Thursday, April 25, 2024
More
  હોમપેજમંતવ્યકેજરીવાલને ચમકાવવા સિસોદિયાએ AAP સમર્થક દ્વારા લખાયેલ 'ખોટો' બ્લોગ શેર કર્યો: જાણો...

  કેજરીવાલને ચમકાવવા સિસોદિયાએ AAP સમર્થક દ્વારા લખાયેલ ‘ખોટો’ બ્લોગ શેર કર્યો: જાણો યેનકેન પ્રકારે કેજરીવાલને મોદીનો વિકલ્પ બતાવવાની મથામણ કેમ નિષ્ફળ

  જયારે કેજરીવાલને PM મોદીના વિકલ્પ બનવું હોય ત્યારે એ પણ નોંધવું જરૂરી છે કે જે દિલ્હીમાં તેમને 2 ટર્મથી સરકાર છે એ જ દિલ્હીમાંથી હજુ સુધી તેઓ ભાજપ સામે એક પણ લોકસભા બેઠક જીતી નથી શક્યા.

  - Advertisement -

  ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત પહેલા તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે અને આવતી કાલે, 5 ડિસેમ્બર, બીજા તબક્કાનું મતદાન થનાર છે. હમણાં સુધી આમ આદમી પાર્ટી ગુજરાતનો મૂળ પારખી ગઈ છે અને સમજી ગઈ છે કે તેમને ગુજરાતમાંથી કાંઈ હાથ નથી લાગવાનું. માટે હવે ચૂંટણીનું પરિણામ જાહેર થાય અને સર્વત્ર કેજરીવાલની કિરકીરી થાય એ પહેલા જ તેઓ કોઈક રીતે કેજરીવાલને મોદીના વિકલ્પ તરીકે દર્શાવવામાં લાગી પડ્યા છે.

  આ જ મથામણના ભાગ રૂપે શનિવારે દિલ્હીના મંત્રી અને આપ નેતા મનીષ સિસોદિયાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મીડિયમ નામની એક બ્લોગીંગ સાઈટ પર પોતાના જ એક સમર્થક દ્વારા લખાયેલ એક લેખ શેર કરતા લખ્યું છે કે, “આ મહત્વપૂર્ણ લેખમાં, ચાર મહત્વપૂર્ણ તથ્યો વાંચો જે જણાવે છે કે કેવી રીતે કેજરીવાલ દેશની રાજનીતિનું ભવિષ્ય છે.”

  આ લેખ ખોલતા જ ખ્યાલ આવે છે કે તેની શરૂઆત જ એક ખોટા સમાચારથી કરવામાં આવી હતી. આખા બ્લોગનો આધાર જ ‘સુરતમાં મોદીના રોડ-શોમાં કેજરીવાલના નારા લાગ્યા’ એવા એક ખોટા સમાચાર પર જોવા મળ્યો હતો.

  - Advertisement -

  ઑપઇન્ડિયાની ટિમ દ્વારા પહેલા જ આ બાબતે ફેક્ટ-ચેક કરાયું હતું, જેમાં સામે આવ્યું હતું કે આ એક અફવા હતી. ઉપરાંત ફેક્ટચેકિંગ વેબસાઈટ BOOM દ્વારા આ વાયરલ વિડીયોની તપાસ કરવામાં આવી, જેમાં જાણવા મળ્યું કે વિડીયો એડિટ કરવામાં આવ્યો હતો અને મૂળ વિડીયોમાં કેજરીવાલના નારાનો અવાજ પાછળથી જોડી દેવામાં આવ્યો હતો.

  ઉપરાંત, જે વિડીયો સાથે છેડછાડ કરવામાં આવી એ સાચો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં વડાપ્રધાન કારમાંથી હાજર લોકોનું અભિવાદન કરતા જોવા મળે છે અને લોકો ‘મોદી…મોદી’ના નારા લગાવતા સાંભળવા મળે છે. આ ‘મોદી…મોદી’ના નારાની જગ્યાએ ‘કેજરીવાલ…કેજરીવાલ’ જોડીને વિડીયો એડિટ કરવામાં આવ્યો હતો.

  બ્લોગ લખનાર છે આપ સમર્થક

  સિસોદીયાની આ જ ટ્વીટ પર ઘણા લોકોએ ટિપ્પણી કરીને પુરાવાઓ સાથે ખુલાસો કર્યો છે કે આ બ્લોગ લખનાર અતુલ ચાનપુરીયા જે પોતાને એક પત્રકાર ગણાવી રહ્યો છે તે ખરેખર તો એક આપ સમર્થક છે.

  સિસોદીયાની ટ્વીટ પર લોકોએ જે પ્રમાણે પુરાવાઓ આપ્યા એ મુજબ જોઈ શકાય છે લે આ અતુલ ચાનપુરીયા આમ આદમી પાર્ટીનો એક સમર્થક જ છે. સાથે જ અન્ય ઘણા પુરાવાઓ એ વાત કહે છે કે તે હળાહળ મોદી અને ભાજપવિરોધી છે. વાત એટલે નથી અટકતી, તેની જૂની ટ્વીટ્સ જોતા જાણી શકાય છે કે તે અનેક વાર હિન્દૂ ધર્મનું અપમાન પણ કરી ચુક્યો છે.

  મોદીનો વિકલ્પ બનવા માંગતા કેજરીવાલના દિલ્હીમાં પણ AAPના કોઈ MP નથી

  એક બાજુ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને તેમની પાર્ટી કેજરીવાલને યેનકેન પ્રકારે મોદીના વિકલ્પ તરીકે સ્થાપિત કરવા મથી રહ્યા છે. પરંતુ સત્ય એક છે કે નરેન્દ્ર મોદી ભારત દેશના પ્રધાન મંત્રી છે અને મોટા ભાગના રાજ્યોમાં સત્તા ધરાવે છે જયારે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે અને એમાં પણ સત્તા તો માત્ર કોઈ એક મ્યુનિસિપાલિટીના મેયર જેટલી જ ધરાવે છે.

  પરંતુ હકીકત જોવા જઈએ તો, દિલ્હી અને પંજાબ સિવાય કેજરીવાલે જેટલા પણ રાજ્યોમાં પોતાની જીતનો દાવો કર્યો હતો તે દરેક જગ્યાએ માઠી હારનો સામનો કરવો પડ્યો હતો તેમની પાર્ટીએ. અને હવે આપને ગુજરાતમાંથી પણ જાકારો મળી રહ્યો છે.

  ઉપરાંત જયારે તેમને PM મોદીના વિકલ્પ બનવું હોય ત્યારે એ પણ નોંધવું જરૂરી છે કે જે દિલ્હીમાં તેમને 2 ટર્મથી સરકાર છે એ જ દિલ્હીમાંથી હજુ સુધી તેઓ ભાજપ સામે એક પણ લોકસભા બેઠક જીતી નથી શક્યા.

  આમ, ખોટા અહેવાલોના સહારે મોદીના વિકલ્પ બનાવ માંગતા કેજરીવાલનો પ્લાન હમણાં સુધી તો કોઈ રીતે સફળ થતો જોવા નથી મળી રહ્યો.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં