Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાત'AAPના નેતાઓ હોળીના બહાને કોન્ટ્રાકટરો અને અધિકારીઓને ડરાવીને ઉઘરાવે છે પૈસા': ભરૂચના...

    ‘AAPના નેતાઓ હોળીના બહાને કોન્ટ્રાકટરો અને અધિકારીઓને ડરાવીને ઉઘરાવે છે પૈસા’: ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

    મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, "ડેડીયાપાડા અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાકટરોને ડરાવી ધમકાવીને AAPના નેતાઓ નાણાંની ઉઘરાણી કરી રહ્યા છે."

    - Advertisement -

    ભરૂચથી સતત 6 ટર્મથી લોકસભા સાંસદ અને તે જ સીટ પરથી 2024ની લોકસભા ચૂંટણીના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ AAPના નેતાઓ પર આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવતા કહ્યું છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં હોળીના બહાને અધિકારીઓ પાસેથી પૈસા પડાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, AAPના કાર્યકર્તાઓ તાલુકામાં આવેલી ઓફિસોમાંથી હોળીની આડમાં પૈસાની ઉચાપત કરી રહ્યા છે.

    ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિશેની જાણકારી આપી અને આક્ષેપો કર્યા છે. તેમણે X પર પોસ્ટ કરીને માહિતી આપી છે. તે સિવાય તેમણે ફેસબુક પર પોસ્ટ કરીને પણ AAPના નેતાઓ પર આરોપ લગાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, “ડેડિયાપાડા અને સાગબારામાં હોળીના બહાને અધિકારીઓ તથા કોન્ટ્રાકટરોને ડરાવી ધમકાવીને AAPના નેતાઓ નાણાંની ઉઘરાણી કરી રહ્યા છે.”

    તેમણે તાજેતરમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો હોવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, “તાજેતરમાં તાલુકાના એક અધિકારીને ધારાસભ્યશ્રીનું નામ લઈને 2.5 લાખની માંગણી કરી છે અને આવી ઘટનાઓથી તાલુકાના બધા જ વિભાગના અધિકારીઓ પાસે નાણાંની માંગણી કરવામાં આવી રહી છે. વારંવાર અધિકારીઓ અને કોન્ટ્રાકટરો પાસે રાજકીય આગેવાનો ફંડની-રૂપિયાની માંગણી કરતાં રહે છે.” તેમણે ઉમેર્યું કે, “આની સીધી અસર વિકાસના કામો પર પડશે.” નોંધવું જોઈએ કે ડેડિયાપાડાના ધારાસભ્ય AAP નેતા ચૈતર વસાવા છે, જે તાજેતરમાં જ વનકર્મીઓને માર મારવાના ગુનામાં જેલ જઈ આવ્યા છે.

    - Advertisement -

    આ સાથે તેમણે તાલુકા અને જિલ્લાના અધિકારીઓને પણ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, “મારી તાલુકા તથા જિલ્લા અધિકારીઓને નમ્ર અપીલ છે કે, તમે આવા ભ્રષ્ટ તત્વોને આવી ખોટી ટેવ પાડશો નહીં. કામમાં ગુણવત્તા જાળવો. આવા તત્વોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી. અમે તમારી પડખે રહીશું.” આ ઉપરાંત ભાજપ સાંસદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આ જ માહિતી આપી છે.

    નોંધવું જોઈએ કે, ભરૂચ લોકસભા બેઠક પર જેલમાં જઈને આવેલા AAPના વિવાદિત ધારાસભ્ય ચૈતર વસાવાની સામે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ટક્કર લઈ રહ્યા છે. સાતમી ટર્મ માટે લોકસભા ઉમેદવાર મનસુખ વસાવા અને વિવાદિત MLA ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક યુદ્ધ અવારનવાર ચાલી રહ્યું હોય છે. તેવામાં હવે મનસુખ વાસવાના આવા આરોપોથી રાજકારણ ગરમાવાની શક્યતાઓ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં