ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ છવાયો છે ત્યારે રાજ્યનું રાજકારણ પણ ગરમાવવા લાગ્યુ છે. મંગળવારે (21 સપ્ટેમ્બર) કચ્છના માંડવીમાં એક ગુજરાતી સમાચાર ચેનલના લાઈવ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની ગુંડાગીરી સામે આવી છે. માંડવીના દરિયાકાંઠે લાઈવ ડિબેટનો કાર્યક્રમ ચાલુ હતો જ્યાં AAPના તોફાની કાર્યકર્તાઓ દ્વારા વચ્ચે આવી કાર્યક્રમ બગાડવાનો પ્રયાસ કરાયો હતો. આ લોકોએ મહિલા એન્કર સાથે પણ ખરાબ વર્તન કર્યુ હતું.
માંડવીમાં AAPના કાર્યકરોની ગુંડાગીરી
— News18Gujarati (@News18Guj) September 20, 2022
NEWS 18ના કાર્યક્રમમાં AAPની ગુંડાગીરી
શું આ છે આમ આદમી પાર્ટીની સંસ્કૃતિ ?#Gujarat #GujaratElections2022 #AAPGujarat pic.twitter.com/iO3FVIJpoZ
મળતી માહિતી મુજબ, માંડવીમાં NEWS18 ગુજરાતીના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુંડાગીરી પર ઉતરી આવ્યા હતા. જે આખી ઘટના કેમેરામાં પણ કેદ થઇ ગઇ હતી. માંડવીના દરિયાકિનારે ચાવી રહેલા લાઇવ કાર્યક્રમ ‘સત્તાનો સંગ્રામ’ દરમિયાન આપના કહેવાતા કાર્યકરોએ ગુંડાગીરી કરી હતી. તેઓએ સમગ્ર લાઈવ કાર્યક્રમને બગાડવાનો પ્રયાસ કર્યો હતો.
આમ આદમી પાર્ટીના આ તોફાની કાર્યકર્તાઓએ ચાલુ લાઈવ કાર્યક્રમમાં વચ્ચે આવીને કાર્યકરોએ મહિલા એન્કર સાથે પણ ખરાબ વર્તન કર્યું હતુ. મહિલા એન્કર સાથે ધમકીભર્યા અંદાજમાં વાત કરીને કાર્યક્રમને ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.
AAPએ ઘટનાને વખોડવાની જગ્યાએ યોગ્ય ગણાવી
AAPના તોફાની કાર્યકર્તાઓ દ્વારા આ રીતે અયોગ્ય વર્તન થયા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર તેનો ભારે વિરોધ કર્યો હતો. જે બાદ આપ એ સામે આવીને પ્રતિક્રિયા આપવાની ફરજ પડી હતી.
https://t.co/M3F4vqG9RX
— Kutch Power News 🇮🇳 (@kutch_power) September 20, 2022
આપ ના કૈલાશ દાન ગઢવી દ્વારા લાયજા રોડ કાર્યાલય થી મીડિયા ડિબેટ સંદર્ભે પ્રતિક્રિયા આપી
– – – – – – – – – – – – – – – – – – –
કરછ પાવર ન્યૂઝ નિલેશ મોતીવરસ
માંડવી-કરછ મો-9879231229
Please like and subcribe YouTube#news #kutch #mandvi pic.twitter.com/fl5BujyovT
AAP તરફથી પ્રતિક્રિયા આપવા આગળ આવેલ આપનેતા કૈલાશ દાન ગઢવીએ મીડિયા સાથે આ વિષયમાં વાત કરી હતી. પરંતુ તેઓ લાજવાની જગ્યાએ ગાજતા દેખાયા હતા. તેમણે AAPના તોફાની કાર્યકર્તાઓ દ્વારા થયેલ એ ગેરવર્તનને વખોડવાની જગ્યાએ યોગ્ય ઠેરવ્યું હતું.
AAPની કથની અને કરણીમાં ફેર
એક બાજુ આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને અનુલક્ષીને મહિલા સુરક્ષા અને મહિલા સન્માનની વાતો કરતા થાકતી નથી. પોતે જો ગુજરાતમાં સરકાર બનાવશે તો મહિલાઓને માસિક 1000 રૂપિયાની રાશિ આપવાના ગેરંટી કાર્ડ આપે છે.
પરંતુ બીજી બાજુ AAPના તોફાની કાર્યકર્તાઓ આ રીતે કેમેરાની સામે જ એક મહિલા એન્કરનું અપમાન કરતા જોવા મળે અને આમ આદમી પાર્ટી એ ઘટનાને વખોડે પણ નહિ તો લોકોને જરૂર એમ લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીની કથની અને કરણીમાં મોટો ફરક છે.