Sunday, July 14, 2024
More
  હોમપેજદેશઆ રીતે વડાપ્રધાન મોદી કરી રહ્યા છે EVM હેક, ભાગ-1: MSMEથી લઈને...

  આ રીતે વડાપ્રધાન મોદી કરી રહ્યા છે EVM હેક, ભાગ-1: MSMEથી લઈને અન્ય મંત્રાલયો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સુધી, વિશ્વકર્માઓથી લઈને માછીમારો સુધી

  નિષ્કર્ષ એટલા વિશાળ અને આશ્ચર્યજનક છે કે મને એમ લાગે છે કે તેને સમજાવવા માટે મારે આર્ટિકલ્સની એક સીરીઝ લખવી પડશે અને પછી જ સમજાશે કે વડાપ્રધાન મોદી કેવી રીતે EVM હેક કરે છે.

  - Advertisement -

  હું આપના વિશે નથી જાણતો, પણ હવે મને પુરેપુરો ભરોસો થઈ ગયો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી EVM હેક કરે છે. (આગળ તેને ‘પ્રોજેક્ટ કહીશું) મેં પહેલીવાર જયારે એક સોશિયલ મીડિયા પોસ્ટ જોઈ, ત્યારથી મને ભરોસો થવા લાગ્યો કે EVM હેક થાય છે. આ પોસ્ટમાં એક નાગરિકનો વિડીયો હતો, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે આ ‘પ્રોજેક્ટ’ કેવી રીતે કરવામાં આવે છે. ત્યાર બાદ મેં તેના વિષે વધુ ને વધુ રીસર્ચ કરવા માંડ્યું કે પીએમ મોદીએ આ પ્રોજેક્ટ કેવી રીતે પૂર્ણ કર્યો. મને લાગ્યું કે આ એક સરળ મીકેનીઝમ છે અને હું તેના પર વિસ્તૃત લેખ લખી શકું તેમ છું. જોકે નિષ્કર્ષ એટલા વિશાળ અને આશ્ચર્યજનક છે કે મને એમ લાગે છે કે તેને સમજાવવા માટે મારે આર્ટિકલ્સની એક સીરીઝ લખવી પડશે અને પછી જ સમજાશે કે વડાપ્રધાન મોદી કેવી રીતે EVM હેક કરે છે.

  ઉદાહરણ તરીકે લો કે વિશ્વકર્માઓ આ ‘પ્રોજેક્ટ‘માં કેવી રીતે યોગદાન આપે છે. પણ ઉભા રહો, એ પહેલા એ જાણીએ કે આ વિશ્વકર્મા કોણ છે? આપણા પ્રાચીન હિંદુ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વકર્મા એ આપણા દેવતાઓના વાસ્તુકાર છે અને આપણા કારીગરો/શિલ્પકારોના આરાધ્ય પણ છે. કારીગરો/શિલ્પકારોની કળા એટલી મોટી અને વ્યાપક છે કે વડાપ્રધાન મોદીએ પ્રથમવાર 18 એવા ટ્રેડક્રાફ્ટ્સને એક છત્ર તળે, એટલે કે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત લાવવાનો નિર્ણય લીધો અને નીચે દર્શાવેલા આ સૂચી હસ્તકલાના વ્યવસાયિકોની કુશળતામાં સુધારો કરવામાં મદદ કરે છે.

  લાયક વિશ્વકર્માઓને આ યોજના અંતર્ગત માત્ર 5%ના વ્યાજ દરે ₹3 લાખ સુધીની કોલેટરલ-ફ્રી લોન સહાયતા મળી શકે છે. સામાન્ય રીતે જે લોકો આ હસ્તકલા ક્ષેત્ર સાથે જોડાયેલા હોય છે, તેઓ કોઈ પ્રકારની લોન લેવા સક્ષમ નથી હોતા અને આ કારણોસર તેમને 18-24%ના કમરતોડ વ્યાજ પર લોન લેવી પડે છે. હવે તેઓ માત્ર 5%ના વ્યાજ દરે 3 લાખ (ખરેખર એક મોટી રકમ કહી શકાય) સુધીની સહાય મેળવી શકે છે અને તે પણ વગર કોઈ સિક્યુરીટી કે ગેરેંટી વગર. આ ઉપરાંત, તેમને ટૂલકિટ પ્રોત્સાહનના રૂપે ₹15000, આધુનિક ઉપકરણ ખરીદવા ₹1500 અને સ્કિલ ડેવલોપમેન્ટ ટ્રેનીંગમાં ભાગ લેવા પર દરરોજ ₹500 સુધીનું સ્ટાઇપેંડ મેળવે છે. આમ તો પૈસા એક જીવન જરૂરિયાત ઘટક છે, પણ માત્ર તે જ આ કારીગરોને યોજનામાં ભાગ લેવા પ્રેરિત નહીં કરે.

  - Advertisement -

  તે વાસ્તવિકતા છે કે ભારતના વડાપ્રધાને તેમને પ્રથમ હરોળમાં મુકીને તેમના વિશે વિચાર્યું. આ યોજનામાં કવર કરવામાં આવેલા ક્ષેત્રો પણ ઝીણવટ ભરી એક નજર પણ નાંખો. તમારા ઘરની નજીક માળા બનાવીને વેચવાવાળા વિશે વિચાર કરો, જે ધોબીને તમે તમારા કપડા ધોવા માટે આપો છો, એ અજ્ઞાત શ્રમિક વર્ગ- જેણે ખાડા ખોદી, કાળી મજૂરી કરીને એ એપાર્ટમેન્ટ બનાવ્યો જેમાં આપ રહો છો. એ માછલી પકડવાની જાળ બનાવનાર….અને ઉપરની સૂચીમાં ઉમેરવામાં આવેલા એ તમામ લોકો. જરા કલ્પના તો કરો કે, હવે તે તમામ નાના-નાના લોકો હવે આપણી ઔપચારિક અર્થવ્યવસ્થાનો ભાગ બની રહ્યા છે અને કલ્પના કરો કે વૈશ્વિક મૂલ્ય શ્રેણીનો ભાગ બનીને તેમને કેવી અનુભૂતિ થતી હશે? આજના દિવસો અને યુગમાં, કોઈએ વૈશ્વિક સ્તરે પોતાની પ્રોડક્ટ્સ વેચવા માટે એક મંચ થવાના મહત્વ પર ભાર આપવાની કોઈ જ જરૂર નથી, અને તેમ કરવા માટે તેવા અવસરો અને સંસાધનોની કલ્પના કરવાની પણ જરૂર નથી.

  આ યોજના સપ્ટેમ્બર 2023માં શરૂ કરવામાં આવી હતી એ તેમાં લગભગ 4 લાખ કૂશળ કારીગરોએ લાભ લીધો હતો (કૂલ 93 લાખ આવેદન આવ્યા હતા) મને લાગે છે કે હવે આપ સમજી ગયા હશે કે, કેવી રીતે આ 4 લાખ લાભાર્થી જ નહીં, પરંતુ 93 લાખ આવેદકોમાંથી મોટાભાગના લોકો મોદીને માત્ર એટલા માટે વોટ આપશે, કારણકે તેમણે તેમની મદદ કરવાની દિશામાં પગલા લીધા. (કાંઇક એવું, જે દિશામાં આજ સુધી એક પણ વડાપ્રધાને નથી વિચાર્યું.)

  ઉપરની સૂચીમાં તમે જોયું કે ફિશિંગ નેટ બનાવતા લોકોને લાભ મળી રહ્યો છે. પછી તમે એમ પણ પૂછશો કે માછીમારોનું શું? વડાપ્રધાને એમ લાગ્યું કે આમાં માછીમારોને પણ લાભ આપવો જોઈએ. એટલે તેઓ પીએમ મત્સ્ય સંપદા યોજના લઈને આવ્યા.

  જોકે લગભગ 6 લાખ માછીમારોના પરિવારોને ઓછી માછીમારીના સમયમાં આજીવિકા અને પોષણ સંબંધિત સહાય આપવામાં આવે છે. માછીમારી સાથે સંકળાયેલા હજારોમાંથી દસમાં ભાગના (એમાં પણ સમુદ્રી શેવાળની ખેતી માટે 1 લાખથી વધુ નેટ… આ વિષે પણ કોણે આજ સુધી વિચાર્યું હતું?) કોલ્ડ સ્ટોરેજ, ફિશિંગ બોટ અને અનેક બાબતો. મને એમ લાગે છે કે હવે આપ સમજી ગયા હશો કે કેવી રીતે આ લાખો પરિવારો સ્વેચ્છાએ તે ‘પ્રોજેક્ટ’નો ભાગ બનશે, જ્યાં તેઓ ચૂંટણીઓના દિવસે જશે અને EVMનું બટન દબાવશે.

  ચાલો બહુ થઇ ગયુ માછીમાર વિશે. જાણે લઘુ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય કોઈ છે જ નહીં, જેમને કોઈ મદદની જરૂર હોય. અરે ઘણા છે! અને એટલા માટે જ વડાપ્રધાન મોદી પીએમ સ્વનિધિ યોજના અને પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના લઈને આવ્યા. તેના કારણે કોવિડ-19 સમયે શેરી-રસ્તા પર લારી-ગલ્લા લગાવતા ફેરિયાઓને ઘણી મદદ મળી. કોરોના વખતે તેઓ સહુથી વધુ પ્રભાવિત થયા હતા, કારણકે તેમની રોજી-રોતી બંધ હતી. RBIના એક વિસ્તૃત રીપોર્ટમાં પહેલા જ જણાવવામાં આવ્યું છે કે આ યોજનાએ આવા શ્રેણીમાં આવતા લોકો વચ્ચે ‘સમાવેશી ઉદ્યમિતા’ને કેવી રીતે પ્રેરિત કરી છે. ખાસ વાત તો તે છે કે તમાં લાભ મેળવનાર 44% તો મહિલાઓ હતી. ઓકટોબર 2023 સુધીમાં કૂલ 57.2 લાખ લોન પાસ કરવામાં આવી, જેનો કૂલ આંકડો લગભગ ₹10,000 કરોડથી પણ વધુ હતો. હવે મારે તમને તે સમજાવવાની જરૂર નથી કે આ લોકો પણ આ ‘પ્રોજેક્ટ’નો ભાગ કેવી રીતે બન્યા.

  મહિલાઓની વાત કરીએ તો લખપતિ દીદી નામની એક જોરદાર યોજના છે, જેનો લક્ષ્ય સેલ્ફ હેલ્પ ગૃપ સાથે જોડાયેલી 9 કરોડ મહિલાઓને લખપતિ બનાવવાનો છે. તાજેતરમાં જ તેની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં લગભગ 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની ચૂકી છે. હું તમને આગ્રહ કરીને કહીશ કે આવા જ લખપતિ દીદીઓના એક ગૃપ સાથે વડાપ્રધાન મોદીનો એક સરસમજાનો સંવાદ છે, તે ચોક્કસથી જોજો. કલ્પના કરો કે 1 કરોડ મહિલાઓ આ ‘પ્રોજેક્ટ’નો ભાગ બનીને EVMનું બટન દબાવશે.

  આ સૂચી ખૂબ જ લાંબી છે, પરંતુ આવી અનેક યોજનાઓ વિશે વાંચીને આપ થાકી જશો જે વિશેષ રૂપે લઘુ ઉદ્યોગો, શિલ્પ અને કલાને કેન્દ્રિત છે. મારો કહેવાનો અર્થ તે છે કે, મોદી સરકારે NIRVIK નામની એક યોજનાની ઘોષણા કરી છે જે નાનાપાયે રોકાણ કરતા લોકોને ઓછા વ્યાજે અને સારા વીમા કવરેજ સાથે મદદ કરે છે. ઉપરાંત મુદ્રા લોન (જે અંતર્ગત માર્ચ 2023 સુધીમાં ₹23 લાખ કરોડની લોન આપવામાં આવી) અને સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાને અભૂતપૂર્વ સફળતા મળી છે અને પહેલાથી જ ખૂબ ચર્ચાઈ ચૂકી છે.

  સામાન્યરીતે, લઘુ ઉદ્યોગો વિશે આપણી ચર્ચા MSME એમ આ એક જ મંત્રાલય પર કેન્દ્રિત હોય છે. વડાપ્રધાને આ પથનો વિસ્તાર કર્યો ને પોતાના મંત્રાલયો સાથે સંબંધિત લઘુ ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમાં અનેક મંત્રાલયોને શામેલ કર્યા. ઉદાહરણ આપું તો, સ્વનિધિ યોજના આવાસ અને શહેરી મામલાઓના મંત્રાલય દ્વારા સંચાલિત છે. સરકારનો સમગ્ર અભિગમ વડા પ્રધાન મોદી માટે કોઈ અલંકારિક કે સૈદ્ધાંતિક દસ્તાવેજ નથી – તેનો અમલ તમામ મંત્રાલયોમાં કરવામાં આવે છે, જેથી મહત્તમ નાના કદના ઉદ્યોગસાહસિકો ઊંચે ઊડી શકે. મેં કહ્યું તેમ, આ યાદી ઘણી લાંબી અને વિશાળ છે, માત્ર નાના પાયાના ઉદ્યોગો માટે કરવામાં આવતી મોટી બાબતોની જ વાત કરે છે. તમને હવે પૂછવાની લાલચ થવી જોઈએ – ઉદ્યોગસાહસિકો દ્વારા કરવામાં આવતી વસ્તુઓની એક સરસ યાદી, પરંતુ કર્મચારીઓનું શું? આપણે આ શ્રેણીના બીજા લેખમાં તેમના વિશે વાત કરીશું – વડાપ્રધાન મોદી કેવી રીતે EVM હેક કરે છે!

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં