Tuesday, July 23, 2024
More
  હોમપેજમંતવ્યતો શું આપણે આપણી દીકરીઓ અને બહેનોને મરવા છોડી દેવાની છે?: શ્રદ્ધા-તુનીશાની...

  તો શું આપણે આપણી દીકરીઓ અને બહેનોને મરવા છોડી દેવાની છે?: શ્રદ્ધા-તુનીશાની ઘટનાઓના પ્રત્યાઘાતોની ચિંતા થાય છે

  જો કે અહીં એ કહેવાનો કોઈજ પ્રયાસ નથી કે શ્રદ્ધા અને તુનીશા એ લવ જીહાદનો ભોગ બની છે કારણકે કાયદાની રીતે આ ઘટનાઓ એ રીતે સાબિત નથી થઇ. પરંતુ આ બંને ઘટનાઓ ચિંતા કરાવે તેવી તો છે જ. આથી તેનાં ઉદાહરણ લઈને પણ આપણે સમાજના ભલાં માટે તેને આપણી આજની ચર્ચામાં સ્થાન આપવું જ પડે.

  - Advertisement -

  એવું નથી કે લવ જીહાદની ઘટનાઓ નવી છે. છેલ્લાં ઘણાં વર્ષોથી લવ જીહાદ વિષે સાંભળવામાં આવી રહ્યું છે અને છેલ્લા એકાદ વર્ષથી આ બાબતે તમામ પ્રકારના મીડિયામાં વધુને વધુ કન્ટેન્ટ પ્રકાશિત થઇ રહ્યું છે. મેઈન સ્ટ્રીમ મીડિયા જે બે અથવા અઢી વર્ષ પહેલાં લવ જીહાદ જેવું કશું છે જ નહીં એવું ગાણું ગઈ રહ્યું હતું તે પણ હવે પોતાની હેડલાઈનમાં આ શબ્દ પ્રયોગ કરવા લાગ્યું છે. ટૂંકમાં કહીએ તો ભારતમાં લવ જીહાદ અસ્તિત્વમાં છે એ હવે સાબિત થઇ ગયું છે.

  પરંતુ લવ જીહાદ હોવાની સાબિતી માત્ર એ પુરતી નથી. લવ જીહાદ એક પ્રકારની શારીરિક અને માનસિક હિંસા જ છે જે સમગ્ર દેશમાં આગની જેમ ફેલાઈ ગઈ છે. પરંતુ આ હિંસા રોકવા માટે પ્રતિહિંસા કરવી જરૂરી પણ નથી અને લગભગ અશક્ય છે. લવ જીહાદની ઘટનાઓ અટકે એ માટે સમગ્ર સમાજે જાગૃત થવાની અને એકમત થવાની જરૂર છે. જો કે હાલમાં તો સમાજ આ બાબતે એકમત હોય એવું લાગતું નથી.

  હા એક હકીકત સ્વીકારવી પડે કે જેમ મેઈન સ્ટ્રીમ મીડિયાએ સ્વીકારી લીધું છે કે લવ જીહાદ ભારતમાં અસ્તિત્વ ધરાવે છે તે જ રીતે આપણા સમાજે પણ બૃહદ સ્વરૂપે તેની સ્વીકૃતિ સ્વીકારી લીધી છે. તેમ છતાં હજી પણ એવા ઘણાં કુટુંબો છે અથવાતો એવી અસંખ્ય બહેનો અને દીકરીઓ છે જેમને એવું લાગે છે કે ‘એમનાંવાળો એવો નથી.’ જો તર્ક લગાવવામાં આવે તો એ સત્ય પણ છે કે દરેક આંતરધર્મીય સંબંધોમાં લવ જીહાદ પરાણે ઘુસાડી દેવો અથવાતો એ છે જ એવું માનવું ભૂલભરેલું હશે.

  - Advertisement -

  તેમ છતાં તેનાથી બચીને અથવાતો રક્ષિત થઈને જીવવામાં વાંધો પણ નથી. જો આમ કરવું હશે તો આપણે આપણી બહેનો અને દીકરીઓમાં એ વિશ્વાસ ઉભો કરવો પડશે કે તેમને જ્યારે પણ છેતરાયાની લાગણી થાય અથવાતો તે છેતરાઈ છે એ સાબિત થઇ જાય ત્યારે આપણે તેની સાથે જ હોઈશું. જ્યારે આ પ્રકારના સંબંધો બંધાઈ ગયા છે તેની જાણ માતાપિતા અથવાતો કુટુંબને થાય ત્યારે રોષની લાગણી થાય તે સ્વાભાવિક છે, પરંતુ જ્યારે આપણી જ બહેન કે દીકરી છેતરાઈ છે તેની તેને પણ ખબર પડી જાય ત્યારે તેની પડખે ઉભું રહેવું એ દરેક કુટુંબની ફરજ છે.

  પરંતુ બદનસીબે આજકાલ સોશિયલ મીડિયા પર આ પ્રકારની લાગણી જોવા નથી મળી રહી. એવું નથી કે સોશિયલ મીડિયા એ સમાજનું પ્રતિબિંબ છે, પરંતુ તેની અવગણના પણ ન થઇ શકે તેટલી અસરકારકતા તો તેની છે જ. પહેલાં શ્રદ્ધા અને હવે તુનીશાના કેસમાં સોશિયલ મીડિયામાં જે લાગણી પ્રવર્તી રહી છે તે દુઃખદાયક છે. જો કે અહીં એ કહેવાનો કોઈજ પ્રયાસ નથી કે શ્રદ્ધા અને તુનીશા એ લવ જીહાદનો ભોગ બની છે કારણકે કાયદાની રીતે આ ઘટનાઓ એ રીતે સાબિત નથી થઇ. પરંતુ આ બંને ઘટનાઓ ચિંતા કરાવે તેવી તો છે જ. આથી તેનાં ઉદાહરણ લઈને પણ આપણે સમાજના ભલાં માટે તેને આપણી આજની ચર્ચામાં સ્થાન આપવું જ પડે.

  કેટલાક લોકો એમ કહી રહ્યાં છે કે કારણકે શ્રદ્ધાએ કુટુંબ વિરુદ્ધ બળવો કર્યો હતો અને તુનીશાને ખબર જ હતી કે તે શું કરી રહી છે એટલે આ બંનેની સાથે જે થયું એ યોગ્ય થયું છે. આ પ્રકારની લાગણી સાથે કોઇપણ પ્રકારે સહમત થઇ શકાય એમ નથી. જો આ લાગણી આગળ જતાં પ્રબળ બને અને મોટાભાગના કુટુંબ આવું વિચારે તો વિચારો કેવો હાહાકાર થઇ જશે?

  જેમ આગળ કહ્યું એમ આ મામલે પ્રતિહિંસા શક્ય જ નથી તો પછી આ દુષણને એટલેકે લવ જેહાદની ઘટનાઓને રોકવી હશે તો આપણે આપણી બહેન દીકરીઓની સાથે રહેવું જ પડશે. અહીં કોઇપણ પ્રકારનો અહમ કામમાં નહીં આવે એટલે એને ખબર હતી અથવાતો એ સમયે મેં એને સમજાવી તો પણ તેણે આ સંબંધ સ્વીકાર્યો એટલે હવે ભોગવે, પ્રકારની સરળતા અહીં નહીં જ ચાલે.

  આ પ્રકારે પણ આ ઘટનાઓ અટકવાની નથી અને બહેન દીકરીઓ સાથે ખડકની જેમ ઉભા રહેવાથી પણ આ ઘટનાઓ અટકવાની નથી પરંતુ કદાચ તેની સંખ્યા ઓછી જરૂર થઇ શકે છે. આથી ભગવાન ન કરે કે આપણી બહેન કે આપણી દીકરી લવ જેહાદની જાળમાં ફસાય, પરંતુ જ્યારે પણ ફસાય અને જ્યારે પણ તેને ભાન થાય કે તે ખોટા માર્ગે છે ત્યારે તુરંત જ તેને આપણે તેને આપણી લાગણીની પાંખમાં લઈને આપણો અહમ વચ્ચે ન લાવીને તેને સુરક્ષા આપવાની જ છે.

  જો આમ થશે તો જ અન્ય બહેન કે દીકરીને વિશ્વાસ આવશે અને કદાચ એ પણ સમજશે કે મારા નજીકના સંબંધમાં મારી બહેન સાથે કે મારી બહેનપણી સાથે આવું થયું છે તો હું આ પ્રકારના સંબંધથી દૂર રહું અથવાતો મને કોઈ આ પ્રકારના સંબંધો બનાવવા માટે મજબુર કરી રહ્યો છે કે કરી રહ્યાં છે તો હું તરતજ મારા પરિવારને જણાવું જેથી કાયદાકીય કાર્યવાહીનું રક્ષણ મળી રહે. આમ થવાથી જે કોઇપણ બહેન કે દીકરી લવ જીહાદની જાળમાં ફસાવા જઈ રહી હશે તો તે કદાચ ત્યાંથી પાછી વળી જશે.

  શ્રધ્ધા કે તુનીશા આ બંને કોઈની બહેન હતી, દીકરીઓ હતી. બંનેએ પોતાના માતાપિતા અથવા કુટુંબની ઈચ્છા વિરુદ્ધ આ પ્રકારનો સંબંધ સ્વીકાર્યો હતો પરંતુ એનો મતલબ એ નથી કે આજે તે બંનેના કુટુંબ અને માતાપિતા પર આભ નહીં જ તૂટી પડ્યું હોય. તેમના માટે તો તેમનું સંતાન તેમનાથી દૂર ગયું છે અને પણ કાયમ માટે એ દુઃખ ક્યારેય ભૂલ્યું નહીં ભૂલાય. આથી એક વખત આપણે આપણી જાતને આ બંને કુટુંબો કે માતાપિતાના સ્થાને મુકીને વિચારવું પડે.

  જતાં જતાં એ પણ નોંધવું જોઈએ કે માત્ર બહેન દીકરીઓ નહીં પરંતુ આપણા ભાઈઓ અને દીકરાઓને પણ આ લવ જીહાદની ઘટનાઓથી અવગત કરવા જોઈએ અને તેમની સાથે આ દુષણ અંગે ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ. જો આમ થશે તો આ ભાઈઓ અને દીકરાઓ પણ પોતાની બહેનો અને દીકરીઓને એ વિશ્વાસ અપાવી શકશે કે ગમેતે પરિસ્થિતિમાં તેઓ અને તેમનું કુટુંબ તેમની સાથે જ છે. આ ઉપરાંત તેઓ પણ તેમની સાથે પણ આવું કશુંક થશે તો તેનો પ્રતિકાર કરવા માટે સક્ષમ હશે. જો આમ થશે તો જ આપણે આ દુષણનો અંત તો કદાચ નહીં લાવી શકીએ પરંતુ તેની અસરકારકતા ઘણી ઓછી કરી શકીશું.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં