Saturday, October 5, 2024
More
    હોમપેજમંતવ્યલ્યો બોલો! શાદી ડોટ કોમના અનુપમ મિત્તલને ટ્વીટરનું બ્લ્યુ ટીક જતાં ખોટું...

    લ્યો બોલો! શાદી ડોટ કોમના અનુપમ મિત્તલને ટ્વીટરનું બ્લ્યુ ટીક જતાં ખોટું લાગી જતાં ટેસ્લાનો ઓર્ડર કેન્સલ કર્યો; ટ્વીટર યુઝર્સે ટોણો મારતા મજા લીધી

    શાદી ડોટ કોમના અનુપમ મિત્તલનું બ્લુ ટીક ટ્વીટરે પરત લઇ લેતાં તેઓ ગુસ્સે ભરાયા છે અને એમણે એવો નિર્ણય લીધો છે જે ઈલોન મસ્કને પણ નુકસાન કરાવી શકે છે.

    - Advertisement -

    શાદી ડોટ કોમ નામનું પ્રખ્યાત સ્ટાર્ટઅપ સ્થાપનાર અને શાર્ક ટેન્ક રીયાલીટી શો ના જજ એવા અનુપમ મિત્તલનું બ્લ્યુ ટીક ટ્વીટર દ્વારા દૂર કરવામાં આવતા તેમને ખોટું લાગી ગયું છે. અનુપમ મિત્તલે વળતી કાર્યવાહી કરતાં પોતે પોતાનો ટેસ્લા કારનો ઓર્ડર કેન્સલ કરી રહ્યા છે તેવી ટ્વીટ કરી હતી. મિત્તલે આ પ્રકારની ટ્વીટ કરી તો દીધી પરંતુ ત્યારબાદ ટ્વીટર યુઝર્સે તેમને ટોણા મારી મારીને તેમની મજા લીધી હતી.

    આપણે જાણીએ છીએ કે ટેસ્લા એ દક્ષિણ આફ્રિકન મૂળના અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્કની કંપનીની કાર છે અને તેમણે થોડા મહિના અગાઉ જ માઈક્રોબ્લોગીંગ સાઈટ ટ્વીટરને ખરીદી લીધી હતી. આથી અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી, યોગી આદિત્યનાથ જેવા હજારો સેલિબ્રિટીઝની માફક પોતાનું ટ્વીટર બ્લ્યુ ટીક ગુમાવતા અનુપમ મિત્તલ મસ્ક પર વળતી કાર્યવાહી કરવાના મૂડમાં આવી ગયા હતાં અને પોતે હવે ટેસ્લા કાર નથી લેવાના એવો નિર્ણય તેમણે ટ્વીટર પર જાહેર કરી દીધો હતો.

    આ ટ્વીટના જવાબમાં ગબ્બરસિંઘ નામે પ્રખ્યાત અને શાર્ક ટેન્કમાં પોતાના સ્ટાર્ટ અપને ફંડ પૂરું પાડવાની માંગ સાથે જઈ આવનાર મહાશયે અનુપમ મિત્તલની મસ્તી કરતાં કહ્યું હતું કે જો તમે ટેસ્લાનું બુકિંગ કેન્સલ કર્યું છે તો મસ્કે એની શાદી કેન્સલ કરી દીધી છે.

    - Advertisement -

    મનોજે શાર્ક ટેન્કમાં ઉતાવળા નિર્ણયો લેનારાઓની મશ્કરી કરતા અનુપમ જે કમેન્ટ કરતાં એ જ કમેન્ટને મિમ તરીકે ઉપયોગમાં લઇ લીધી છે.

    સ્વાથી બેલ્લામે અનુપમ મિત્તલના નિર્ણય બાદ ચિંતા વ્યક્ત કરી છે કે હવે ઈલોન મસ્કનું શું થશે? શું ટેસ્લાનું ઉત્પાદન જ બંધ થઇ જશે?

    ડોક્ટર વેદુ કહી રહ્યા છે કે મિત્તલની આ જાહેરાત બાદ ટેસ્લાના શેર્સ 0% નીચે ગયા છે.

    આકાશ ગૌરે તો અનુપમ મિત્તલની હવા કાઢી નાખતી ટ્વીટ કરીને કહ્યું છે કે મિત્તલે એક જ વ્યક્તિની માલિકી ધરાવતી ટેસ્લા ખરીદવી કે બ્યુ ટીક એ બે વચ્ચે બ્લુ ટીક ખરીદવાનો (બંનેમાંથી સસ્તી પ્રોડક્ટ) નિર્ણય લઇ લીધો છે.

    આપણને ખ્યાલ જ છે કે ટ્વીટર અગાઉ જાણીતા વ્યક્તિ અથવાતો સેલિબ્રિટીઝના ફેક એકાઉન્ટ ન બની જાય તે માટે બ્લ્યુ ટીક વિનામૂલ્યે પુરાવાઓ દર્શાવવા સામે આપતું હતું. આ બ્લ્યુ ટીક બાદમાં સેલિબ્રિટી સ્ટેટ્સ બની ગયું હતું. આ જ લાગણીનો લાભ ઉઠાવીને ઈલોન મસ્કે ટ્વીટર પર કબજો મેળવ્યા બાદ બ્લુ ટીકનું વેંચાણ શરુ કરી દીધું હતું.

    થોડા દિવસ અગાઉ જ સેલિબ્રિટીઝ જેમણે બ્લ્યુ ટીક ન ખરીદ્યું હોય એમનાં બ્લ્યુ ટીક પણ રદ્દ કરી દીધા હતાં. આ નિર્ણય સામે અસંખ્ય સેલિબ્રિટીઝે નારાજગી વ્યક્ત કરી હતી. આ તમામ ઘટનાઓ દરમ્યાન અનુપમ મિત્તલનું બ્લ્યુ ટીક પણ જતું રહેતાં તેમણે ઉપરોક્ત ટ્વીટ કરી હતી. હવે આ ટ્વીટ ખરેખર એમનો ગુસ્સો જણાવતી હતી કે પછી તેમણે ફક્ત મજાક કરી હતી એ તો ખુદ અનુપમ મિત્તલ જ જણાવી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં