Friday, October 11, 2024
More
    હોમપેજદેશમોદી સરકારે ખેડૂતોને તમામ ક્ષેત્રે આપી સહાય, તો પછી 'ખેડૂતો'ના નામે નાટક...

    મોદી સરકારે ખેડૂતોને તમામ ક્ષેત્રે આપી સહાય, તો પછી ‘ખેડૂતો’ના નામે નાટક કેમ?: જાણો 10 વર્ષમાં કૃષિ ક્ષેત્રે શું પરિવર્તન આવ્યું અને કઈ રીતે બદલાયું આખું ચિત્ર

    જો આપણે કૃષિ ક્ષેત્રે મોદી સરકારના કાર્યો પર નજર કરીએ, તો તે તથ્યને વધુ મજબૂત કરે છે કે, આ નાટકનો હેતુ ખેડૂતોના કલ્યાણ માટે ઓછો અને રાજકારણ માટે વધુ છે. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા. ત્યારથી, દેશનું કૃષિ બજેટ લગભગ 5 ગણું વધી ગયું છે. અનાજનું ઉત્પાદન 10 વર્ષમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે.

    - Advertisement -

    દેશની રાજધાનીમાં પોલીસ એલર્ટ પર છે. માર્ગો પર ટ્રાફિક જામ થઈ રહ્યો છે. સામાન્ય માણસ ચિંતિત છે. ‘દિલ્લી ચલો’ નામની માર્ચથી આ સ્થિતિ સર્જાઈ છે. કથિત ખેડૂતો તેમના ખેતરો અને કોઠાર છોડીને હરિયાણા બોર્ડર પર પોલીસ સાથે અથડામણ કરી રહ્યા છે જેથી તેઓ દિલ્હી તરફ આગળ વધી શકે. તે સરકાર સામે બાથ ભીડવા નીકળ્યા છે. જ્યારે મોદી સરકારે તો 10 વર્ષમાં કૃષિ ક્ષેત્રનું આખું ચિત્ર બદલી નાખ્યું છે.

    કૃષિ અને ખેડૂતોના કલ્યાણના નામે ચાલી રહેલા આ નાટકમાં વડાપ્રધાનને ધમકી આપવામાં આવી રહી છે. તેમની લોકપ્રિયતાનો ગ્રાફ ઘટાડી દેવાની વાતો કરવામાં આવી રહી છે. ખાલિસ્તાનના સમર્થનમાં પોસ્ટર દેખાઈ રહ્યા છે. સામાન્ય ચૂંટણી પહેલા ખેડૂતોના નામે દેશમાં અરાજકતાની સ્થિતિ ઊભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યારે આ ષડયંત્રોને કોંગ્રેસ સહિત વિપક્ષી દળોનું સમર્થન મળી રહ્યું છે.

    જો આપણે કૃષિ ક્ષેત્રે મોદી સરકારના કાર્યો પર નજર કરીએ, તો તે તથ્યને વધુ મજબૂત કરે છે કે, આ નાટકનો હેતુ ખેડૂતોના કલ્યાણ માટે ઓછો અને રાજકારણ માટે વધુ છે. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા. ત્યારથી, દેશનું કૃષિ બજેટ લગભગ 5 ગણું વધી ગયું છે. અનાજનું ઉત્પાદન 10 વર્ષમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં 62.5 ટકાનો વધારો થયો છે. ખાતરની સબસિડી ત્રણ ગણી વધી છે. કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓ દ્વારા ખેડૂતોને સીધા નાણાં પૂરા પાડવામાં આવે છે.

    - Advertisement -

    મોદી સરકારે તો 10 વર્ષમાં કૃષિ ક્ષેત્રનું આખું ચિત્ર બદલી નાખ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો મોદી સરકારના 10 વર્ષમાં ખેડૂતોના કલ્યાણ માટે ઘણું કામ થયું છે. તેમની અસર જમીન પર પણ જોવા મળે છે. આ જ કારણ છે કે, ખેડૂતોના નામે હંગામો મચાવવાના આ પ્રયાસોની અસર અમુક વિસ્તારો સુધી મર્યાદિત રહી છે. આ કથિત ખેડૂતોને સામાન્ય લોકોનું સમર્થન મળી રહ્યું નથી.

    મોદી સરકારમાં MSPમાં થયો મોટો બદલાવ

    સરકાર દ્વારા જે ભાવે ખેડૂતોના પાકની ખરીદી કરવામાં આવે છે તેને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કહેવાય છે. સરકાર દર વર્ષે પાકની આ કિંમતો જાહેર કરે છે. પંજાબના ખેડૂતો મુખ્યત્વે ડાંગર અને ઘઉંની ખેતી કરે છે. જો આપણે તેમના ટેકાના ભાવની વાત કરીએ તો વર્ષ 2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારે દેશમાં ડાંગરની MSP ₹1310 હતી, જ્યારે ઘઉંની MSP ₹1475 હતી.

    હવે જો વર્તમાન ભાવની વાત કરીએ તો તેમાં ઘણો વધારો થયો છે. પાક સીઝન 2023-24 માટે, સરકારે ડાંગર અને ઘઉંની MSP અનુક્રમે ₹2183 અને ₹2200 રાખી છે. તે 2014માં ₹1310 અને ₹1475 હતી. આવી સ્થિતિમાં જો 2014ની સરખામણી કરીએ તો ડાંગરની MSP 66.6% વધી છે જ્યારે ઘઉંની MSP લગભગ 50% વધી છે. એવું નથી કે માત્ર આ જ પાકના ભાવ વધ્યા છે. સરકારે અન્ય પાકો પર પણ ધ્યાન આપ્યું છે.

    ડાંગર અને ઘઉં સિવાય મોદી સરકારે બાજરી, મકાઈ અને અરહર જેવા મુખ્ય પાકોની MSPમાં પણ વધારો કર્યો છે. સરકારે 2014થી અત્યાર સુધીમાં બાજરીની MSPમાં કુલ 106%નો વધારો કર્યો છે. 2014માં તે ₹1500 હતી, હવે તે વધીને ₹3180 થઈ ગઈ છે. 2014માં અરહર દાળની MSP ₹4300 હતી, જે હવે વધીને ₹7000 થઈ ગઈ છે. એટલે કે તેની MSP 62% વધી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકાર MSP ના મુદ્દે ઘણી ગંભીર છે. 10 વર્ષમાં આ દિશામાં સરેરાશ 62.5% વૃદ્ધિ જોવા મળી છે.

    મોદી સરકારમાં સરકારી ખરીદીમાં 30 ટકાનો વધારો

    એવું નથી કે મોદી સરકારે માત્ર MSPમાં જ વધારો કર્યો છે, પરંતુ તે MSP દરે ખરીદેલા પાકની માત્રામાં પણ સતત વધારો કરી રહી છે. કેન્દ્ર સરકારનો રિપોર્ટ દર્શાવે છે કે 2014-15 દરમિયાન સરકારે MSP પર 761 લાખ મેટ્રિક ટન પાકની ખરીદી કરી હતી. 2022-24માં આ આંકડો વધીને 1062 લાખ ટન થયો છે. મતલબ કે આ સમયગાળા દરમિયાન દેશમાં પાકની સરકારી ખરીદીમાં લગભગ 30%નો વધારો થયો છે. આ વધારાનો સીધો ફાયદો ખેડૂતોને થયો છે.

    મોદી સરકારમાં ખાતર સબસિડી ત્રણ ગણી

    MSP વધારવા અને વધુ અનાજ ખરીદવાની સાથે કેન્દ્ર સરકારે ખેતીની કિંમત ઘટાડવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેન્દ્ર સરકાર ખાતર અને બિયારણ પરની સબસિડીમાં સતત વધારો કરી રહી છે. એક અહેવાલ દર્શાવે છે કે, વર્ષ 2014-15માં કેન્દ્ર સરકાર ખેડૂતોને ₹73,067 કરોડની ખાતર સબસિડી આપતી હતી. તે વર્ષ 2022-23માં વધીને ₹2.54 લાખ કરોડ થઈ ગઈ છે.

    ખાતરની સબસિડીમાં વધારો થતાં દેશમાં ખાતરનું ઉત્પાદન પણ વધી રહ્યું છે. યુરિયાના જ ઉત્પાદન પર નજર કરીએ તો વર્ષ 2014માં તે 225 લાખ ટન હતું, હવે તે વધીને 284 લાખ ટન થઈ ગયું છે. દેશમાં નેનો યુરિયાનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે.

    કૃષિ બજેટ પાંચ ગણું, કિસાન સન્માન નિધિ પણ

    2014થી કૃષિ બજેટમાં પણ પાંચ ગણો વધારો થયો છે. વર્ષ 2013-14માં UPA સરકારે કૃષિ ક્ષેત્રને ₹29,687 કરોડ આપ્યા હતા. 2024-25ના વચગાળાના બજેટમાં આ વધીને ₹1.27 લાખ કરોડ થઈ ગયા છે. તેનો અર્થ એ છે કે આ દસ વર્ષમાં કૃષિ માટે આપવામાં આવતા નાણાંમાં 436%નો વધારો થયો છે. કૃષિ બજેટ વધારવાની સાથે સરકારે કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓ લાવીને તેમને સીધો લાભ પણ આપ્યો છે. આ યોજના હેઠળ સરકાર દરેક ખેડૂતને વાર્ષિક ₹6000 આપે છે.

    આંકડા દર્શાવે છે કે, ફેબ્રુઆરી 2019થી અત્યાર સુધીમાં, સરકારે ખેડૂતોને સીધા તેમના ખાતામાં ₹2.82 લાખ કરોડ આપ્યા છે. આ યોજના હેઠળ દેશના 11 કરોડથી વધુ ખેડૂતો લાભ લઈ રહ્યા છે. પંજાબમાં પણ આ યોજનાનો લાભ 8.5 લાખ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે. આવી રીતે મોદી સરકારે માત્ર 10 જ વર્ષમાં કૃષિ ક્ષેત્રનું આખું ચિત્ર બદલી નાખ્યું છે.

    કોંગ્રેસ-AAPના શાસનમાં પંજાબની હાલત કફોડી

    પંજાબની ગણતરી ભારતના અગ્રગણ્ય ખાદ્ય ઉત્પાદક રાજ્યોમાં થાય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ ચિત્ર બદલાઈ રહ્યું છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ખાદ્ય ઉત્પાદન માટે જારી કરાયેલા આંકડાઓ પર નજર કરીએ તો, તે દર્શાવે છે કે પંજાબમાં 2017-18થી ખાદ્ય ઉત્પાદનમાં કોઈ વધારો થયો નથી. પંજાબમાં ઉગાડવામાં આવતા મુખ્ય પાક ડાંગર અને ઘઉંમાં આ સ્થિતિ સ્પષ્ટપણે જોવા મળે છે.

    નોંધનીય છે કે, પંજાબમાં 2017માં જ સરકાર બદલાઈ હતી અને કોંગ્રેસ અકાલી-ભાજપ ગઠબંધનને હરાવીને સત્તામાં આવી હતી. આ પછી, 2022માં ફરીથી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને હટાવી દીધી. બંને પક્ષો પર રાજ્યના ગેરવહીવટ અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ વારંવાર લાગ્યા કરે છે.

    ખેડૂતોના પ્રદર્શન પર રાજનીતિ હાવી

    આ વખતે ખેડૂતોના પ્રદર્શનને ખેડૂત આંદોલન 2.0 ગણાવવામાં આવી રહ્યું છે. ગત આંદોલન વખતે ઉઠાવવામાં આવેલ મુદ્દાઓ પૈકી એક ખેડૂત કાયદા અંગેનો હતો. હાલમાં આવો કોઈ મુદ્દો પણ તેમની પાસે નથી. ખેડૂત સંઘ દ્વારા જે માંગણીઓ કરવામાં આવી છે તે પણ સ્પષ્ટ નથી. ઉલટું, વચ્ચે-વચ્ચે ખાલિસ્તાનની માંગ થઈ રહી છે.

    આ જ પ્રદર્શનમાંથી ખેડૂત નેતા જગજીત સિંઘ દલ્લેવાલનું એક નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેઓ વડાપ્રધાન મોદીનો ગ્રાફ નીચે લાવવાની વાત કરી રહ્યા છે. આ નિવેદન બાદ સવાલો ઉઠી રહ્યા છે કે, જો આ ખેડૂતોનું પ્રદર્શન છે અને તેમની માંગણીઓ સંતોષવા માટે કરવામાં આવી રહ્યું છે તો વડાપ્રધાન મોદીના ગ્રાફને તેની સાથે શું લેવાદેવા છે?

    મોદી સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલા ફેરફારોથી એ પણ સ્પષ્ટ થાય છે કે દેશના ખેડૂતોની હાલત બદલાઈ ગઈ છે. આવી સ્થિતિમાં પ્રદર્શન અને તેને પૂર્ણ કરવાના પ્રયાસો પાછળ રાજકીય હિતોના અસ્તિત્વને નકારી શકાય તેમ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં