Wednesday, April 17, 2024
More
    હોમપેજરાજકારણપંજાબમાં આપ થઇ બેફામ: પહેલા DCP સાથે બોલાચાલી પછી મારામારી અને બાદમાં...

    પંજાબમાં આપ થઇ બેફામ: પહેલા DCP સાથે બોલાચાલી પછી મારામારી અને બાદમાં મહિલા ડોક્ટર સાથે દુર્વ્યવહાર અને દવાખાનામાં તોડફોડ

    સિવિલ હોસ્પિટલમાં કેટલાક ઘાયલ વ્યક્તિઓ સાથે આવેલા એક જૂથે ઈમરજન્સી વોર્ડમાં તોડફોડ કરી હતી અને અન્ય AAP ધારાસભ્યના ભાઈએ કથિત રૂપે ડૉક્ટર અને સ્ટાફને ધમકી આપી હતી અને તેમને ઈજાઓની અતિશયોક્તિ કરવાનું કહ્યું હતું.

    - Advertisement -

    છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવતી ગુંડાગીરી સામે આવી રહી છે. દિલ્હી હોય પંજાબ હોય કે ગુજરાત બધે સ્થિતિ સરખી જ છે. થોડા સમય પહેલા જ પંજાબમાં સત્તા હાથમાં આવ્યા પછી ત્યાંના આપનેતાઓ અને કાર્યકર્તાઓ ગુંડાગીરી કરતા ઠેર ઠેર સામે આવે છે. આવી જ એક ઘટનામાં જલંધરના શાસ્ત્રી માર્કેટમાં આવેલી મિલકત અંગે ડી.સી.પી. કક્ષાના અધિકારી અને AAP MLA વચ્ચે ઝપાઝપી થયા બાદ મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં હોબાળો થયો હતો. હવે ધારાસભ્ય રમણ અરોરાની સાથે ધારાસભ્ય શીતલ અંગુરાલના ભાઈ રાજન અંગુરાલ પણ આ મામલે વિવાદમાં આવ્યા છે.

    અહેવાલો મુજબ બુધવારે (21 સપ્ટેમ્બર) મોડી રાત્રે જલંધર સેન્ટ્રલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોરા અને જલંધરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) નરેશ ડોગરા વચ્ચે એક ખાનગી ઓફિસમાં બોલાચાલી બાદ હિંસક ઝપાઝપી થઈ હતી, જ્યાં બંનેને સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતા. અગાઉ ફોન પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

    જે બાદ સિવિલ હોસ્પિટલમાં કેટલાક ઘાયલ વ્યક્તિઓ સાથે આવેલા એક જૂથે ઈમરજન્સી વોર્ડમાં તોડફોડ કરી હતી અને અન્ય AAP ધારાસભ્યના ભાઈએ કથિત રૂપે ડૉક્ટર અને સ્ટાફને ધમકી આપી હતી અને તેમને ઈજાઓની અતિશયોક્તિ કરવાનું કહ્યું હતું.

    - Advertisement -

    જ્યારે સરકારી ડોકટરોએ હોસ્પિટલમાં તોડફોડ અને હોબાળો સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે, ત્યારે પોલીસ વિભાગ 4માં મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ વતી રાજન અંગુરાલ અને અન્ય 15-20 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં ડૉક્ટર હરવીન કૌર વતી એવું કહેવામાં આવ્યું છે કે જલંધર પશ્ચિમના AAP ધારાસભ્યના ભાઈ શીતલ અંગુરાલ અને તેમના સમર્થકોએ અમારી સાથે ગેરવર્તન કર્યું અને તેમના ભાઈએ ધારાસભ્યની તરફેણમાં ઈજાઓની અતિશયોક્તિવાળું સર્ટિફિકેટ આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

    હોસ્પિટલના ગ્રુપ સ્ટાફે પોલીસને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોડી રાત્રે પોતાને AAP MLA શીતલ અંગુરાલના ભાઈ તરીકે ઓળખાવી એક વ્યક્તિ તેના 15-20 સાથીઓ સાથે રૂમમાં ઘૂસી ગયો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. મહિલા ડોક્ટરને ધમકી આપતા કહ્યું કે જો અમારી સરકારમાં અમારી રીતે કામ નહીં કરે તો આવા ડોક્ટરોની જરૂર નથી. એટલું જ નહીં તેણે મહિલા ડોક્ટરને સસ્પેન્ડ કરવાની પણ ધમકી આપી હતી. આ સાથે જ ટોળાએ ઓપરેશન થિએટરના દરવાજા તોડી કાઢ્યા હતા, જેના કારણે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં