Tuesday, April 30, 2024
More
    હોમપેજમંતવ્યમુંબઈને મહારાષ્ટ્રથી અલગ પાડવાના પ્રયાસ થતા હોવાના આરોપ લગાવી સંજય રાઉત શું...

    મુંબઈને મહારાષ્ટ્રથી અલગ પાડવાના પ્રયાસ થતા હોવાના આરોપ લગાવી સંજય રાઉત શું પ્રાંતવાદ ઉભો કરવા માંગે છે? ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે પણ છલકાવ્યો દ્વેષ

    આના પરથી એક અંદાજ તેવો લગાવી શકાય કે બાળા સાહેબ ઠાકરેની શિવસેના પોતાના શરૂઆતના તબક્કામાં જે મુજબનું વલણ રાખીને પોતાના મૂળિયાં ઊંડા કરવા માંગતી હતી, કંઇક તેવી જ રણનીતિ સંજય રાઉત વાપરવા માંગે છે.

    - Advertisement -

    શિવસેનાના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે ગુરુવારે (4 મે 2023) રોજ એક વિવાદિત નિવેદન આપીને આરોપ લગાવ્યો હતો કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ પડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે અને આ ષડયંત્ર ઘડવાવાળા લોકો સતત શહેર પર હુમલાઓ કરીને તેને દરેક સ્તર પર નબળુ પડવાની કોશિશ કરી રહ્યા છે. સંજય રાઉત દ્વારા મુંબઈને મહારાષ્ટ્રથી અલગ પાડવાનો આરોપ એક પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે વાત કરતા લગાવવામાં આવ્યો હતો. આ દરમિયાન રાઉતે તેમ પણ કહ્યું હતું કે, અમારી પાર્ટી કોઈ કાળે મુંબઈને નુકસાન નહીં પહોંચવા દે.

    અહેવાલો અનુસાર પત્રકારોને સંબોધતા સંજય રાઉતે કહ્યું હતું કે, “ભલે તે મારી પાર્ટી હોય કે, વસંત દાદા પાટીલથી લઈને વસંતરાવ નાયક સુધી કોંગ્રેસ સાથે સબંધ રાખનાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા હોય, અ તમામે મુંબઈની રક્ષા કરવાના પ્રયત્નો કર્યા છે. અમારી પાર્ટી મુંબઈને કોઈ નુકસાન નહીં પહોંચવા દે, અને શહેરને કેન્દ્રશાસિત પ્રદેશ પણ નહીં બનવા દે.”

    સંજય રાઉત મુંબઈને મહારાષ્ટ્રથી અલગ પડવાની વાતમાં ગુજરાતને તાણી લાવ્યાં

    ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને સાંસદ સંજય રાઉત મુંબઈને મહારાષ્ટ્રથી અલગ પડવાના આરોપ સાથે ગુજરાતને જોડીને તેવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે, આજે પણ મુંબઈ શહેરને પુંજીવાદીઓનું ગુલામ બનાવવાના પ્રયત્નો ચાલુ જ છે. રાઉતે કોઈનું નામ લીધા વગર કેન્દ્ર સરકાર તરફ ઈશારો કરતા કહ્યું હતું કે, “ભૂતકાળમાં પણ ભૂતકાળમાં પણ ઉદ્યોગપતિઓ ગુજરાતના હતા અને હજુ પણ તે સમજી શકાય છે, કારણ કે શાસન કરનારા લોકો તે જ રાજ્યના છે.” અહીં સંજય રાઉત તે વતની ચોખવટ નથી પાડી રહ્યા કે વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતા ગુજરાત રાજ્યના છે તેને અને મુંબઈને મહારાષ્ટ્રથી અલગ પડવાના તેમના દાવાને શું લેવાદેવા છે.

    - Advertisement -

    ઉદ્યોગપતિઓના નામે ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીયન પ્રજા વચ્ચે ખટાશ લાવવાનો પ્રયાસ?

    સંજય રાઉત પોતાના આરોપોમાં ગુજરાતના ઉદ્યોગપતિઓને પણ તાણી લાવ્યા હતા. તેમણે જે મુજબનું નિવેદન આપ્યું કે ભૂતકાળના અને વર્તમાનના ઉદ્યોગપતિઓ ગુજરાતના હોવાથી મુંબઈ કે મહારાષ્ટ્રને શું ફર્ક પડવાનો? વર્ષોથી ગુજરાતી પ્રજા મુંબઈમાં વસ્તી આવી છે અને તેઓ ગર્વથી પોતાને ‘મુંબઈકર’ માને છે અને જાહેરમાં કહે પણ છે. પોતાના આરોપોમાં રાઉતે આગળ જણાવ્યું કે, “આર્થિક ભૌગોલોક અને સામાજિક દ્રષ્ટિએ મુંબઈ શહેરને નબળું પાડવા માટે તેના પર સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. આ મુંબઈને મહારાષ્ટ્રથી વિખૂટું પડવાનું મોટું ષડયંત્ર છે, જેના માટે ઉદ્યોગો અને પરિયોજનાઓ મુંબઈથી બહાર લઈ જવામાં આવી રહ્યાં છે.” અહીં તેવું નથી લાગી રહ્યું કે આ પ્રકારના નિવેદનો આપીને સંજય રાઉત ગુજરાતીઓ અને મરાઠીઓ વચ્ચે દ્વેષની ખાઈ ખોદવાનો પ્રયાસ કરી રહ્યા છે?

    જોકે વિચારવા જેવી બાબત તે છે કે આર્થિક દ્રષ્ટિએ મુંબઈને મહારાષ્ટ્રની કરોડરજ્જુ માની શકાય અને જે મુજબ દરેક સમાજ અને પ્રાંતના લોકો દૂધમાં સાકાર ભળે તેમ મુંબઈમાં ભળીને મુંબઈને સક્ષમ બનાવવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સંજય રાઉત જે મુજબના દાવાઓ કરી રહ્યાં છે, તે દાવાઓ સાબિત કરવા માટેનું એક પણ સંતોષકારક પ્રમાણ તેમણે હજુ સુધી તો નથી જ આપ્યું. ઉપરથી તેમના આ પ્રકારના નિવેદનો પ્રાંતવાદને પ્રેરણા આપીને મુબઈ જેવા શહેરને નફરત અને દ્વેષની આગમાં હોમવાનું કામ ચોક્કસથી કરી શકે.

    રાઉતના આખા આ નિવેદનમાં મહારાષ્ટ્રની જનતાને રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતી વખતે તેવું લાગી રહ્યું હતું કે, તેમણે અને તેમની પાર્ટીએ અગામી વર્ષે આવી રહેલી ચૂંટણીઓની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. પરંતુ રાઉતે જે શબ્દો વાપર્યા કે ‘આ રાજ્ય દેશનું એક મહત્વપૂર્ણ રાજ્ય છે. મહારાષ્ટ્ર પોતાનામાં જ એક રાષ્ટ્ર છે. જ્યાં સુધી અમારા શ્વાસો ચાલે છે ત્યાં સુધી મુંબઈને મહારાષ્ટ્રથી કોઈ અલગ નહીં પાડી શકે.’ તેના પરથી એક અંદાજ તેવો લગાવી શકાય કે બાળા સાહેબ ઠાકરેની શિવસેના પોતાના શરૂઆતના તબક્કામાં જે મુજબનું વલણ રાખીને પોતાના મૂળિયાં ઊંડા કરવા માંગતી હતી, કંઇક તેવી જ રણનીતિ સંજય રાઉત વાપરવા માંગે છે. બાકી રહી વાત મુંબઈને મહારાષ્ટ્રથી વિખૂટું પાડવાની, તો તે સોટી મારીને પાણી જુદું પડવાની વાત જેવી જ વાત થઈ.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં