Sunday, April 14, 2024
More
  હોમપેજમંતવ્યછેલ્લાં એક વર્ષથી ક્રિકેટનાં ત્રણેય ફોરમેટમાં સતત નિષ્ફળ જતાં કેએલ રાહુલની ટીમનાં...

  છેલ્લાં એક વર્ષથી ક્રિકેટનાં ત્રણેય ફોરમેટમાં સતત નિષ્ફળ જતાં કેએલ રાહુલની ટીમનાં વિજયની ટ્વીટ પર ટ્વીટર યુઝર્સે મજા માણી; કર્યો જબરદસ્ત ટ્રોલ

  કેએલ રાહુલનાં કિસ્સામાં એવું નથી. તે સતત નિષ્ફળ જઈ રહ્યો છે છતાં તે પ્લેયિંગ ઇલેવનમાં સ્થાન પામીને ગીલ અને કિશન જેવાં ટેલેન્ટેડ ખેલાડીઓનું સ્થાન રોકી રહ્યો છે.

  - Advertisement -

  ભારતે હાલમાં ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બે ટેસ્ટ મેચ જીતીને આ પ્રતિષ્ઠિત ટ્રોફી પર પોતાનો કબજો જાળવી રાખ્યો છે. ભારતની ટીમનાં લગભગ દરેક સભ્યે આ જીતમાં નાનું-મોટું પ્રદાન આપ્યું છે. પરંતુ આ તમામમાં એક નામ એવું છે જેની આ વિજય બાદ પણ સતત ટીકા થઇ રહી છે અને એ નામ છે ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ!

  કે એલ રાહુલ ક્રિકેટનાં ત્રણેય ફોરમેટમાં ભારત તરફથી મોટેભાગે ઓપન કરે છે, પરંતુ છેલ્લાં એક વર્ષમાં તેનો દેખાવ સામાન્ય કરતાં પણ ઓછો છે. આમ છતાં તે ફક્ત સિલેક્ટર્સ જ નહીં પરંતુ ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ જીતવામાં સતત સફળ રહ્યો છે. એક તરફ શુભમન ગીલ અને ઇશાન કિશન જેવાં આક્રમક ક્રિકેટ રમતાં વછેરાં ભારતીય ટીમનો ભાગ બનવાં માટે પોતાની યોગ્યતા સાબિત કરી ચૂક્યાં છે એવામાં કેએલ રાહુલની સતત નિષ્ફળતાને કેમ છાવરી લેવામાં આવી રહી છે તે તમામ ક્રિકેટ પ્રેમીઓ માટે એક કોયડો જ છે.

  ગઈકાલે પૂર્ણ થયેલી ટેસ્ટ મેચમાં પણ કેએલ રાહુલ કશું ખાસ ઉકાળી શક્યો ન હતો. તેણે પહેલી ઇનિંગમાં 17 રન અને બીજી ઇનિંગમાં માત્ર 1 રન કર્યો હતો. તેની બીજી ઇનિંગની વિકેટ જો કે દુર્ભાગ્યપૂર્ણ સંજોગોમાં પડી હતી પરંતુ હકીકત એ છે કે વ્યક્તિ પોતાનું ભાગ્ય પોતાની રીતે જ ઉભું કરતો હોય છે.

  - Advertisement -

  મેચ પત્યાં બાદ કેએલ રાહુલે કોઇપણ પ્રકારની કમેન્ટ વગર ફક્ત ભારતનાં રાષ્ટ્રીયધ્વજ સાથે બે ફોટા ટ્વીટ કર્યા હતાં. આ બે ફોટાઓમાંથી એક એ વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર સાથે વિકેટની ઉજવણી કરી રહ્યો હોય એ હતો. જ્યારે બીજો ફોટો ચેતેશ્વર પૂજારાને ટીમ ઇન્ડિયાએ આપેલાં ગાર્ડ ઓફ ઓનરનો છે, પૂજારા માટે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી દિલ્હી ટેસ્ટ તેની 100મી ટેસ્ટ હતી.

  આ ટ્વીટ પર કે એલની ટીકા કરનારા તૂટી પડ્યાં હતાં અને અમુકે તો તેને ટ્રોલ પણ કર્યો હતો. ચાલો જાણીએ કે કેએલ રાહુલ પોતાની જ ટ્વીટ પર કેવી રીતે ટ્રોલ થયો.

  વિશાલ ભટ્ટે રાહુલને જવાબ આપતાં પ્રશ્ન પૂછ્યો છે કે તારી પાસે સિલેક્ટર્સનો કોઈ MMS છે કે શું? વિશાલનો આ પ્રશ્ન કદાચ રાહુલનાં કંગાળ ફોર્મ છતાં તેનાં થઇ રહેલાં સિલેક્શન પર આધારિત છે.

  જાણીતાં ટ્વીટર યુઝર ધ સ્કિન ડોક્ટરે કટાક્ષ કરતાં બીજી ઇનિંગમાં જ્યારે ભારત જીતવા માટે રનચેઝ કરી રહ્યું હતું ત્યારે રાહુલ ફક્ત 1 રન બનાવીને આઉટ થયો હતો તેને ટાંકતા તેનાં આ ‘અભૂતપૂર્વ પ્રદાન’ વિષે લખ્યું છે.

  અગાઉ આપણે જાણ્યું એમ રાહુલે બે ફોટા ટ્વીટ કર્યા છે જેની મજાક ઉડાવતાં રાજેશ સાહુએ પ્રશ્ન કર્યો હતો કે તેણે પોતાનાં ‘પ્રદાનનો’ કોઈ ફોટો કેમ નથી મુક્યો?

  અંકિત દેવ અર્પણ પોતાનું દુઃખ રજુ કરતાં કહી રહ્યાં છે કે જ્યારે પણ ભારત બેટિંગ કરવા ઉતરે છે ત્યારે તેઓ એવું માની લે છે કે ટીમ પાસે નવ વિકેટ જ બાકી છે કારણકે…

  તો શિવાનીએ ટ્વીટ ત્રણ ફોટા મુકીને કેએલ રાહુલ દ્વારા ત્રણ મોટા ફાળાની નોંધ લેવામાં આવી છે. એક તો તેણે ઉસ્માન ખ્વાજાનાં કરેલા અદભુત કેચનો છે અને બીજા બે ફોટા રાહુલ DRSથી બચી ગયો તેનાં છે.

  અદિતિએ હાલમાં જ લગ્ન થયાં હોવાથી કેએલ રાહુલને 4-5 વર્ષ માટે હનીમુન પર જતાં રહેવાની સલાહ આપી છે.

  ક્રિકેટ ફેન્સ ઘણી વખત બહુ કડવી પણ સાચી વાત કરી દેતાં હોય છે. આમતો અમુક ફેન્સ પોતાને ન ગમતાં ખેલાડીને તેના સારા-ખરાબ દેખાવને ધ્યાનમાં લીધાં વગર જ ટ્રોલ કરતાં રહેતાં હોય છે પરંતુ કેએલ રાહુલનાં કિસ્સામાં એવું નથી. તે સતત નિષ્ફળ જઈ રહ્યો છે છતાં તે પ્લેયિંગ ઇલેવનમાં સ્થાન પામીને ગીલ અને કિશન જેવાં ટેલેન્ટેડ ખેલાડીઓનું સ્થાન રોકી રહ્યો છે.

  જો રવિન્દ્ર જાડેજાને ઈજામાંથી સાજા બાદ એક રણજી મેચ રમીને પોતાનું સ્થાન ટેસ્ટ ટીમમાં પાકું કરવાનું કહેવામાં આવી શકાતું હોય તો રાહુલ સચિન તેંદુલકર કે વિરાટ કોહલી જેવો મહાન બેટ્સમેન તો નથી જ કે તે ફક્ત એક સારી ઇનિંગ રમીને ફોર્મમાં પરત આવી જશે? કેએલ રાહુલનું ટ્રોલ થવાનું મુખ્ય કારણ ફક્ત આ જ છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં