Saturday, September 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજુનૈદ-નાસિર કેસમાં ‘તુષ્ટિકરણ’ જોઈ રહી છે કોંગ્રેસ સરકાર?: ગૌતસ્કરોના પરિજનોને 20 લાખ-સરકારી...

    જુનૈદ-નાસિર કેસમાં ‘તુષ્ટિકરણ’ જોઈ રહી છે કોંગ્રેસ સરકાર?: ગૌતસ્કરોના પરિજનોને 20 લાખ-સરકારી નોકરી, ગૌરક્ષકોને ફસાવવાનો અને ટોર્ચર કરવાનો આરોપ

    મામલાએ વેગ ત્યારે પકડ્યો જ્યારે આ મામલે અન્ય એક આરોપી શ્રીકાંત કૌશિકના પરિવારે આરોપ લગાવ્યો કે રાજસ્થાન પોલીસે તેમની સાથે નિર્મમતાપૂર્ણ વ્યવહાર કર્યો અને આ ઘટનામાં શ્રીકાંતની પત્નીનો ગર્ભ પડી ગયો.

    - Advertisement -

    પાડોશી રાજ્ય રાજસ્થાન અપરાધિક ઘટનાઓના કારણે પહેલેથી જ કુખ્યાત રહ્યું છે અને આંકડાઓ પણ એ તરફ જ ઈશારો કરે છે. હિંદુઓ ગાયને માતા માને છે અને ગૌરક્ષાને પોતાનો ધર્મ સમજે છે. આ વાત એટલા માટે કારણ કે તાજેતરમાં એક ઘટના બની જેણે રાજસ્થાન પોલીસની કામગીરી પર શંકા ઉભી કરી છે અને ગૌરક્ષકોને ફસાવવાનો આરોપ લાગ્યો છે. આ ઘટના છે હરિયાણાના ભિવાનીમાં થયેલ બે મોત અને ગૌરક્ષક મોનુ માનેસરના તેની સાથેના કનેક્શનની. 

    સૌથી પહેલાં ઘટના વિશે જાણવું જરૂરી છે. થયું એવું કે જુનૈદ અને નાસિર નામના બે ઈસમોનાં સળગીને મોત થઇ ગયાં હતાં. આ મામલે મોનુ માનેસરને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. જુનૈદ પર ગૌહત્યાના ઘણા કેસ પહેલેથી જ નોંધાયેલા છે અને તેનો ધંધો પણ આ જ હતો. જોકે, મોનુનું કહેવું છે કે તે નિર્દોષ છે અને ઘટના સમયે તેઓ અન્યત્ર હતા. તેમણે કહ્યું કે તેઓ ગૌતસ્કરોના નિશાને રહે છે અને તેમની વિરુદ્ધ ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું છે. 

    આ મામલે હવે વિશ્વ હિંદુ પરિષદની પણ એન્ટ્રી થઇ છે અને CBI તપાસની માંગ કરવામાં આવી રહી છે. મામલાએ વેગ ત્યારે પકડ્યો જ્યારે આ મામલે અન્ય એક આરોપી શ્રીકાંત કૌશિકના પરિવારે આરોપ લગાવ્યો કે રાજસ્થાન પોલીસે તેમની સાથે નિર્મમતાપૂર્ણ વ્યવહાર કર્યો અને આ ઘટનામાં શ્રીકાંતની પત્નીનો ગર્ભ પડી ગયો. આ મામલે હરિયાણા પોલીસ તપાસ કરી રહી છે જ્યારે રાજસ્થાન પોલીસે આરોપો નકારી દીધા છે. 

    - Advertisement -

    રાજસ્થાન પોલીસ હરિયાણામાં જઈને આ બે મોત મામલે તપાસ કરી રહી છે બીજી તરફ બર્બરતા મામલે હરિયાણામાં રાજસ્થાન પોલીસના કર્મચારીઓ વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે ભરતપુર પોલીસ આ આરોપોને નકારી રહી હોવા છતાં હજુ સુધી તેમણે પોતાના પક્ષે કોઈ તથ્યો રજૂ કર્યાં નથી. તેમની પાસે માત્ર નિવેદનો જ છે. પોલીસ દ્વારા થતી બર્બરતા કોઈ નવી બાબત નથી, જેથી એવું પણ નથી કે રાજસ્થાન પોલીસ કહી દે અને તેની ઉપર વિશ્વાસ થઇ જાય. 

    ઑપઇન્ડિયા સાથે વાત કરતાં શ્રીકાંતના કાકા પ્રવીણ કુમારે કહ્યું કે મારપીટ મામલે રાજસ્થાન પોલીસનું ઇનકાર કરવું એ તદ્દન જુઠ્ઠાણું છે. તેમણે કહ્યું કે, તપાસ દરમિયાન તેમની વહુને ઇજા પહોંચી હતી તેમણે રાજસ્થાન પોલીસના આ વર્તનને અમાનવીય ગણાવ્યું અને કહ્યું કે પોલીસ ટોર્ચર કરી રહી હતી ત્યારે પુરુષો ઘરમાં ન હતા, જેના કારણે શ્રીકાંતની પત્નીને કોઈ હોસ્પિટલ પણ લઇ જઈ ન શક્યું. 

    કોઈના ઘરે મળસ્કે ત્રણ વાગ્યે દરોડા પાડવા કેટલું યોગ્ય છે? એ પણ એવા વ્યક્તિને ત્યાં જે રીઢો ગુનેગાર કે આતંકવાદી ન હોય. શ્રીકાંતના પિતરાઈ ભાઈ વિષ્ણુ કૌશિકે ઑપઇન્ડિયાને જણાવ્યું કે લગભગ 40 કલાક સુધી તેમને પોલીસ મથકે રાખવામાં આવ્યા હતા અને તમાચા પણ મારવામાં આવ્યા હતા. તેમને 2 સાડા કાગળ પર સહી કરાવવામાં આવી. તેમનું પણ કહેવું છે કે રાજસ્થાન પોલીસે તેમની સામે શ્રીકાંતની પત્ની સાથે મારપીટ કરી હતી. 

    મોનુ માનેસરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે તેઓ ઘટના સામે ગુરુગ્રામની એક હોટેલમાં હતા. હોટેલના સીસીટીવી ફૂટેજમાં પણ આ બાબતના પુરાવા મળ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. VHP આ મામલે ખોટી રીતે ‘બજરંગ દળ’ને ઘસડવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવી રહી છે. જોકે, એ પણ જાણવું જરૂરી છે કે મેવાત ગૌતસ્કરી અને મુસ્લિમો દ્વારા થતા ગુનાઓ માટે કુખ્યાત છે. આ એ જ જગ્યા છે જ્યાં ગત વર્ષે એક DSPની હત્યા કરી નાંખવામાં આવી હતી. 

    DSPના હત્યારાઓને પકડવા આવેલી પોલીસ અને ગુનેગારો વચ્ચે અથડામણ પણ થઇ હતી. આવામાં મોનુ માનેસર આ કુખ્યાત ક્ષેત્રમાં ગૌહત્યા વિરુદ્ધ કામ કરી રહ્યા છે અને હિંદુ યુવાનોને પોતાની સાથે જોડાઈને ગૌરક્ષામાં યોગદાન આપી રહ્યા છે. અનેક ગૌહત્યારાઓ તેમના કારણે જેલમાં છે. જેના કારણે કોઈ ષડ્યંત્રની આશંકાને વેગ મળે તે સ્વભાવિક છે. આ જ વર્ષે મોનુ માનેસરની હત્યા કરવાના પણ પ્રયાસો થયા હતા. 

    VHPનું કહેવું છે કે શ્રીકાંતના પરિવારને પ્રતાડિત કરવામાં આવ્યો છે. બીજી તરફ ઈનામી ગુનેગારોના પરિવારોને જે રીતે રાજસ્થાનના મંત્રી ચેક સોંપી રહ્યા છે તેને લઈને પણ હિંદુ સંગઠનો નારાજ છે. અન્યાય થવા પર સંગઠને રસ્તા પર ઉતરવાનું પણ એલાન કર્યું છે. આ સંજોગોમાં રાજસ્થાન કે હરિયાણાની સરકાર CBI તપાસની ભલામણ કરે અને નિષ્પક્ષ તપાસ કરે તે જ યોગ્ય રહેશે. 

    હવે વાત કરીએ રાજસ્થાન સરકારની, જે મુસ્લિમ તુષ્ટિકરણની સીમાઓ પાર કરતી જોવા મળી રહી છે. રાજસ્થાન પોલીસ પણ સરકારની પ્રવક્તાની જેમ કહી રહી છે કે જુનૈદ અને નાસિરની હત્યા ગૌરક્ષકોએ કરી છે. એક રિંકુ સૈનીએ કબૂલાત કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ શ્રીકાંતના પરિજનો સાથે થયેલા વ્યવહારને જોઈને અંદાજ લગાવી શકાય કે આ કબૂલાત કઈ રીતે કરાવવામાં આવી હશે. રિંકુ સિંહ ટેક્સી ચલાવે છે અને ગૌરક્ષકોના દળમાં પણ જોડાયેલા છે. 

    આ મામલે રાજસ્થાનની કોંગ્રેસી-મુસ્લિમ લૉબી ખાસ્સી સક્રિય દેખાઈ રહી છે. ત્યાંના શિક્ષણ મંત્રી જાહિદા ખાને પ્રતિનિધિમંડળ બનાવીને સીએમ સાથે મુલાકાત કરીને ગૌરક્ષકોની ધરપકડ માટે દબાણ કર્યું હતું. બીજી તરફ આવા મામલામાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પાછળ રહે તે કેમ બને? 

    ઓવૈસીની પાર્ટી આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 40 બેઠકો પર લડવાનું એલાન કરી ચૂકી છે અને તેમણે પ્રચાર અભિયાનની શરૂઆત જુનૈદ-નાસિરને ‘શહીદ’ ગણાવીને કરી છે. આ જ ક્રમમાં ઘાટમિકા ગામમાં જાહિદા ખાનની હાજરીમાં એક પંચાયત પણ બોલાવવામાં આવી અને મૃતકોના પરિજનોને 15-15 લાખ આપવામાં આવ્યા તેમજ આશ્રિતોને નોકરીનું આશ્વાસન અપાયું. એટલું જ નહીં, મંત્રીએ 5-5 લાખ અલગથી આપ્યા. ઉપરાંત પંચાયતે 51-51 હજારનું એલાન કર્યું. 

    આ પંચાયતમાં બજરંગ દળ કાર્યકર્તાઓને વસૂલી કરનારા ગણાવવામાં આવ્યા. ગૌહત્યામાં લિપ્ત લોકોના પરિજનોની રાજસ્થાન સરકાર આ રીતે સેવા કરી રહી છે. મતો માટે કોંગ્રેસ અને AIMIM એટલા નીચે ઉતરી ગયાં છે કે ગૌ-હત્યારાઓને રક્ષણ મળી રહ્યું છે અને ગૌરક્ષકોને ટોર્ચર.

    VHP પ્રવક્તા વિનોદ બંસલે આ મામલે કહ્યું કે, “રાજસ્થાન પોલીસની તપાસ પર અમને વિશ્વાસ નથી. ત્યાંની સરકાર પર અમને ભરોસો નથી. આ લોકો રાજસ્થાની પરંપરાને કલંકિત કરવામાં લાગ્યા છે. તપાસ પહેલાં જ અમારા સંગઠનને કલંકિત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. જાણીજોઈને તપાસ એક જ દિશામાં લઇ જેવામાં આવી રહી છે. પહેલાં જ વળતરની ઘોષણા કરી દેવામાં આવી એટલે કે સરકારે ઘોષિત કરી દીધું કે તેઓ નિર્દોષ છે.”

    દરમ્યાન રાજસ્થાનના એક SHOનું સ્ટિંગ પણ વાયરલ થયું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે મોનુ માનેસરનું આ ઘટનાક્રમમાં ક્યાંય નામ જ નથી. એટલે કે તેમને ઘસડવામાં આવી રહ્યા છે. રાજસ્થાન પોલીસે જે રીતે પત્રકાર અમન ચોપડાને પ્રતાડિત કર્યા હતા તેનાથી તેમની પોલ ખુલી ગઈ હતી. હવે ગૌહત્યારાઓ સામે રાજસ્થાન સરકાર નતમસ્તક છે પરંતુ તેમણે આત્મદાહ કરનારા જયપુરના પૂજારી ગિરિરાજસિંના મૃત્યુ બાદ તેમને શું આપ્યું હતું? 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં