Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્યમોહનદાસ કરમચંદ ગાંધીની ટીકા ‘ઇશનિંદા’ નથી, કારણકે ન તેઓ ઈશ્વરીય અવતાર છે...

    મોહનદાસ કરમચંદ ગાંધીની ટીકા ‘ઇશનિંદા’ નથી, કારણકે ન તેઓ ઈશ્વરીય અવતાર છે કે ન તો તેઓ ટીકાથી પર છે

    સોશિયલ મીડિયા પર જઈને જોશો તો પોસ્ટ્સ મળી જશે જેમાં ગાંધીની તદ્દન વ્યાજબી ટીકા કરવા પર કે સવાલો ઉઠાવવા પર કોઈ તથાકથિત ગાંધીવાદીએ પોસ્ટ કરનારને ‘ગોડસેવાદી’, ‘અંધભક્ત’ કે ‘વોટ્સએપ યુનિવર્સીટી’ના વિદ્યાર્થીનું બિરૂદ પકડાવી દીધું હશે. 

    - Advertisement -

    એક વિચિત્રતા એવી છે કે અહીં કરોડો હિંદુઓના આરાધ્ય પ્રભુ શ્રીરામના અસ્તિત્વ પર સવાલો ઉઠાવી શકાય છે. કોઈ મસ્જિદના વઝૂખાનામાંથી મળી આવેલા શિવલિંગની સોશિયલ મીડિયાથી લઈને ટીવી ડિબેટો સુધી મજાક ઉડાવી શકાય છે, દેવી-દેવતાઓનાં આપત્તિજનક ચિત્રો સુદ્ધાં દોરી શકાય છે કે હિંદુઓના નરસંહારની વાતો થઇ શકે છે, પણ ‘મહાત્મા’ મોહનદાસ ગાંધી પર સવાલો નથી કરી શકાતા. 

    ના. આ બિલકુલ અતિશયોક્તિ નથી. ગાંધી જ્યંતિ હોય કે ગાંધી નિર્વાણ દિવસ હોય, સોશિયલ મીડિયા પર જઈને જોશો તો પોસ્ટ્સ મળી જશે જેમાં ગાંધીની તદ્દન વ્યાજબી ટીકા કરવા પર કે સવાલો ઉઠાવવા પર કોઈ તથાકથિત ગાંધીવાદીએ પોસ્ટ કરનારને ‘ગોડસેવાદી’, ‘અંધભક્ત’ કે ‘વોટ્સએપ યુનિવર્સીટી’ના વિદ્યાર્થીનું બિરૂદ પકડાવી દીધું હશે. 

    એક વર્ગ વર્ષોથી આવું કરતો આવ્યો છે. તેમને મોહનદાસ ગાંધીની વ્યાજબી ટીકા કે તેમની ઉપરના સવાલો પચતા નથી. કારણ કે આ જ લોકોએ ગાંધીને ‘ઈશ્વરીય અવતાર’ની કક્ષાએ મૂકી દીધા છે. ગાંધીનાં યોગદાનને, તેમનાં કામોને એ હદે રજૂ કરવામાં આવ્યાં છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ મોહનદાસ ગાંધી વિરુદ્ધ કંઈ પણ લખતાં-બોલતાં પહેલાં 100 વખત વિચાર કરે છે. 

    - Advertisement -

    તેમ છતાં ‘ગુસ્તાખી’ કરનારાઓ ઉપર એક આખી ટોળકી તૂટી પડીને તેને ગાંધી હત્યા કરી નાંખી હોય તેવો પારાવાર પસ્તાવો કરવા માટે મજબુર કરી દે છે. અહીં સુધી કે ‘સ્વતંત્રતામાં માત્ર મોહનદાસ ગાંધીનું જ યોગદાન નથી’ તેમ કહીને અન્ય ઇતિહાસમાં દબાઈ ગયેલા નેતાઓ કે ક્રાંતિવીરોની પ્રશંસા કરવા પર પણ તેમને દબાવી દેવામાં આવે છે. ઐતિહાસિક પ્રમાણો આપવા પર પણ સાંભળવામાં આવતા નથી. 

    આપણે અને ખાસ કરીને આ તથાકથિત ગાંધીવાદીઓએ વહેલી તકે એ સમજી લેવાની જરૂર છે કે મોહનદાસ ગાંધી ન તો કોઈ ઈશ્વરીય અવતાર છે કે ન તેમની ટીકા એ ઇશનિંદા છે. ગાંધી એકમાત્ર રાજકારણી હતા, જેમની અમુક સારી બાજુઓ હતી, અમુક નબળી બાજુઓ. જે દરેકની ચર્ચા થાય તે જરૂરી છે. 

    મોહનદાસ ગાંધીનાં તમામ કામોનું મૂલ્યાંકન જરૂરી છે. તેમના નિર્ણયો પર ચર્ચા પણ જરૂરી છે, સવાલો થવા પણ જરૂરી છે અને યોગ્ય ટીકા-ટિપ્પણી પણ જરૂરી છે. કારણ કે નેતા તેની જનતાને જવાબદેહ હોય છે. આપણે ભૂતકાળના નેતાઓનાં કામોનું મૂલ્યાંકન પણ કર્યું છે, વર્તમાનના નેતાઓનું પણ કરીએ છીએ. આમાંથી કોઈ બાકાત ન રહી શકે, પછી ભલે એ ‘મહાત્મા’ પણ કેમ ન હોય.

    એ સવાલો પૂછાવા જરૂરી છે કે શા માટે મોપલામાં મુસ્લિમ કટ્ટરપંથીઓ હિંદુઓની કત્લેઆમ કરી રહ્યા હતા ત્યારે તેમણે ‘ભાઈચારો’ દાખવીને ખિલાફતને સમર્થન કરવાની વાતો કહી હતી કે શા માટે સ્વતંત્રતા બાદ સરદાર પટેલને વડાપ્રધાન બનાવાયા ન હતા કે શા માટે ડૉ. બી. આર આંબેડકર જેવા તેમના સમકાલીનોએ નોંધ્યું હતું કે, ગાંધીએ હિંદુઓના નરસંહાર પર આંખ આડા કાન કર્યા હતા. દરેક બાબત પર સવાલો પૂછાવા જરૂરી છે. 

    અને રહી વાત ‘ગોડસેવાદી’ના પ્રમાણપત્રની, તો ગાંધીના ટીકાકાર હોવું અને ગોડસેના સમર્થક હોવું એ ભિન્ન બાબતો છે. નથુરામ ગોડસેને ‘આતંકવાદી’ ગણાવીને હિંદુ આતંકવાદનો નરેટિવ સેટ કરનારાઓએ પણ એ જાણવું જોઈએ કે હત્યારા અને આતંકવાદીમાં જમીન-આસમાનનો ફેર છે. નથુરામે જે કર્યું તેની તેમને સજા મળી હતી. હત્યાને ક્યારેય યોગ્ય ઠેરવી શકાય નહીં. માટે નથુરામ હત્યારા જરૂર હતા, પણ આતંકવાદી ક્યારેય નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં