Saturday, November 2, 2024
More
    હોમપેજમંતવ્યટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પૂર્વ તંત્રીએ લેસ્ટરમાં થયેલા રમખાણો માટે ગુજરાતીઓને જવાબદાર ઠેરવ્યા:...

    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પૂર્વ તંત્રીએ લેસ્ટરમાં થયેલા રમખાણો માટે ગુજરાતીઓને જવાબદાર ઠેરવ્યા: ભારે વિરોધ થતા લીંપણ કરવાનો કર્યો પ્રયાસ

    લિસેસ્ટર પોલીસ પોતે એ ખુલાસો કરે છે કે મુસ્લિમ વિસ્તારમાં કોઈએ ધમાલ કરી હોય એવી કોઈ ઘટના ઘટી જ નહોતી, તે માત્ર એક અફવા જ હતી. તેમણે સોશિયલ મીડિયા પર જમીની હકીકત જાણ્યા વગર લોકોએ અફવાઓ ફેલાવવી ના જોઈએ તેવો આગ્રહ પણ કર્યો હતો.

    - Advertisement -

    ઇંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં ફાટી નીકળેલ હિન્દૂ વિરોધી હિંસા હાલમાં ચર્ચામાં છે. દેખીતી રીતે જ ઇસ્લામિક કટ્ટરવાદીઓએ ખોટા સમાચારોનો આધાર લઈને હિન્દૂ વિસ્તારોમાં જઈને તેમના ઘરોને નિશાન બનાવ્યા હતા. પરંતુ કેટલાક ગુજરાતદ્વેષીઓ યેનકેન પ્રકાણરે લેસ્ટર હિંસા માટે ગુજરાતીઓને જવાબદાર ઠેરવવાના પ્રયાસમાં લાગી ગયા છે.

    તાજેતરમાં લેસ્ટરમાં થયેલી હિંસા બાદ સોશિયલ મીડિયા પર લોકો પોતપોતાના જુદા જુદા પ્રતિભાવો આપી રહ્યા છે. ઘણાં ડાબેરીઓ કોઇનેકોઇ પ્રકારે આ હિંસા માટે હિંદુઓ અને ખાસ કરીને ગુજરાતીઓને જવાબદાર ઠેરવવા માટે મથી રહ્યા છે.

    આવા જ એક પ્રયાસમાં ધ હિન્દૂ અને વોશિંગ્ટન પોસ્ટ જેવા હિંદુદ્વેષી મીડિયા હાઉસના પત્રકાર વસુંધરા સીરનાતેએ એક ટ્વીટ દ્વારા હિંદુઓને ટાર્ગેટ કરીને લખ્યું હતું કે, “મેં Leicester ના ફૂટેજ જોયા છે જ્યાં લગભગ 200 હિન્દુત્વના સમર્થકોએ મુસ્લિમ વિસ્તારમાં જય શ્રી રામના નારા લગાવતા રેલી કાઢી હતી. હું મારા તમામ સાથી ભારતીયોને એટલું જ કહી દઉં કે હિંદુત્વે આપણા દેશને ઊંડે સુધી તોડી નાખ્યો છે. કૃપા કરીને આ ભાગલાને વિશ્વભરમાં નિકાસ કરશો નહીં.”

    - Advertisement -

    આમ તેણે આ હિંસા માટે હિંદુઓને જવાબદાર ગણાવ્યા અને એ અફવાને હવા આપી કે હિન્દુઓએ મુસ્લિમ વિસ્તારમાં ધમાલ કરી હતી. પરંતુ આ અફવાની હવા ત્યાં નીકળી જાય છે જયારે લિસેસ્ટર પોલીસ પોતે એ ખુલાસો કરે છે કે મુસ્લિમ વિસ્તારમાં કોઈએ ધમાલ કરી હોય એવી કોઈ ઘટના ઘટી જ નહોતી, તે માત્ર એક અફવા જ હતી. તેમણે સોશિયલ મીડિયા પર જમીની હકીકત જાણ્યા વગર લોકોએ અફવાઓ ફેલાવવી ના જોઈએ તેવો આગ્રહ પણ કર્યો હતો.

    હિંદુદ્વેષ અને ગુજરાતદ્વેષ ઠાલવવા ખોટી અફવાઓનો સહારો

    પોલીસે ખુલાસો કર્યો હોવા છતાંય ઘણા હિંદુદ્વેષી અને ગુજરાત દ્વેષી લોકો આ ખોટી અફવાને હવા આપતા જોવા મળ્યા હતા અને તેમણે લેસ્ટર હિંસા માટે ગુજરાતીઓને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.

    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પૂર્વ તંત્રીની ગુજરાતદ્વેષી ટ્વીટ

    આવો જ એક પ્રયાસ કોંગ્રેસના મિત્ર ગણાતા તથા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પૂર્વ તંત્રી દીપલ ત્રિવેદીએ કર્યો હતો. તેમણે વસુંધરા સીરનાતેની ખોટી અફવા ધરાવતી ટ્વીટને આધાર બનાવીને લખ્યું હતું કે, “લેસ્ટર ગુજરાતીઓ ભરેલું છે. આ અપેક્ષિત વર્તન છે.”

    આમ તેમણે સીરનાતેના હિંદુદ્વેષી અસત્ય નિવેદનનો ઉપયોગ કરીને તેની સત્યતા તપસ્યા વગર ગુજરાતીઓને ટાર્ગેટ બનાવ્યા અને લેસ્ટર હિંસા માટે ગુજરાતીઓને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો, જાણે કે ગુજરાતીઓ હંમેશાથી તોફાન કરતા રહ્યા હોય.

    ગુજરાત અને સૌરાષ્ટ્રને અલગ બતાવવાનો પણ પ્રયાસ?

    દીપલ ત્રિવેદીની એ જ ટ્વીટના રિપ્લાયમાં એક વ્યક્તિએ તેમને યાદ કરાવ્યું કે ગાંધીજી પણ ગુજરાતી જ હતા.

    ગુજરાત અને સૌરાષ્ટ્રને અલગ તારવવાનો પ્રયાસ?

    જેના જવાબમાં ત્રિવેદીએ અકારણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કરવાનો પ્રયત્ન કર્યો. લોકોએ તેમના આ પ્રયાસને પણ વખોડ્યો હતો. એક ટ્વીટર યુઝર @imselenophile__ એ ત્રિવેદીને જવાબ આપતા લખ્યું હતું, “હુ પણ સૌરાષ્ટ્રથી છું. મારે તમારી મંજૂરીની જરૂર નથી.”

    પોતાનો ગુજરાતદ્વેષ ખુલ્લો પડી જતા અને મોટી સંખ્યામાં નેટિઝન્સ દ્વારા વિરોધ થતા ત્રિવેદીએ અલગથી ચોખવટ કરતી ટ્વીટ કરવાની જરૂર પડી હતી, પરંતુ તેમાં પણ તેમણે પોતે હિંદુઓને દોષી નથી ઠેરવ્યાં એમ તો કહ્યું પરંતુ ગુજરાતીઓને તોફાની ગણાવવા બાબતે કોઈ ચોખવટ કરી નહોતી.

    આમ, લેસ્ટર હિંસા માટે ગુજરાતીઓને અને હિંદુઓને જવાબદાર ઠેરવવાના હીન પ્રયાસો સ્થાનિક પોલીસના આધિકારિક વક્તવ્ય બાદ અર્થહીન સાબિત થયા હતા અને લોકોએ આવા પ્રયાસ કરનારને ખુબ વખોડ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં