પવન તોમરની ઓફિસે જઈને તેમના પર છરી વડે પ્રાણઘાતક હુમલો કરી દીધો હતો. બાદમાં ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

    ગંભીર રીતે ઇજા પામેલ પવન તોમરને તાત્કાલિક નજીકની શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું તુરંત જ ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ તેની હાલત ગંભીર છે અને ICUમાં સારવાર હેઠળ છે.

    - Advertisement -

    ઘટનાની જાણકારી મળતા જ ભાજપના મોટા નેતાઓ તુરંત જ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને આ ઘટનાને વખોડી હતી. ભાજપના શહેર પ્રમુખ અમિતભાઇ શાહ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ, પ્રદેશ મીડિયા સહ કન્વીનર જુબિન આશરા, યુવા મોરચા શહેર પ્રમુખ વિનય દેસાઈ વગેરે હોસ્પિટલ પર હાજર રહ્યા હતા. ભાજપના લગભગ દરેક મોટા નેતાઓએ ટ્વીટર પર આ હુમલા વિષે પોતાનો રોષ ઠાલવ્યો છે.

    ભાજપ પ્રદેશ મીડિયા સહ કન્વીનર જુબિન આશરાએ હોસ્પિટલથી જ કરેલી OpIndia સાથેની ખાસ વાતચીતમાં પહેલા તો પવન તોમરની તબિયત જણાવતાં કહ્યું કે, “પવન તોમરની હાલત હજુ નાજુક છે. દોઢ કલાક ચાલેલી શસ્ત્રક્રિયા બાદ તેને ICUમાં ખસેડવામાં આવ્યો છે પરંતુ હજુ તે ખતરાની બહાર નથી.”

    ઑપઇન્ડિયા સાથે આગળ વાત કરતા આશરાએ જણાવ્યું કે, “ગુજરાતમાં પોતાની હાર ભળી ગયેલ આમ આદમી પાર્ટી હવે પોતાના મૂળ રૂપ પર આવી છે. શાંત અને સુરક્ષિત એવા ગુજરાતમાં તેઓ દિલ્હી જેવી હિંસક અને ગંદી રાજનીતિ ઘૂસાડવા માંગે છે જેમાં તેઓ સફળ થશે નહિ. તેમના આ હીન પ્રયાસનો જવાબ ગુજરાતની સમજદાર જનતા તેમને આગામી ચૂંટણીમાં જરૂર આપશે.”

    નોંધનીય રીતે ગોમતીપુર પોલીસે હોસ્પિટલ આવીને આ વિષયમાં ગુનો નોંધ્યો હતો. આપ કાર્યકર્તા આરોપી સાહિલ ઠાકોરની ધરપકડના હજુ કોઈ સમાચાર સામે આવ્યા નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં