Monday, May 6, 2024
More
    હોમપેજરાજકારણમાત્ર હિંદુઓની 55% સંપત્તિ પર કબજો કરશે કોંગ્રેસી સરકાર, ઇસ્લામમાં માનનારાઓ પાસે...

    માત્ર હિંદુઓની 55% સંપત્તિ પર કબજો કરશે કોંગ્રેસી સરકાર, ઇસ્લામમાં માનનારાઓ પાસે રહેશે 100% મિલકત: મુસ્લિમ પર્સનલ લૉથી સમજો કોંગ્રેસની રમત

    હિંદુઓના મૃત્યુના કિસ્સામાં, તેમની 55 ટકા સંપત્તિનો ભાગ સરકારના હાથમાં જતો રહેશે અને સંપત્તિ પુનઃવિતરણના નામે તે અન્ય લોકોમાં વહેંચી દેવામાં આવશે. આ તો તે જ વાત થઈ કે, જિંદગીની સાથે પણ કોંગ્રેસની વસૂલી અને મર્યા પછી પણ વસૂલી.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે, જો તેઓ સત્તામાં આવશે તો અમીરો પાસેથી પૈસા છીનવીને ગરીબોમાં વહેંચી દેશે. સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટી લોકોની સંપત્તિની તપાસ કરાવશે અને જો મિલકતો વધુ હશે તો સરકાર તેને પોતાના કબજામાં લેશે. પછી જેઓ ઓછી મિલકત ધરાવે છે તેમને આ મિલકત આપશે. જોકે, આ એક ખૂબ જ ક્રાંતિકારી વિચાર લાગે છે, પરંતુ કોઈને ખ્યાલ નથી કે તે વાસ્તવિકતામાં કેટલું જોખમી છે. તેનાથી હિંદુઓની સંપત્તિ પર સરકાર કબજો કરી શકે છે.

    દરમિયાન, માત્ર રાહુલ ગાંધી જ નહીં, પરંતુ તેમની માતા સોનિયા ગાંધીના નજીકના સાથી અને કોંગ્રેસ થિંક ટેન્કના મોટા ચહેરા સેમ પિત્રોડાએ ભારતમાં અમેરિકન કાયદાની વાત કરીને બળતામાં ઘી હોમીને નવા ઘા આપવાનો પ્રયાસ કર્યો છે. તેમના મતે, અમેરિકામાં, કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી, તેની માત્ર 45 ટકા મિલકત વારસદારોને આપવી જોઈએ, બાકીની તમામ સંપતિ સરકાર જપ્ત કરી લે. તેમણે કહ્યું કે, સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ પણ આ અંગે વિચારશે.

    USના શિકાગોમાં મીડિયા સાથે વાત કરતી વખતે ઓવરસીઝ કોંગ્રેસના વડા સેમ પિત્રોડાએ કહ્યું કે, “અમેરિકામાં એક વિરાસત કર (ઇનહેરીટેન્સ ટેક્સ) છે. જો કોઈ વ્યક્તિની પાસે 100 મિલિયન ડોલર છે અને તે જ્યારે મૃત્યુ પામે છે, તો તે માત્ર સંપત્તિના 45% જ પોતાનો બાળકોને આપી શકે છે, બાકીના 55% સરકારી તિજોરીમાં જાય છે.” એટલે બાકીના સરકાર જપ્ત કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, “આ કાયદા અનુસાર, તમે તમારા સમયમાં સંપત્તિ બનાવી અને હવે તેને જનતા માટે છોડી દો. પુરી નહીં તો ઓછામાં ઓછી અડધી સંપત્તિ તો છોડી જ દો. મને આ એકદમ યોગ્ય લાગે છે.”

    - Advertisement -

    તે પછી, આ કાયદાની વકીલાત કરતાં સેમ પિત્રોડાએ કહ્યું કે, “ભારતમાં આવો કોઈ કાયદો નથી. ભારતમાં જો કોઇની પાસે 10 બિલિયન ડોલર (લગભગ ₹82,000 કરોડ) છે અને તે મૃત્યુ પામે છે તો તેના બાળકોને આખા 10 બિલિયન ડોલર મળી જાય છે. જનતાને તેમાંથી કઈ નથી મળતું. આ કેટલીક બાબતો છે જેના પર ચર્ચા અને વિચાર કરવામાં આવશે. જ્યારે અમે સંપત્તિના પુનઃવિતરણ વિશે વાત કરીશું તો તેનો અર્થ એ થશે કે, નવા કાયદા અને નીતિઓ પર વાત કરવામાં આવશે.”

    સેમ પિત્રોડાએ આરોપ લગાવ્યો કે, ભારતના લોકો તેમના નોકરોને પૈસા વહેંચતા નથી પરંતુ તેના બદલે દુબઈ અને વિદેશના પ્રવાસો પર જવા માટે તે પૈસાનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો નોકર અને ઘરેલુ કામદારોને કેટલા પૈસા આપવા જોઈએ તેના નિયમો પણ બનાવશે.

    માત્ર હિંદુઓ પર જ અસર

    કોંગ્રેસે તેના ઘોષણપત્રમાં દાવો કર્યો છે કે, તે તમામ ‘પર્સનલ લૉ’ પરત લાવશે. તે શરિયાના પક્ષમાં પણ છે. તે ટ્રિપલ તલાકની પણ તરફેણમાં છે અને તે તમામ બિન-હિંદુ કાયદાઓ પરત લાવશે, જેના પર કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને મોદી સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે. તે કલમ 370 અને 35A પણ પાછી લાવશે. તેનો સીધો અર્થ એ થયો કે પહેલાંની જેમ જ જમ્મુ અને કાશ્મીરમાં દેશના અન્ય ભાગોથી અલગ કાયદા હશે. વારસાના કાયદા સહિત મુસ્લિમોના તમામ વિવાદો પર્સનલ લૉના દાયરામાં આવશે, જ્યારે તેનાથી વિપરિત ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતાની વાત કરી રહી છે.

    કોંગ્રેસ સત્તામાં આવ્યા બાદ હિંદુઓના (કારણ કે મુસ્લિમોના કાયદાઓ અસ્પૃશ્ય જ રહેશે) ઉત્તરાધિકાર નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. જેમાં હિંદુઓના મૃત્યુના કિસ્સામાં, તેમની 55 ટકા સંપત્તિનો ભાગ સરકારના હાથમાં જતો રહેશે અને સંપત્તિ પુનઃવિતરણના નામે તે અન્ય લોકોમાં વહેંચી દેવામાં આવશે. આ તો તે જ વાત થઈ કે, જિંદગીની સાથે પણ કોંગ્રેસની વસૂલી અને મર્યા પછી પણ વસૂલી. એટલે કે અસર માત્ર હિંદુઓ પર પડશે અને તે સમુદાયો પર, જેના પર હિંદુઓના કાયદા લાગુ પડે છે. ખાસ કરીને સંપત્તિનો મામલો, જેમાં હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મ જેવા સનાતની છે. ટૂંકમાં હિંદુઓની સંપત્તિ પર સરકાર કબજો કરી શકશે, જોકે, મુસ્લિમો તેનાથી બાકાત રહેશે.

    ઇસ્લામમાં આ રીતે થાય છે વિરાસતની વહેંચણી

    ઇસ્લામમાં મિલકતની વહેંચણી શરિયત એક્ટ 1937 દ્વારા કરવામાં આવે છે. આ માટે ઉત્તરાધિકારી પર્સનલ લૉ હેઠળ નક્કી થાય છે. કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી તેની સંપત્તિમાં તેના પુત્ર, પુત્રી, વિધવા અને માતા-પિતાને હિસ્સો મળે છે. પુત્ર કરતાં પુત્રીને અડધી મિલકત આપવાની જોગવાઈ છે. વિધવાને મિલકતનો છઠ્ઠો ભાગ મળે છે. તે એક ક્વાર્ટર અથવા આઠમો ભાગ પણ હોઈ શકે છે. કોઈ સીધો વારસદાર ન હોય તો ચોથો ભાગ, પુત્ર કે પૌત્ર હોય તો આઠમો ભાગ.

    જોકે, મુસ્લિમ પરિવારમાં જન્મેલ બાળક જન્મતાની સાથે જ મિલકતમાં અધિકાર મેળવતો નથી. તે માટે જરૂરી છે કે, કોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ તેના વારસદારો અંતિમ સંસ્કાર કરે. તેના તમામ દેવાની ચૂકવણી કરી. આ પછી, સંપત્તિની કિંમત કે વસિયત નક્કી કરવામાં આવે છે અને પછી શરિયા કાયદા અનુસાર મિલકતને સંબંધીઓમાં વહેંચવામાં આવે છે. બીજી એક વાત પણ ખાસ છે, તે છે મિલકત સરકારના કબજામાં નથી આવતી. ન તો કોઈ વ્યક્તિ તેની સંપૂર્ણ મિલકતની વસિયત કરી શકે છે અને ન તો સરકાર મુસ્લિમની સંપૂર્ણ મિલકત પર કબજો કરી શકે છે, કારણ કે મુસ્લિમોમાં ઉત્તરાધિકારી માટે ફક્ત પતિ-પત્ની, માતા-પિતા, પુત્ર-પુત્રી, બીજી-ત્રીજી પત્ની, પૌત્ર-પૌત્રોને ભાગીદારી મળી શકે છે. પરંતુ સંપૂર્ણ મિલકત પર વસિયત થઈ શકતી નથી.

    જોકે, હવે કોંગ્રેસ સેમ પિત્રોડાના નિવેદનથી છુટકારો મેળવતી જોવા મળી રહી છે. એક તરફ જયરામ રમેશ સેમ પિત્રોડાને ગુરુ અને માર્ગદર્શક કહીને તેમના નિવેદનને ‘વ્યક્તિગત’ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ સેમ તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. સાથે જ એમપણ કહી રહ્યા છે કે, તેઓ તો માત્ર ઉદાહરણ જ આપી રહ્યા હતા. તે અલગ વાત છે કે, ઉદાહરણ આપ્યા બાદ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, “અમે ભારતમાં આ બાબતો વિશે વિચારી શકીએ છીએ.” ખેર, હવે લોકસભા ચૂંટણીનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે. નિર્ણયશક્તિ જનતાના હાથમાં છે. હવે જનતા જ નક્કી કરશે કે, તેમને આખા દેશમાં એકસમાન કાયદો અને વ્યવસ્થા જોઈએ છે કે, પછી બહુસંખ્યકોની સંપત્તિઓ છીનવી લેવાની વાત કરતી પાર્ટીની સત્તા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં