ગુજરાતમાં ચૂંટણીની મૌસમ ફુલબહારમાં ખીલી છે અને દૂર દૂરથી ચુનાવી ભમરાઓ હાલ ગુજરાત આવી રહ્યા છે. દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ હાલ પોતાના બે દિવસીય પ્રવાસમાં ગુજરાત આવેલા છે. તેમના આ પ્રવાસમાં યોજાનાર રેલીઓ માટે તેઓ મધ્યપ્રદેશથી ભીડ લઈને આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
શનિવારે (8 ઓક્ટોબર) આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ માટે ગુજરાત આવી પહોંચ્યા હતા. તેમણે દાહોદમાં એક જનસભાને સંબોધી હતી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન તિરંગા યાત્રામાં ભાગ લેવા વડોદરા પહોંચ્યા હતા. જ્યાં તેમણે રોડ શોમાં ભાગ લીધો હતો. આ રોડ શોમાં પણ ગુજરાતીઓએ કાળા વાવટા અને ‘કેજરીવાલ ગો બેક’ના નારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું.
મોટાભાગની ગાડીઓ અને લોકો MPના
આ રોડ શોમાં જોડાયેલ મોટા ભાગની ગાડીઓની નંબર પ્લેટ MP પાસિંગની હતી અને આ વિષે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને સવાલ પુછાતા તેણે ખુબ મોટો ખુલાસો કર્યો હતો.
Kejriwal has brought people from MP for his Gujarat rally.
— Vijay Patel🇮🇳 (@vijaygajera) October 8, 2022
Gujarati people are not ready to attend any rally of AAP so they brought people from there
pic.twitter.com/KxUTwEkJWn
આમ આદમી પાર્ટીની ટોપી અને ખેશ પહેરેલા એક કાર્યકર્તાએ પોતાનું નામ પ્રકાશ પવાર જણાવ્યું હતું અને પોતાને રતલામથી આવેલ ગણાવ્યા હતા. આગળ વાત કરતા તેણે જણાવ્યું હતું કે માત્ર રતલામ જિલ્લામાંથી તેની સાથે 100 થી 150 ગાડીઓ ભરીને લોકો ગુજરાત આવેલા છે.
જયારે તેને પૂછવામાં આવ્યું કે આટલા લોકોના ભાડાનું શું? તો તેણે જણાવ્યું કે આ તમામ ગાડીઓના ભાડા-પેટ્રોલનો ખર્ચ આમ આદમી પાર્ટી તરફથી આપવામાં આવ્યો છે અને સાથે જ તેમના રહેવા-ખાવા-પીવાની વ્યવસ્થા પણ પાર્ટી જ કરી રહી છે.
બાદમાં તેણે જણાવ્યું કે રતલામ ઉપરાંત મધ્યપ્રદેશના અન્ય જિલ્લાઓમાંથી કુલ મળીને લગભગ 500 જેટલી નાની મોટી ગાડીઓ ગુજરાત લાવવામાં આવી છે કેજરીવાલની રેલીમાં ભીડ બતાવવા માટે.
આ પહેલા પણ પંજાબથી મંગાવી હતી ભીડ
નોંધનીય છે કે આ પહેલી વાર નથી કે જયારે આમ આદમી પાર્ટી પર ગુજરાત બહારના લોકોને ભીડ તરીકે બતાવવા માટે લાવવાનો આરોપ લાગ્યો હોય. આ પહેલા પણ ઘણી વાર આવા આરોપ લાગી ચુક્યા છે આપ પર.
આ વર્ષે જ મેં મહિનામાં જયારે આમ આદમી પાર્ટીએ ગુજરાતભરમાં પરિવર્તન યાત્રા શરુ કરી હતી ત્યારે પણ યાત્રામાં મોટા ભાગના વાહનો તથા લોકો પંજાબથી લવાયેલા માલુમ પડ્યા હતા.
AAP Gujarat is not getting support from Gujarati people so AAP has arranged people from Punjab in their rallies!
— Vijay Patel🇮🇳 (@vijaygajera) May 17, 2022
Even the main vehicle for the AAP CM candidate has been arranged from Punjab! pic.twitter.com/SqmOKOPGBh
આમ આદમી પાર્ટીની આ પરિવર્તન યાત્રા ફિયાસ્કો સાબિત થયા બાદ ટ્વિટર આ વિષેની પ્રતિક્રિયાઓથી ઉભરાઇ ગયું હતું. ગુજરાતનાં એક જાણીતા ઇન્વેસ્ટિગેસન જર્નલિસ્ટ વિજય પટેલ (@vijaygajera)એ પોરબંદરની યાત્રાના એક પછી એક ઘણા વિડીયો અને ફોટો શેર કર્યા હતા જેમાં યાત્રામાં બોલાવાયેલ ગુજરાત બહારના વાહનો અને લોકો નજરે પડી રહ્યા હતા તથા સભાસ્થળો ખાલીખમ જોવા મળ્યા હતા. તેમના આ ફોટો એને વિડીયો ટ્વિટર પર ખૂબ વાઇરલ થયા હતા.
કેજરીવાલને ગુજરાતીઓ નથી આપી રહ્યા મચક
નોંધનીય છે કે કેજરીવાલ માપી ગયા છે કે ગુજરાતમાં તેમને જોઈએ તેવી જગ્યા નથી મળી રહી. ભલે તે તેમની સામે વારંવાર લગાવતા ‘મોદી મોદી’ ના નારા હોય કે પછી જે રીક્ષાવાળાના ઘરે જમવા ગયા હતા તે ભાજપનો સમર્થક નીકળ્યો હોવાની ઘટના હોય, હમણાં સુધી તો ગુજરાતીઓએ કેજરીવાલને ઠેંગો જ બતાવ્યો છે.
આમ જોવા જઈએ તો હમણાં સુધી તો ગુજરાતીઓએ દેખીતી રીતે જ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને નકારી જ કાઢી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે પોતાની રેલીઓ માટે પણ તેમણે ભાડા આપીને પંજાબ અને મધ્યપ્રદેશથી ભીડ બોલાવવી પડી રહી છે. તો જોવાનું એ રહેશે કે ચૂંટણી સુધીમાં આ સ્થિતિમાં કોઈ બદલાવ આવે છે કે નહિ.