Sunday, April 28, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ‘હનુમાનજી ભગવાન નથી’ કહીને મનોજ મુંતશિરે કર્યો સ્વબચાવ: શાસ્ત્રો મુજબ તેઓ શા...

    ‘હનુમાનજી ભગવાન નથી’ કહીને મનોજ મુંતશિરે કર્યો સ્વબચાવ: શાસ્ત્રો મુજબ તેઓ શા માટે ખોટા છે અને ‘આદિપુરુષ’ના સંવાદ કેમ અયોગ્ય છે? જાણીએ

    હિંદુ માન્યતાઓ અનુસાર, હનુમાનજી રુદ્ર અવતાર છે, જે સ્વયં શિવનું સ્વરૂપ છે.

    - Advertisement -

    ‘આદિપુરુષ’ના ડાયલોગ્સને લઈને દેશભરમાં હોબાળો મચ્યો છે. ફિલ્મના નિર્માતાઓની કોઈ સ્પષ્ટતા કે સ્વબચાવ દર્શકો સ્વીકારી નથી રહ્યા. ‘આદિપુરુષ’ તેના વાંધાજનક ડાયલોગ્સ, નબળા કાસ્ટિંગ અને તથ્યો સાથે છેડછાડને કારણે બોક્સ ઓફિસ પર પિટાઈ ગઈ છે. તાજેતરમાં ફિલ્મના લેખક મનોજ મુંતશિરે હનુમાનજી પર કરેલી ટિપ્પણીથી વિવાદ વધુ વકર્યો હતો.

    મનોજ મુંતશિરે એમ કહીને બળતામાં ઘી હોમ્યું હતું છે કે, “હનુમાનજી ભગવાન નથી, એક ભક્ત છે. આપણે તેમને પછીથી ભગવાન બનાવ્યા કારણકે તેમની ભક્તિમાં એટલી શક્તિ હતી.” લેખકે બહુ જ સરળતાથી એવું સૂચિત કરી નાખ્યું કે, માનવજાત, જે મોટાભાગે આધ્યાત્મિક અજ્ઞાનતામાં જીવી રહી છે, તે ભગવાન રામના સૌથી પ્રખર ભક્તને ભગવાન બનાવવાની શક્તિ ધરાવે છે અને હનુમાનજી એક ભક્તથી વિશેષ કંઈ ન હતા. પોતે લખેલા અસંવેદનશીલ સંવાદોનો બચાવ કરવા માટે મનોજ મુંતશિર એક પછી એક વિચિત્ર નિવેદનો આપી રહ્યા છે.

    અગાઉ મુંતશિરે એ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે તેમની ફિલ્મમાં હનુમાનજી ગુંડાની જેમ ‘કપડા તેરે બાપ કા’ એવા ડાયલોગ બોલે છે કારણકે, “વાર્તામાં તમામ પાત્રો ભાષાકીય રીતે એક જ પ્રકારે ન બોલી શકે.” આ ઉપરાંત, તેમણે એવું પણ જણાવ્યું હતું કે આવા ડાયલોગ તેમણે એટલે લખ્યા હતા જેથી યુવા પેઢી સરળતાથી કનેક્ટ થઈ શકે. અન્ય એક ઉદ્ધતાઈ ભરેલું નિવેદન તેમણે એ આપ્યું હતું કે બજરંગ બલી ફિલોસોફિકલ નથી બોલતા.

    - Advertisement -

    મનોજ (મુંતશિર) શુક્લાના નિવેદનથી દેશભરના હિંદુઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મનોજ મુંતશિરે હનુમાનજી પર કરેલી ટિપ્પણી પરથી એ પણ ખ્યાલ આવે છે કે તેઓ હિંદુ દેવી-દેવતાઓ અંગેના સત્ય અને સમજથી કેટલા દૂર છે અને તેમનામાં હિંદુ આધ્યાત્મિકતાને સમજવા માટે જરૂરી ગહનતાનો અભાવ છે. આ રિપોર્ટમાં એ જણાવવામાં આવ્યું છે કે શા માટે મનોજ મુંતશિર શુક્લા ભગવાન હનુમાન વિશે ખોટી સમજ ધરાવે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે.

    ભગવાન શિવના રુદ્ર અવતાર છે હનુમાનજી

    હનુમાનજી ભગવાન શિવના અનેક અવતારોમાંથી એક છે. તેઓ 108 જેટલા નામોથી જાણીતાં છે જે તેમના દૈવી પાત્ર અને વ્યક્તિત્વની મહાનતા દર્શાવે છે. આમાંથી કેટલાક નામો નીચે મુજબ છે:

    બજરંગ બલી (વજ્ર જેવું શરીર ધરાવતા શક્તિશાળી)

    રામદૂત (ભગવાન રામના સંદેશવાહક)

    પવનપુત્ર (પવન દેવતાના પુત્ર)

    અંજનેયા (અંજનાના પુત્ર)

    મનોજવા (જે મગજ કરતાં પણ ઝડપી છે)

    રુદ્રવીર્ય સમુદ્ભવ (શિવમાંથી જન્મેલા)

    ભક્ત વત્સલ (ભક્તોના રક્ષક)

    મહાવીર (સૌથી શૂરવીર)

    પ્રજ્ઞા (વિદ્વાન)

    મહાતપસ્વી (મહાધ્યાની)

    તત્વજ્ઞાનપ્રદા (જે જ્ઞાન આપે છે)

    હનુમાનજીના 108+ નામોમાંથી અહીં ફક્ત 11 નામ જ આપ્યા છે. જો મનોજ મુંતશિરે આ નામો કે હનુમાન ચાલીસા વાંચવાની તસ્દી લીધી હોત, તો તેઓ જાતે જ પોતાના ‘ગૂંચવાયેલા’ મગજનું નિરીક્ષણ કરી શકત કે હનુમાનજીને તેઓ ભગવાન કેમ નથી માનતા.

    પવિત્ર હિંદુ ગ્રંથ “વાયુપુરાણ” અનુસાર, મહાવીર બજરંગ બલી હકીકતમાં ભગવાન શિવના અવતાર હતા. આ શાસ્ત્રમાં એક શ્લોક છે કે, “आश्विनस्यासिते पक्षे स्वात्यां भौमे च मारुतिः। मेषलग्नेजनागर्भात स्वयं जातो हरः शिवः।“ (એ ભગવાન શિવ હતા જેમણે માતા અંજનાના ગર્ભમાંથી જન્મ લીધો હતો. ભગવાન હનુમાનનો જન્મ અશ્વિન (હિંદુ) મહિનાના કૃષ્ણ પક્ષ ચતુર્દશીએ મંગળવારે સ્વાતિ નક્ષત્રમાં મેષ રાશિમાં થયો હતો.)

    વાયુપુરાણમાં અન્ય એક જગ્યાએ હનુમાનજીને ‘પ્રાણ’ કહેવામાં આવ્યા છે. તેમાં લખેલું છે કે હનુમાનજી એ ઓમનું પ્રતીક છે જે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ત્રિદેવનું વ્યુત્પન્ન સ્વરૂપ છે; તેઓ ‘ઓમ’ની જેમ જ સર્વવ્યાપી અને નિરાકાર બ્રહ્મા (ઈશ્વર)નું પ્રતીક છે. મહાન ગ્રંથમાં એવું પણ લખેલું છે કે હનુમાનજી પવનદેવના પુત્ર હોવાને કારણે માનવ શરીરના જીવન તત્વથી અવિભાજ્ય છે, તેઓ એ શ્વાસ છે જે આપણને હવામાંથી પ્રાપ્ત થાય છે.

    આ ઉપરાંત, ‘શિવપુરાણ’ના ‘શતરુદ્ર સંહિતા’ના 20મા અધ્યાયમાં હનુમાનજીનો ઉલ્લેખ ક્યારેક ભગવાન શિવના અંશ તરીકે તો ક્યારેક સ્વયં ભગવાન શિવ તરીકે કરવામાં આવ્યો છે. તો અંજની પુત્રના જન્મની કથાનું પણ તેમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે, ભગવાન શ્રીરામના પવિત્ર લક્ષ્યને ફળીભૂત કરવા માટે ભગવાન શિવે પોતે હનુમાન તરીકે જન્મ લીધો હતો.

    મનોજ મુંતશિરને ખોટા સાબિત કરે છે હિંદુ શાસ્ત્રો

    હનુમાન ચાલીસા એ ભગવાન શ્રીરામના પ્રખર ભક્ત ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત 40-શ્લોકોનો સ્તોત્ર છે. આ ચાલીસામાં ભગવાન હનુમાનના સોથી પણ વધુ દૈવી ગુણોના ગુણગાન ગાવામાં આવ્યા છે. ‘આદિપુરુષ’ના સંવાદ લેખકે એ જ તુલસીદાસજીનો પોતાના બચાવમાં ઘણી વખત ઉલ્લેખ કર્યો છે.

    હનુમાન ચાલીસાના એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે, “યમ કુબેર દિગપાલ જહાં તે, કવિ કોવિદ કહી સકે કહાં તે” (મૃત્યુના દેવ યમરાજ, સંપત્તિના દેવ કુબેર અને બ્રહ્માંડના ચારેય ખૂણાના રક્ષક એવા દિગપાલો તમારી કીર્તિઓને અંજલિ આપવા માટે એકબીજા સાથે હરીફાઈ કરે છે. ત્યારે માત્ર એક કવિ તમારી શ્રેષ્ઠતાની યોગ્ય અભિવ્યક્તિ કેવી રીતે કરી શકે?) બજરંગ બલીની આવી મહિમા ગાનારા તુલસીદાસજીને ટાંકીને જ મનોજ મુંતશિરે ‘હનુમાનજી ભગવાન નથી’ એવું કહી દીધું છે.

    તુલસીદાસજી

    ભગવાન રામના રાજ્યાભિષેક વખતે જ્યારે માતા સીતાએ પોતાના ગળામાંથી એક મૂલ્યવાન હાર કાઢીને હનુમાનજીને આપ્યો ત્યારે તેમણે દાંત વડે હારમાંથી મોતી તોડવાનું શરુ કર્યું. આશ્ચર્યચકિત થયેલા માતા સીતાએ જ્યારે હનુમાનજીને પૂછ્યું કે તેઓ આવું શા માટે કરી રહ્યા છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેઓ એ જોવા માગે છે કે હારના મોતીમાં ભગવાન શ્રીરામ છે કે નહીં.

    એ પછી મહેલના એક સભ્યએ હનુમાનજીને તેમના શરીરમાં ભગવાન રામ છે કે નહીં એવું સાબિત કરવા કહ્યું. ત્યારે પ્રભુ શ્રીરામનો મહિમા ગાતા હનુમાનજીએ છાતી ફાડીને ભગવાન રામ અને માતા સીતાની છબી પ્રગટ કરી.

    હનુમાનજીને અમરત્વનું વરદાન પણ મળ્યું હતું. તેઓ મહાબલી, અશ્વત્થામા, પરશુરામ, કૃપાચાર્ય, વેદવ્યાસ, વિભીષણ અને માર્કંડેય સાથે કુલ 8 ચિરંજીવીઓમાંના એક છે.

    હનુમાન ચાલીસામાં હનુમાનજીને “જ્ઞાન ગુણ સાગર” તરીકે પૂજવામાં આવ્યા છે. પરંતુ મનોજ મુંતશિરના કહેવા પ્રમાણે,  “હનુમાનજી દર્શનિક ન હતા. હનુમાનજી એક રમૂજી, બાળક જેવું અને ઓછી બુદ્ધિવાળું પાત્ર હતું.”

    વાલ્મીકિ રામાયણમાં એવા અનેક કિસ્સાઓ છે જ્યારે ભગવાન રામે પોતે હનુમાનજીના જ્ઞાન અને તેમની સમજદારીપૂર્વક બોલવાની રીતની પ્રશંસા કરી છે. એટલે મનોજ મુંતશિરે હનુમાનજી માટે લખેલા સંવાદો ખરેખર આનાથી વિપરિત છે એવું સ્પષ્ટ થાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં