Monday, July 22, 2024
More
  હોમપેજદેશઉદ્યમીઓને પ્રોત્સાહન, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મહિલા સશક્તિકરણ... વિશ્વભરમાં વધી દેશની વિશ્વસનીયતા: મોદી સરકાર...

  ઉદ્યમીઓને પ્રોત્સાહન, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મહિલા સશક્તિકરણ… વિશ્વભરમાં વધી દેશની વિશ્વસનીયતા: મોદી સરકાર આ રીતે પૂર્ણ કરી રહી વિકસિત ભારતનું સ્વપ્ન

  કેટલાક મિશન માત્ર મિશન નથી હોતા, પરંતુ સપનાઓ હોય છે. વિકસિત ભારત એ ભારતીય લોકોની સામૂહિક ચેતના અને વિચારનું સ્વપ્ન છે. સક્ષમ અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા નેતૃત્વ દ્વારા આવા વિરાટ સપના જોવાની ઈચ્છા હોય છે અને આવું નેતૃત્વ કોઈપણ સમાજ કે દેશને હંમેશા મળતું નથી.

  - Advertisement -

  ભારતીય દર્શનમાં ગીતા અને મહાભારત વિધિ-વિધાન, નિયમ અને અધિનિયમ, સંસાધનોનું વિતરણ અને શાસન કરવા માટેના મુખ્ય ગ્રંથો છે. આ ગ્રંથોમાં શાસકો અને નાગરિક ગુણોની ફરજો અને જવાબદારીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. છેલ્લા એક દાયકામાં ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર તરીકે વિકસિત થતું જોવું ખૂબ જ ઉત્સાહવર્ધક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્ષમ વહીવટ અને તેમના મજબૂત ઈરાદાને કારણે જ આ શક્ય બન્યું છે. એવું કહેવાય છે કે, પરિવર્તન એ ક્રમિક નિયમ છે અને જો આપણે પરિવર્તનના માર્ગ પર આગળ વધીશું તો આપણે આપણું લક્ષ્ય ચોક્કસપણે પ્રાપ્ત કરીશું. વડાપ્રધાનનું માનવું છે કે, જો દેશના યુવાનો તેમની ક્ષમતાઓ અને કર્તવ્યોનું પાલન કરવાનું શરૂ કરે તો દેશ ઝડપથી વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી શકે છે. મોદી સરકાર તેમની યોજનાઓ અને વહીવટી કુશળતા દ્વારા વિકસિત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવાની દિશામાં કાર્યરત છે.

  તેમણે તેમના ઘણા ભાષણોમાં કહ્યું પણ છે કે, “ભારત એક યુવા રાષ્ટ્ર છે, હાલમાં તેની 65% વસ્તી 35 વર્ષથી ઓછા વયની છે. યુવાનોમાં દેશને બદલવાની અને તેને વિકસિત રાષ્ટ્ર બનાવવાની ક્ષમતા છે.” પ્રધાન સેવકે એક સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રના બીજ વાવ્યા છે, જેને આપણે વિકસિત રાષ્ટ્રરૂપી વટવૃક્ષ બનાવવામાં થોડો સમય આપવો પડશે. તેથી જ થોડા સમય પહેલાં વડાપ્રધાને દેશને વિકસિત રાષ્ટ્રના રૂપમાં સ્થાપિત કરવા માટે એક ‘વિકસિત ભારત 2047’ના મધ્યમથી યોજનાઓ અને તેના અમલીકરણ માટે તથા યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત કરવાં માટે પહેલ કરી છે.

  તેનો ઉદ્દેશ્ય યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જ્યાં તેઓ તેમની ક્ષમતાઓ અને કૌશલ્યો દ્વારા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં તેમની ભૂમિકા ભજવી શકે. વિકસિત ભારત દૂરંદેશી કલ્પનાનું પ્રતિનિધિત્વ કરે છે જે વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રના વ્યાપક પરિવર્તનની કલ્પના કરે છે. આ વિઝનમાં આર્થિક સમૃદ્ધિ, સામાજિક સમાવેશ, ટેક્નોલોજિકલ પ્રગતિ, પર્યાવરણીય સ્થિરતા અને વૈશ્વિક નેતૃત્વનો સમાવેશ થાય છે.

  - Advertisement -

  આ મહત્વાકાંક્ષી ધ્યેયને હાંસલ કરવા માટે શાસન, શિક્ષણ, આરોગ્ય સંભાળ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈનોવેશનના મુખ્ય પાસાઓને એકીકૃત કરતા બહુપક્ષીય અભિગમની જરૂર છે. આ લેખ ‘વિકસિત ભારત’ પરના દૂરદર્શી બિંદુઓની શોધ કરે છે, જેનો ઉદ્દેશ્ય સમૃદ્ધ, પ્રગતિશીલ અને સુમેળભર્યા ભારતનું ચિત્ર રજૂ કરવાનો છે. મોદી સરકાર વિકસિત ભારતનું સ્વપ્ન કઈ રીતે પૂર્ણ કરી રહી છે તે પણ આપણે જાણવા પ્રયત્ન કરીશું.

  આર્થિક સશક્તિકરણ

  ઉદ્યમીતાને પ્રોત્સાહન વિવિધ ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સને સમર્થન, સલાહ અને ભંડોળ પૂરું પાડીને ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. તેનાથી માત્ર રોજગારીની તકો જ નહીં પરંતુ નવીનતા અને આર્થિક વૃદ્ધિને પણ પ્રોત્સાહન મળશે.

  કૌશલ વિકાસ- ભવિષ્યની નોકરીઓ માટે જરૂરી કૌશલ્યો સાથે કર્મચારીઓને સશક્ત બનાવવા માટે વ્યાપક કૌશલ્ય વિકાસ કાર્યક્રમોમાં રોકાણ કરવું. તેનાથી રોજગાર ક્ષમતામાં વધારો થશે અને આર્થિક વિકાસમાં ફાળો પણ મળશે. કૌશલ્ય વિકાસ અંગે ભારત સરકારની દૂરદર્શિતા ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્પષ્ટપણે જોવા મળે છે જેથી વિદ્યાર્થીઓનો સર્વસમાવેશક વિકાસ સાધી શકાય.

  સામાજિક સમાવેશન

  સૌ માટે શિક્ષા- ભારત સરકારે એક મજબૂત શિક્ષણનીતિ લાગુ કરી છે અને સુનિશ્ચિત કર્યું છે કે, સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચ મળે. તેનાથી સામાજિક ગતિશીલતાને પ્રોત્સાહન મળશે અને અસમાનતા પણ ઘટશે.

  લિંગ સમાનતા- સમાન તકો, યોગ્ય વેતન અને ભેદભાવ સામે રક્ષણ સુનિશ્ચિત કરતી નીતિઓ દ્વારા લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવી મહત્વપૂર્ણ છે.

  ટેકનિકલ પ્રગતિ

  ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર- શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટની સુવિધા સુનિશ્ચિત કરવા માટે મજબૂત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે. તેનાથી ડિજિટલ ટેક્નોલોજી અપનાવવામાં, ઈ-ગવર્નન્સ અને કનેક્ટિવિટીમાં વધારો થશે.

  સંશોધન અને વિકાસ- વિવિધ ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસમાં નોંધપાત્ર રોકાણ કરવામાં આવ્યું છે, જે વૈજ્ઞાનિક નવીનતા અને તકનીકી પ્રગતિને પ્રોત્સાહિત કરે છે. તે અત્યાધુનિક ટેક્નોલોજીમાં ભારતને વૈશ્વિક નેતા તરીકે સ્થાન આપશે.

  પર્યાવરણીય સ્થિરતા:

  પુનઃપ્રાપ્ય ઉર્જા- બિન-નવીનીકરણીય સંસાધનો પર નિર્ભરતા ઘટાડવા માટે સૌર અને પવન ઊર્જા જેવા નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

  સંરક્ષણ પહેલ- જૈવવિવિધતા, કુદરતી રહેઠાણો અને જળ સંસાધનોના રક્ષણ માટે સંરક્ષણ કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે. સતત વિકાસ માટેની પ્રતિબદ્ધતા ભવિષ્યની પેઢીઓ માટે સ્વસ્થ વાતાવરણની ખાતરી આપે છે.

  વૈશ્વિક નેતૃત્વ

  રાજદ્વારી જોડાણ- વિશ્વભરના દેશો સાથે રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા અને વેપાર, ટેકનોલોજી ટ્રાન્સફર અને સાંસ્કૃતિક વિનિમયમાં સહકારને પ્રોત્સાહન આપવું. તેનાથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતની વિશ્વસનીયતા વધી છે.

  શાંતિ અને સુરક્ષા- ભારતે વૈશ્વિક શાંતિ સ્થાપવાના પ્રયાસો અને સંઘર્ષના નિરાકરણમાં સક્રિય ભૂમિકા ભજવી છે. આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટે સ્થિર અને સુરક્ષિત પ્રદેશ જરૂરી છે.

  ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ

  કનેક્ટિવિટી- દેશમાં કનેક્ટિવિટી વધારવા માટે રસ્તાઓ, રેલ્વે અને એરપોર્ટ સહિતના આધુનિક પરિવહન નેટવર્કના વિકાસમાં રોકાણ કરવામાં આવ્યું છે. તેનાથી માલસામાન અને લોકોની અવરજવરને સરળતા મળશે અને આર્થિક વિકાસને પ્રોત્સાહન પણ મળશે.

  શહેરી આયોજન- ઝડપી શહેરીકરણના પડકારોને પહોંચી વળવા માટે સ્થાયી શહેરી આયોજન પદ્ધતિઓ લાગુ કરવામાં આવી છે. સક્ષમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સ્માર્ટ સિટી નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરશે.

  સમાવેશી સ્વાસ્થ્ય સેવા

  યૂનિવર્સલ હેલ્થકેર- યુનિવર્સલ હેલ્થકેર કવરેજ હાંસલ કરવા માટેની દિશામાં કામ કરવામાં આવ્યું છે. ઉપરાંત, દરેક નાગરિકને આર્થિક બોજ વગર ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. તેનાથી એકંદરે જાહેર આરોગ્ય અને ઉત્પાદકતામાં સુધારો થશે.

  આરોગ્ય શિક્ષણ- નિવારક આરોગ્ય સંભાળ પ્રથાઓને પ્રોત્સાહિત કરવા, આરોગ્ય સંભાળ પ્રણાલી પરનો બોજ ઘટાડવા અને વસ્તીની સુખાકારીમાં સુધારો કરવા માટે આરોગ્ય શિક્ષણ અને જાગૃતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

  અંતે એમ કહી શકાય કે, કેટલાક મિશન માત્ર મિશન નથી હોતા, પરંતુ સપનાઓ હોય છે. વિકસિત ભારત એ ભારતીય લોકોની સામૂહિક ચેતના અને વિચારનું સ્વપ્ન છે. સક્ષમ અને દીર્ઘદ્રષ્ટિ ધરાવતા નેતૃત્વ દ્વારા આવા વિરાટ સપના જોવાની ઈચ્છા હોય છે અને આવું નેતૃત્વ કોઈપણ સમાજ કે દેશને હંમેશા મળતું નથી. ભારતીય રાષ્ટ્ર માટે આ ગૌરવ અને સૌભાગ્યનો પ્રસંગ છે કે વિકાસશીલ ભારતના ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા યુગદ્રષ્ટાનું નેતૃત્વ મળ્યું છે. મોદી સરકાર વિકસિત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવા તરફ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

  23 વર્ષની સેવાનું આવું જાહેર જીવન, જ્યાં એક નેતાના શબ્દો ગેરંટી બની જાય છે, તેમના નેતૃત્વમાં જ રાષ્ટ્રના વિકાસનું સ્વપ્ન સાકાર થશે. જે નેતાની ચિંતા માત્ર અન્ન, કપડા અને મકાનની જ નથી પણ શિક્ષણ, આરોગ્ય અને રસ્તાની પણ છે. જેમણે અંગદની જેમ વૈશ્વિક મંચ પર ભારતના પગ જમાવ્યા છે. તે જ આ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના પથદર્શક અને સંચાલક બની શકે છે. 2047 સુધીમાં ભારતને વિકસિત કરવાનું સ્વપ્ન આ યાત્રાનો આરંભ પણ છે અને ઉદ્દેશ્ય પણ છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં